3 Dec 2013
« Older Entries Newer Entries » Subscribe to Latest Posts
આજનો દી’ વેસ્ટ થઈ ગયો
ટાઢમાં ઈલેકટ્રીક બ્લેનકેટ
જોઈ લીધું મુખ તમારું
ડાંખળી લો એક એક બસ
જે હતો માલિક આ ઘરનો
કોકનો મેસેજ કોઈને
ચાંદ આવ્યો દેશ મૂકી
હાથ છોડી ગ્યા છે દુઃખમાં
ધમધમાટ એ આકરો છે
થઈ ‘સપનાં’ની ઉજાણી
19 Nov 2013
કાજલ ઓઝા વૈદ

“કાજલ ઓઝા વૈદ એક ધારદાર લેખિકા છે” શ્રીમતી ડો. મધુમતી મહેતાના મુખથી જ્યારે કાજલ ઓઝા વૈદની ઓળખાણ સાંભળી ત્યારે આગળ કાંઈ કહેવાનું રહેતું જ નથી એક વાક્યમાં ઘણું બધું કહેવાય ગયું.
શિકાગોના સાહિત્ય પ્રેમીઓને ડો અશરફ ડબાવાલા તથા ડો. મધુમતી મહેતાએ કાજલ ઓઝા વૈદ સાથે સંવાદ કરવા આર્ટ લીવિંગ સેન્ટરમાં ભાવભીનું આમંત્રણ આપ્યું.શિકાગો આર્ટ સર્કલ અવાર નવાર સાહિત્યકારોને આમંત્રણ આપી સાહિત્ય પ્રેમીઓને રસથાળ પીરસતું રહે છે.
ઓકટોબર એટલે હલોઈનની ભેકાર રાત્રી..પાનખરની રાત્રી..પીળા પાંદડા હવામાં ઊડે અને ઠંડીની શરૂઆત…હવામાં નીરાશા હતી.પણ જ્યારે આર્ટ લીવીંગ સેન્ટરમાં દાખલ થઈ તો.ડો મધુમતીના શબ્દો કાને અથડાયા..”કાજલબેન એક ધારદાર લેખીકા છે ” ત્યારે ઉદાસી અડધી ગાયબ થઈ ગઈ.માઈક જ્યારે કાજલબેનના હાથમાં આવ્યું અને એમણે બોલવાનું શરૂ કર્યુ તો બાકીની ઉદાસીનતા પણ છૂમંતર થઈ ગઈ.
કાજલબેને પોતાના પુસ્તકો પરિચય આપ્યો …કૃષ્નાયન અને દ્રોપદી વિશે વાતો ચાલી..
કાજલ ઓઝા વૈદ એક પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવે છે.એ સ્ત્રી ચેતના વિષે ચર્ચા કરે છે ત્યારે મને વિચાર આવે છે કે આ સમાજે સ્ત્રીને એક સેકન્ડ ક્લાસ સીટીજન તરીકે રાખી છે. મનની સ્વતંત્રતાની જરૂર છે. સ્ત્રી એક દીકરી,એક બહેન,એક પત્ની એક મા સિવાય એક સ્ત્રી પણ છે…એનું પોતાનું એક અસ્તિત્વ છે..ઓળખાણ છે..જે સમાજ ભૂલી જતો હોય છે.જ્યારે આવાં પ્રકારની ચેતનાની વાત સાંભળી એ તો સ્ત્રી હોવાનો ગર્વ અનુભવાય છે…
સ્ત્રી તથા પુરુષ દરેક જીવનનાં ઘણાં તબક્કાઓમાંથી પસાર થાય છે.દરેકના જીવનમાં સારા નરસા પ્રસંગો બને છે..હર જિંદગી એક કહાની હૈ..એમ કાજલ ઓઝા વૈદની પણ એક કહાની છે…મોટાં ભાગની સ્ત્રીઓ પોતાનાં અતિતથી ભાગતી રહે છે..જ્યારે કાજલ ઓઝા વૈદ પ્રમાણિકપણે સહજતાથી અને સરળતાથી પોતાનાં ભૂતકાળની વાતો કરે છે..અને એ વાતો કરતાં કોઈ ભય કે અચકાટ અનુભવાતાં નથી. કોઈ પણ સ્ત્રી કે પુરુષને એટલી તો સ્વતંત્રતા હોવી જોઇએ કે કોઈ પણ જાતનાં ભય વગર નિખાલસતાથી પોતાની વાત કોઈને કહી શકે…
કાજલબેનનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે..એમણે ૨૦૦૫ થી લખવાનું ચાલુ કર્યુ..અત્યાર સુધીમાં એમનાં છપ્પન પુસ્તકો પ્રકાશિત થયાં છે.ગુજરાતમાં કોઈ પણ સાહિત્યકાર નાં આટલા ટૂક સમયમાં આટલા બધાં પુસ્તકો પ્રકાશિત થયાં હોય એવું મેં નથી સાંભળ્યું.એમાં કૃષ્નાયનનું તો જુદી જુદી ભાષામાં અનુવાદ પણ થયેલું છે.
કાજલબેન હમેશા મને પ્રેરણા આપે છે.મારી કલમ અને મારાં ટેરવાને નહીં અટકવાની સલાહ આપે છે.હું આભારી છું ડો. અશરફભાઈ ડબાવાલાની તથા ડો. મધુમતી મહેતાની કે દુનિયાના સાહિત્યકારોને એ આમંત્રણ આપે છે અને શિકાગોના સાહિત્ય પ્રેમીઓને સાહિત્યરસ માણવાનો મોકો મળે છે.
કાજલબેન એક કલાક સુધી અચકાયા વગર બોલતા રહ્યા અને પોતાનાં વક્તવ્યથી સર્વને ઝકડી રાખ્યાં..પછી સવાલ જવાબનો સીલસીલો ચાલુ થયો..શ્રોતાઓ એ ઘણાં રસપ્રદ સવાલ કર્યા અને કાજલબેને એનાં સચોટ જવાબ આપ્યા હતાં.
છેલ્લે એમનાં સંવાદમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કાજલબેન પ્રમાણિક લેખિકા છે..માણસ જો પોતાની સાથે પ્રમાણિક ના હોય તો પ્રમાણિકપણે લખી ના શકે એટલે માણસે પ્રમાણિક બનવાની જરૂર છે…કાજલબેનની સાથે મારી બીજી મુલાકાત હતી.પણ જ્યારે પણ હું એમને મળી ત્યારે નવો જુસ્સો અને નવી પ્રેરણા લઈ નીકળી છું…
સપના વિજાપુરા
_________________
2 Nov 2013
દિવાળી
તિમિર મનનાં હટાવો કે દિવાળી છે
હ્રદયથી વેર ભગાવો કે દિવાળી છે
જલાવો દીવડા ને રાત શણગારો
ને ઘર આંગણ સજાવો કે દિવાળી છે
વરસ આવ્યું નવું,મંગળ થજો સૌનું
હા રંગોળી બનાવો કે દિવાળી છે
મરણ કોનું છે ક્યારે કોણ જાણે છે?
ગળે સૌને લગાવો કે દિવાળી છે
કળશ છલકે અમીનો મુજ નયનથી પણ
અમી વર્ષા વહાવો કે દિવાળી છે
લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યું છે
કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે
ઘણાં સપનાં નયનમા હોય ‘સપના’ને
સખા સપનાં સજાવો કે દિવાળી છે
સપના વિજાપુરા
27 Oct 2013
ભૂલી જાઉં છું
સાવ નાની વાત ભૂલી જાઉં છું
ચીજ રાખી કયાંક ભૂલી જાઉં છું
વાર છે ક્યોં આજ ભૂલી જાઉં છું
ને સવારે રાત ભૂલી જાઉં છું
ક્યો જખમ ક્યા મિત્ર થકી મળ્યો છે એ
વાતનો અંદાજ ભૂલી જાઉં છું
પાનખર આવી ગઈ છે તો હવે
હું વસંતી છાબ ભૂલી જાઉં છું
મોત છે નજદીક તો ફરિયાદ શું?
તે કર્યુ શું ચાલ ભૂલી જાઉં છું
ચાલને કોઈ ગઝલ લખીએ એ દિલ,
કાફિયાની જાત ભૂલી જાઉં છું
કોણ ‘સપના’ ક્યાથી આવી એ હશે
આ સવાલો ખાસ ભૂલી જાઉં છું
સપના વિજાપુરા
26 Sep 2013
સપનાં માંગશે
10 Sep 2013
I am mom!!
કલબલતી સવારે,
બળબળતી બપોરે કે
ઠીઠૂરાતી રાતે
તું મને બોલાવજે
કારણકે હું માં છું
ઝરમર વરસાદમાં
કે કાળા ધોમ તડકામાં
કે કડકડતી ઠંડીંમાં
તું મને બોલાવજે
કારણકે હું માં છું
સુખનાં સોનેરી સપનાંમાં
કે દુઃખનાં ઘેરા વાદળોમાં
કે કોઈ પણ સંકટ ગહેરામાં
તું મને બોલાવજે
કારણકે હું માં છું
કલેજાનાં ટૂકડા
યાદ રાખજે
હું હમેશા અહીં જ છું
હું અહીં જ છું
હું અહીં જ છું
કારણકે હું માં છું
માં
Chirpy Morning,
Hot afternoon or
cold shaky night..
you call me
because I am Mom
Showery rain
or hot sunny summer
or snowy winter
you call me
because I am mom
Dreams of happiness
or clouds of sorrow
or any problems in life
you call me
because I am mom
Oh piece of my heart
I am always here
I am here
I am here
Because I am mom
Mom
7 Sep 2013
વસંત
2 Sep 2013
આંસું
24 Aug 2013
હારવાં દે
જીતવું જેને જગત છે, જીતવા દે
હારવું મારે હ્ર્દય છે, હારવા દે
એક આંસું પૂરતું છે પ્યાસ માટે
ખેડવાં એને છે દરિયા, ખેડવાં દે
છે ગઝલ મારી જખમથી ચૂર ચૂર
આંગળી આપો નવી, ને ટેરવા દે
દૂર મંઝિલ છે, સફર સાથી વગરની
એ ખુદા તું જ હાથ તારો થામવાં દે
એમને આદત નથી સુખની જરાં પણ
એ ગરિબ છે એમને દુઃખ પામવા દે
કૈંક કીમત આવશે એની જરૂરથી
લાવ ‘સપના; સાચવીને રાખવા દે
સપના સપના
15 Aug 2013
આ દેશ ક્યાં આઝાદ છે?
જનતા અહીં પળવળ મરે આ દેશ ક્યાં આઝાદ છે?
સૌ ધર્મને નામે ચરે આ દેશ ક્યાં આઝાદ છે?
બાળક સતત જ્યાં ટળવળે છે રોટલીનાં ટૂકડે
નેતા બધાં ખીસ્સા ભરે આ દેશ ક્યાં આઝાદ છે?
સસ્તી છે ઈજ્જત મા બહેનોની અહીં કોડીથી પણ
એ રાતમાં ફરતા ડરે આ દેશ ક્યાં આઝાદ છે?
સરકાર આ કેવી છે?ઓફીસર તો રખડી ખાય છે
ફાઈલના થોથા કરે આ દેશ ક્યાં આઝાદ છે?
ઝૂપડપટીની ના શરમ છે, ના ગરીબીની પડી
નેતા તિજોરી બસ ભરે આ દેશ ક્યાં આઝાદ છે??
ગાંધી,જવાહર કે ભગતસિંહની શહાદતનું શું થયું?
“સપના” વિદેશે તું ફરે આ દેશ ક્યાં આઝાદ છે?
સપના વિજાપુરા
-
Browse
or








