2 Nov 2013

દિવાળી

Posted by sapana

તિમિર મનનાં હટાવો કે દિવાળી છે
હ્રદયથી વેર ભગાવો કે દિવાળી છે

જલાવો દીવડા ને રાત શણગારો
ને ઘર આંગણ સજાવો કે દિવાળી છે

વરસ આવ્યું નવું,મંગળ થજો સૌનું
હા રંગોળી બનાવો કે દિવાળી છે

મરણ કોનું છે ક્યારે કોણ જાણે છે?
ગળે સૌને લગાવો કે દિવાળી છે

કળશ છલકે અમીનો મુજ નયનથી પણ
અમી વર્ષા વહાવો કે દિવાળી છે

લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યું છે
કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે

ઘણાં સપનાં નયનમા હોય ‘સપના’ને
સખા સપનાં સજાવો કે દિવાળી છે

સપના વિજાપુરા

Subscribe to Comments

14 Responses to “દિવાળી”

  1. સપનાબેન,
    દિવાળી આવી….સૌ હૈયે આનંદ લાવી.

    કળશ છલકે અમીનો મુજ નયનથી પણ
    અમી વર્ષા વહાવો કે દિવાળી છે

    લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે
    કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે

    ………………………………………………………………………..
    સુંદર ભાવભરી રચના તમારી !
    હવે આવજો “ચંદ્રપુકાર” પર તમે
    વાટ જોઈશું ત્યાં અમે !
    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chadrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  2. સુશ્રી સપનાબેન
    સરસ મનનીય ગઝલ. આ પ્રકાશ પર્વનું ઓજશ આપ સૌના જીવનમાં મનગમતો ઉજાશ ને ઉન્નતિ અર્પે એવી ખૂબ ખૂબ શુભેછાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. Dhanteras & Deepawali ke pavan prav par aap or apke pure pariwar ko hardik shubhkamanaye.
    ziya saiyed.

     

    sapana

  4. દિવાળીની શુભકામના..અને નવા વર્ષના અભિનંદન.
    રેખા શુકલા

     

    sapana

  5. HAPPY DIWALI AND HAPPY NEW YEAR
    DILIP, MINA, JAY AND KIN JAL

     

    sapana

  6. happy new year

    pradip raval

     

    sapana

  7. શુભ દિપાવલી…

    આપને તથા આપના પરિવારને દિવાળીના પર્વની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.
    અનિલ ચાવડા

     

    sapana

  8. “લો કોડિયું …..” બહુ સરસ. સુંદર રજુઆત.
    શુભ નૂતન વર્ષ.
    સરયૂ

     

    SARYU PARIKH

  9. સુંદર ગઝલ!
    સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન!
    સુધીર પટેલ.

     

    Sudhir Patel

  10. દિવાળીના મોકા પર સરસ ગઝલ..!!

     

    અશોક જાની 'આનંદ'

  11. આપને અને આપના પરિવારને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ!
    -રેખા સિંધલ

     

    sapana

  12. WISH YOU HAPPY DIWALI AND A HEALTHY, PROSPEROUS

    NEW YEAR AHEAD

    From

    UTPAL BAHAYANI

    IMAGE PARIVAR

     

    sapana

  13. Happy dipawali
    Atul Jani

     

    sapana

  14. ફરી શુભચ્છાઓ…
    ચંદ્રવદન્…..૨૦૧૪

     

    DR. CHANDRAVADAN MISTRY

Leave a Reply

Message: