About

પ્રિય મિત્રો,

આ બ્લોગમાં મારી સાથે મારાં ‘ખૂલી આંખનાં સપનાં’ જોવા બદલ ખૂબ આભાર.ગુજરાતી સાહિત્યમાં મને બાળપણથી રસ રહ્યો છે. હું નાની હતી ત્યારે મારી બહેનને કહેતી, મને કોઈ પણ શબ્દ આપ હું તને એમાંથી કાવ્ય બનાવી આપીશ,અને બનાવતી પણ ખરી. કૉલેજના સમયમાં પણ ઘણા કાવ્યો ને શાયરી બનાવતી પણ ક્યારેય આ બધી કવિતાઓ અને શાયરી સાચવવાની અક્કલ ન આવી.હવે જ્યારે આ બ્લોગ દ્વારા મારા સપનાં દુનિયા સુધી પહોંચાડું છું તો હેત અને ઊર્મિ-સમુદ્રના તરંગો ઊછળી આવે છે. હું છેલ્લાં ૩૨ વર્ષથી યુ.એસમાં મારાં પતિ અને મારાં વહાલસોયા દીકરા સાથે રહુ છું. મારા પતિએ આ બ્લોગ બનાવવા માટે મને ઘણી પ્રોત્સાહિત કરી છે. મારાં પ્રિય મિત્રો,મારી આ સફરમાં તમારા ભાવ અને પ્રતિભાવ મને વધુ ને વધુ લખવા પ્રેરે છે. હું કાઠિયાવાડથી છું એટ્લે હાલો કાઠિયાવાડીમાં કહી દઉં “મીઠાં મીઠાં સાકરના પડા ને ગાંગડા જેવાં તમારાં પ્રતિભાવ, પ્રિત્યુભાવ.. લાગે સ…”…તો ઝાઝા હેતથી મારા બ્લોગના ઓટલે ગઝલ-કહૂંબાના ટેહડા લેવા પધારશોને ? અને આ મારી સાહિત્યની સફરમાં જરૂર હમસફર બનશો.

-સપના