26 Sep 2013

સપનાં માંગશે

Posted by sapana

me and pappa

આંખમાં સપનું ક્દી ના આવશે
રાત આખી યાદમાં એ જાગશે

દીકરી તું જાય છે ઘર પારકે
છોડ તું આ ભાવશે કે ફાવશે

બોલતા પહેલાં વિચારી બોલજે
તીર જેવા શબ્દ દિલ પર વાગશે

બોલતાં આંસું નથી જોયાં તમે
વાત આંખોથી ય બાહર લાવશે

ભૂલવી મુશ્કેલ છે ‘સપના’ સખા
રાત પડતાં આંખ સપનાં માંગશે

સપના વિજાપુરા

Subscribe to Comments

5 Responses to “સપનાં માંગશે”

  1. સપનાબેન્,
    પ્રથમ તો…પિતા સાથે તમે….એક મીઠી યાદ જે કદી ના ભુલાય.
    બીજું….સરસ રચના ….દીલમાંથી !

    પિતાની છત્રછાયા કેમ ભુલાય ?
    શીખો ભલે કડવી, જરૂર યાદ રખાય,
    દીકરી ભલે પારકા ઘરે એ જાય,
    પારકાને પોતાનું કરેછે એ જ દીકરી,
    ભલે એ પોતાનું ના ભુલે પિતાને એ દીકરી !
    આજે વર્ષો વહી ગયાછે અનેક,
    પણ યાદછે પિતાના શબ્દો અનેક !
    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see YOU to read OLD &NEW Posts on Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. Touching! and true

     

    Shenny Mawji

  3. બોલતા પહેલાં વિચારી બોલજે
    તીર જેવા શબ્દ દિલ પર વાગશે
    બોલતાં આંસું નથી જોયાં તમે
    વાત આંખોથી ય બાહર લાવશે

     

    naresh k.dodia

  4. ભૂલવી મુશ્કેલ છે ‘સપના’ સખા
    રાત પડતાં આંખ સપનાં માંગશે
    ભાવવહી ગઝલ્…દીકરી માટે જેટલું કહેવાય ઓછું….
    ઓટ આવી ગઈ અહી દરિયામહી
    જ્યાં જશે ત્યાં વ્હાલ તું વરસાવશે

     

    dilip

  5. સુશ્રી સપનાબેન..આપની કલમે સદા એક ખૂબ જ ઊંડેથી ભાવવાહી
    ગઝલ નીખરે છે..જે આપણા સંબંધોને એક આગવી રીતે વાચા દઈ દેછે. આપનો કૌટુમ્બીક પ્રેમ સો ટચના સોના જેવો છે.સરસ ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

Leave a Reply

Message: