Category Archives: કાવ્ય

નાટક

સંબંધોમાં છે નાટક ઘણાં
સમજો નહિ એ નાટક ઘણાં

થાકી જાઓ કરતાં તમે
પૂરાં ના થાયે નાટક ઘણાં.

જીવનમાં અભિનેતા બની
ભજવી ગયાં એ નાટક ઘણાં.

સાચ જુઠું  કોને પડી
કરવા લાગે નાટક ઘણાં.

માણસ તો છે કઠપૂતલી,
ઈશ્વર ભજવે  નાટક ઘણાં.

ઈશ્વર દેખે નીચે અહીં,
માણસ ભજવે નાટક ઘણાં

“સપના” શીખી લે તું હવે
દુનિયામાં છે નાટક ઘણાં.

સપના વિજાપુરા

૦૩/૧૪/૨૦૧૩

 

શુભ દિપાવલી

મિત્રો,
આપ સર્વને  ‘ સપના’ તરફથી સપનાંમય દિવાળી મુબારક!!
સપના

દિવાળી આપણી નોખી
છે અંતર આંખડી ચોખ્ખી
નથી ઈર્ષા નથી વેરઝેર
રટણ લ્યો પ્રેમનુ ગોખી

સપના વિજાપુરા

હવે શું?

વ્હાલા મિત્રો,
સુખદ હોય કે દુખદ સમાચાર હું મારાં મિત્રો પાસે પહોંચી જાઉં છું.આજે એક હ્ર્દયદ્રાવક સમાચાર લઇને તમારી પાસે આવી છું.મારી એક દોસ્ત જે ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતી..જેણે ગયાં રવિવારે ટ્રેનના પાટા નીચે આવી પોતાની જાન અલ્લાહને હવાલે કરી..એમનાં માટે હું કે એમનાં ઘરનાં સભ્યો કાંઈ પણ ના કરી શક્યા એનો અફસોસ જિંદગીભર રહેશે..આ મુકતકનો જવાબ આપવા તો નહિ આવે પણ આ સવાલ હંમેશ મને રહેશે.હવે શું?


ટુકડા તનનાં મળ્યાં એનું હવે શું?
ટુકડા દિલનાં મળ્યાં ના પણ હવે શું?
વસવસા તો જિંદગીના થ્યા છે  પૂરાં
જીવથી તું ગૈ સદાય એનું હવે શું?

સપના વિજાપુરા

૧૦/૩૧/૧૦

Happy Birthday


Dear friends,Today is my son’s birthday.He is twenty years young.Please remember him in  your prayers..
Sapana

birthday20

Every time I look at You,
my eyes sparkle

Every time I look at you,

my day brightens

Every time I look at you

my life shines

Every time I look at you,

my hopes get high.

Every time I look at you,

my blessings bestow.

Every time I look at you

my love deepen.

Every time  I look at you

I  get stronger

Every time I look at you

I thank Allah for YOU

A precious gift from HIM.

-Mom Sapana Viajapura

સ્મિત

સ્મિત મારૂ

ઊડી ગયું

પતંગિયાંની જેમ.

ફૂલ ફૂલ

પાન પાન

હું શોધું એને

તમને જડે તો

પાછું આપશો?

-સપના વિજાપુરા

હૈયાની વાત !

Haiyani vaat

હૈયાની વાત.

કોઈ મને કાગળને કલમ આપો,

લખવી છે મારે હૈયાની વાત.

કોઈ મને ફૂલોની છાબ આપો,

લખવી છે મારે ફૂલોની વાત.

મૌન રહીને ઘણુ કહી દે છે એ,

લખવી છે મારે એ આંખોની વાત,

સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,

લખવી છે મારે એ હાથોની વાત.

છૂટી ગયા, પણ સાફ યાદ છે,

લખવી છે મારે એ ક્ષણોની વાત.

પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,

લખવી છે મારે એ રાતોની વાત.

વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,

લખવી છે મારે એ સપનાની વાત.

કોઈ મને કાગળને કલમ આપો,

લખવી છે મારે હૈયાની વાત

-સપના

દિલ

હથોડીની કે કરવતની જરૂર નથી,
દિલ મારું એક ફૂલ છે પથ્થર નથી,
તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી,
અડીખમ રહે તારી સામે ગુરુર નથી.
સપના

મુકતકદિલ ઊછળીને બહાર આવશે,
જો તારું નામ વારંવાર આવશે,
આમ યાદોના તીર ચાલતા રહેશે,
તો મારું જરૂર કટાણે મોત આવશે.

સપના વિજાપુરા

Happy Birthday

Dear Friends,

I share with you,all my sorrows and my happiness.Today is my only son’s birthday.Please celebrate with me.
His name is Shabbirali.
Sapana

You are in my heart just like that,
dew on the flowers on a sunny morning.

You are in my heart just like that,
ocean in the moonlight on a silver night.

You are in my heart just like that,
mountain stream, sparkling and clean,

You are in my heart just like that,
dreams remain in my open eyes.

You are included in all my dreams,
and God will fulfill all your dreams.

Without you I am just the women,
God gave you in my lap,I am a mother.

All happiness, all love, all blessings for you
I will write on my last living will.

May God bless you.

Mom

યાદ ના લાવજો


હે પંખિડા, મીઠાં ગીતડા ગાવ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ફૂલ, મઘ મઘતાં રંગનાં ખીલ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે ચંદ્ર,રૂપેરી કૌમુદી પાથરજો
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ઊદધિ,જળ ચંચળ ઉછાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે રણ ઉના,પગલાં એ ના સંભાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવજો.

હે ભૃંગ પુષ્પોને કતી પંપાળ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે સૂર્ય,સોનાંનાં જાળ બીછાવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે હંસલા, મોતી મીઠડાં ચણજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે મોરલા, ઠૂમક ઠૂમ હા નાચ જો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

હે નેણ મારાં સપનાં ભલે સેવજો,
મારાં પ્રિતમ કેરી યાદ ના લાવ જો.

સપના