24 Aug 2013

હારવાં દે

Posted by sapana

woman writing

જીતવું જેને જગત છે, જીતવા દે
હારવું મારે હ્ર્દય છે, હારવા દે

એક આંસું પૂરતું છે પ્યાસ માટે
ખેડવાં એને છે દરિયા, ખેડવાં દે

છે ગઝલ મારી જખમથી ચૂર ચૂર
આંગળી આપો નવી, ને ટેરવા દે

દૂર મંઝિલ છે, સફર સાથી વગરની
એ ખુદા તું જ  હાથ તારો થામવાં દે

એમને આદત નથી સુખની જરાં પણ
એ ગરિબ છે એમને દુઃખ પામવા દે

કૈંક કીમત આવશે એની જરૂરથી
લાવ ‘સપના; સાચવીને રાખવા દે

સપના સપના

Subscribe to Comments

12 Responses to “હારવાં દે”

  1. દૂર મંઝિલ છે, સફર સાથી વગરની
    એ ખુદા તું જ હાથ તારો થામવાં દે……….

     

    shailesh Jadwani

  2. સપનાબેન ભરપૂર ગઝલિયત… મત્લો અને મક્તા સુંદર…

    કૈંક કિંમત આવશે એની જરૂરથી
    લાવ ‘સપના’ સાચવીને રાખવા દે

     

    ભરત દેસાઇ

  3. અતિ સુન્દર અને મન પ્રફુલ્લિત કરિ દેનર ગઝલ .

     

    TARIFMANSURI

  4. કૈંક કિંમત આવશે એની જરૂરથી…..
    સરસ વાત કહેી.

     

    Pravin Shah

  5. સુંદર ગઝલ.. ખાસ કરીને મક્તા વધુ ગમ્યો..

     

    અશોક જાની 'આનંદ'

  6. એમને આદત નથી સુખની જરાં પણ
    એ ગરિબ છે એમને દુઃખ પામવા દે
    સરસ ગઝલ્…માણી..

     

    dilip

  7. nice

     

    samsuddin patel

  8. Super-Duper rachana behna !!
    રેખા શુકલ

     

    sapana

  9. વાહ! બહુ સરસ. “જીતવું એને…” પહેલી બે લાઈન વિશેષ ગમી. સરયૂ

     

    sapana

  10. Bahu saras
    Dilip Bhatt

     

    sapana

  11. સરસ. મઝા આવી ગઈ.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  12. કૈંક કીમત આવશે એની જરૂરથી
    લાવ ‘સપના; સાચવીને રાખવા દે

    સપના સપના

    સરસ રીતે વહી છે ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: