6 Jan 2014

મોકો મળ્યો

Posted by sapana

pushp

તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો
ખુદાને ય ભજવાનો મોકો મળ્યો

નયનમાં ય તરવાનો મોકો મળ્યો
જીગરમાં ય વસવાનો મોકો મળ્યો

હતું ગામ નાનું મજાનું છતાં
વિદેશે ય ફરવાનો મોકો મળ્યો

સુવાળો હતો હાથ મુજ હાથમા
કિરણમાં નહાવાનો મોકો મળ્યો

ઘણી નાવ ડૂબી છે કિનારા ઉપર
મને તો ઉભરવાનો મોકો મળ્યો

રહું ક્યા સુધી ચૂપચાપ એ હ્રદય
લે બોલું કહેવાનો મોકો મળ્યો

ગઝલ આમ તો કોણ આ સાંભળે
અહી કૈંક કહેવાનો મોકો મળ્યો

આ ‘સપના’ ખરી છે, દિવસ છે છતાં
લો સપને ય સરવાનો મોકો મળ્યો

સપના વિજાપુરા

Subscribe to Comments

7 Responses to “મોકો મળ્યો”

  1. “નયનમાં ય તરવાનો……”
    સરસ ગઝલ.
    સરયૂ

     

    SARYU PARIKH

  2. મજાની ગઝલ છે. ભાવ જગતને છલકાવવાનો કસબ આપની ઓઆસે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. મજાના મક્તા સાથેની ગઝલ.. !

     

    અશોક જાની 'આનંદ'

  4. તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો
    ખુદાને ય ભજવાનો મોકો મળ્યો…………
    સરસ્..ભારતમાંત્યારેછો ને ?
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. બહેન …..
    આપ્ને તક મલિ ઝદ્પિ ને આમો ને આવિ સુન્દેર ગઝલ વાચ વા મલિ…….!!!!
    હવે ઇન્તેઝર આપ્ નિ કિતાબ નો…..!!!!!…
    ભગવાન સૌ નુ ભલુ કરે…
    જે શ્રેી ક્રિશ્ના……
    સનતભઇ ના આશિશ….
    ૧૧.૧૦ અમ ૭.૧.૧૪….આમેરિકા…

     

    sanatkumar dave

  6. દેશ છોડીને આવ્યા છો દેશમાં, મળવાનૉ મોકો મળ્યો.
    બહૂજ સરસ.

     

    Iqbal Dantreliya

  7. Wah khoob gazal Keep writing and we will keep enjoying

     

    Shenny Mawji

Leave a Reply

Message: