7 Feb 2026

શ્રી શૈલેષભાઇ પંડ્યા ની ગઝલ પરથી તરહી ગઝલ

Posted by sapana

હવે જાણે હસતી નથી એની આંખો
હૃદયમાં શું ચાલે જરા એ ય ઝાંખો

સતાવો ના કોઈ હૃદયને અજાણે
નહીંતર ગુનાની સજા રોજ ચાખો

મહોબત અમાનત છે એની હૃદયમાં
તમે સાચવીને જરા પાસ રાખો

બુરાઈનો બદલો બુરાઈ ના હો પણ
ભલાઈ કરી એને દરિયામાં નાખો

હજારો છે સપના નયનમાં તમારા
વહી જાય ના એ, હૃદય દ્વાર વાખો

સપના વિજાપુરા

Leave a Reply

Message: