2 Aug 2013
« Older Entries Newer Entries » Subscribe to Latest Posts
July 31, is my son’s birthday Please pray for him
No matter
someone
someone
someone
Son,
19 Jul 2013
ધીમે ધીમે
કોઈ અંતરમાં ઊતરતું જાય ધીમે ધીમે
શ્વાસમાં મારા પણ ભળતું જાય ધીમે ધીમે
મન વિવશ થઈને દોડે છે એની પાછળ પાછળ
એમને જોઈ મન પીગળતું જાય ધીમે ધીમે
પીંજરું લઈ ઊડી ગયું છે એક પંખી નભમાં
સર્વ બંધન તોડી ઊડતું જાય ધીમે ધીમે
પ્રેમની પીડા,વિહ્વળતા ને તપસ્યા ઠાલાં
એ સમય સાથે ભૂલાતું જાય ધીમે ધીમે
કાશ તું આવે તું આવે ફૂલ ખીલી જાય
જામ ‘સપના’નું ગળતું જાય ધીમે ધીમે..
સપના વિજાપુરા
૦૫/૦૧/૨૦૧૩
13 Jul 2013
તો કહું
કાનમાં તું પાસ આવે તો કહું
પ્રેમ વાતો કૈંક આપે તો કહું
સાંભળીને ગાલ મારા લાલ થયાં
ગાલમા ચુંબન તું આપે તો કહું
એક છાની વાત મનમાં આમળે
ભેદ દિલનાં છૂપા રાખે તો કહું
આપવું છે આજ ઈજન પ્રેમનું
જે વચન આપ્યું તે પાળે તો કહું
ના નિહાળો આંખમાં વ્હાલમ ક્દી
મૌન ભાષા જો તું જાણે તો કહું
તારૂ ગણગણવું મધુ લાગે મને
કૈંક હું પણ કાન લાવે તો કહું
એક સપનું આંખંમાં ભીનું થયું
તું નથી, વિશ્વાસ આવે તો કહું
આમ કહું ને તેમ કહું “સપનાં” જુવે
તું સપનથી આવ સામે તો કહું
સપના વિજાપુરા
24 Jun 2013
સમી સાંજનાં સપનાં
મિત્રો,
સપનાંનો કારવાં ચાલતો રહે છે.. ફરી એક વરસ વીતી ગયું..સપનું બની ઊડી ગયું..આ સફર ૨૦૦૯થી શરૂ થઈ હતી અને હજું ચાલ્યાં કરે છે અને ચાલતી રહેશે..મરણાંત..મારાં કાવ્યરૂપી સપનાં ને ચાર વરસ થઈ ગયાં…હજું નાનું બાળક છે….હજું તો જવાની સુધી પહોંચશે…અને પછી પુખ્તતા સુધી..આ સફરમાં ઘણાં મિત્રો મળ્યાં એ સર્વની દિલથી આભારી છું…આ સપનાંની સફરમાં મારાં પતિએ અને મારાં દિકરાએ પણ ખૂબ સાથ આપ્યો એ બન્નેની પણ આભારી છું..હાં જો સપનાં ના હોત તો????
તો કદાચ ચાર વરસ પહેલાં આ બ્લોગ બન્યો ના હોત!!!આજ આપની સમક્ષ રજુ કરું છું “સમી સાંજના સપનાં” મારી ચોથી વર્ષગાંઠનાં દિવસે ..મારી એટલે મારાં સપનાંની….”ખૂલી આંખનાં સપનાં”ની વર્ષગાંઠ…
સપના વિજાપુરા
મુજ નયનમાં સજતાં સમી સાંજનાં સપનાં
પૂર્ણ થઈને સોહે ખૂલી આંખનાં સપનાં
થઈ સિતારો ચમકે ગઝલ આભમાં ઝગમગ
ચાંદ જેવાં શીતળ નરી રાતનાં સપનાં
ફૂલ, ફોરમ,બુટા જુહી વેલ મહેંકે હાથ
ખુશ્બુ આપે મેંદી ભર્યા હાથનાં સપનાં
ખૂબ નાનો પાલવ છે મારો છતાં ઈશ્વર
તું ભરી દે એમાં બધી જાતનાં સપનાં
ભીંજવી દઉં તરસી ધરા પ્રેમથી મારાં
વરસું હું મૂશળધાર કહે આભનાં સપનાં
રંક્ના જીવનમાં ન રોમાન્સ કે ડાન્સ
પેટભર રોટી એજ છે રાંકના સપનાં
સર્વ દિવસો પંખી બની દૂર ઊડી ગયાં
લાવું દિવસો પાછાં ફરી પાંખનાં સપનાં
ક્યાંક તૂટે ના સ્પર્શથી એજ ડર લાગે
ખૂબ નાજુક કાજળ ભરી આંખનાં સપનાં
કોઈપણ રોકી ના શકે બે હ્રુદય મળતાં,
વ્હાલભર્યા મધ મધુર એકાંતના સપના
સપના વિજાપુરા
21 May 2013
કોણ માનશે?
આપણે જે આઝાદીની હવામાં શ્વાસ લઈએ છીએ એની પાછળ કોઈ મા ના લાલનું ખૂન રેડાયું છે. એટલે આ અઝાદીને સસ્તી ના સમજવાની ભૂલ ના કરવી!! હર સૈનિક ની જિંદગી એક વાર્તા છે. ચાહે એ પ્રખ્યાત થયો કે નહીં!!આપણા માટે એ ભારત રત્ન જ છે.
હોય છે આંસુંમા પણ અગન કોણ માનશે?
તોય હસતાં રહે છે વદન કોણ માનશે?
મા કરી નેજવું દીકરાની છે રાહમાં,
કેટલાં એ કરે છે જતન કોણ માનશે?
લાશ આવી છે સરહદથી લોહી લુહાણ જે
કોઈ માંની આંખનું એ રતન કોણ માનશે?
હો પહેરા અહીં ટેરવે તે છતાં જુઓ
હોંઠ પર એમનાં છે કવન કોણ માનશે?
શીઘ્રતાથી ચડે છે એ પાછાં ફરે છે શીઘ્ર
થાય અભિમાનથી તો પતન કોણ માનશે?
રણ હ્રદયનાં સુકાયા છે એવાં ના પૂછજે
પ્રેમ ટીપું કરે છે જલન કોણ માનશે?
આગમન એમનું થયું હ્રદયની જમીન પર
લો મહેંકી ગયું છે સદન કોણ માનશે?
મોતથી આટલો પ્રેમ!! ‘સપના’ તું છે ખરી!!
તું ય રાખે છે ઘરમાં કફન કોણ માનશે?
સપના વિજાપુરા
12 May 2013
મા
મધર’સ ડે
સરનામું આપો બા
કાર્ડ મોક્લું
દુઆથી થૈ વિમુખ તારાં જવાથી માં
રડે મન જીવવાની પણ સજાથી માં
હવે ક્યાં એ વહાલો હાથ માથાં પર
જખમ એવાં, નથી ભરતાં દવાથી માં
જુનો જટ સાડલો સાગર હતો જાણે
મહેકે આજ પણ મન મારું હવાથી માં
કબર પર ફૂલ લાવી હું ગુલાબી માં
મહેકે બસ કબર બાદે સબાથી માં
સુનાં છે ઓટલા ને છે સુનાં ઝૂલા
ચડી છે લીલ મટકામાં જવાથી માં
શી રીતે ભૂલવાં પડખાંનાં એ છાલાં
છતાં શુકર સદા કર્યો ખુદાથી માં
ઉતારું ઋણ શેં ઉપકારનું એ માં?
ઘણાં ખુશ થયાં દૂર તારા થવાથી માં
થશે જન્નતમાં ‘સપના’ની મુલાકાત
પ્રતીક્ષામાં દિવસ એ કાઢવાની માં
સપના વિજાપુરા
૦૫/૧૨/૨૦૧૩
5 May 2013
બેડલું
છલક છલકતું રૂડું બેડલું
ચમક ચમકતું કરું બેડલું
નયન હસત ને હસે અંગ અંગ
સરક સરકતું ભરું બેડલું
હરખ હરખતી મટકતી ફરું
નવલ નવલ હું સજું બેડલું
પલળ પલળતી હરી ચૂંદડી
શરમ શરમથી મરું બેડલું
ઝણક ઝણકતું છે ઝાંઝર રૂડું
ઝણ ઝણ ઝણતું ઝરું બેડલું
ખનક ખનકતી હરી ચૂડલી
ખનક ખનકતું ખરું બેડલું
સપન સપનમાં ય ‘સપના’સજે
સપન સપનમાં ધરું બેડલું
સપના વિજાપુરા
૦૫/૦૩/૨૦૧૩
27 Apr 2013
લાડલી
કુમળી કળી એતો પિતાની લાડલી
છોડી ગઈ દુનિયાને માની લાડલી
સુંદર હતી એ ઢીગલી જેવી પરી
મહિના રહી ત્રણ આ ધરાની લાડલી
જોઉં હું પાનેતર પહેરાવી તને
ના સાત ફેરા, ના સખાની લાડલી
છે પારણું તારું સુનું, ભીનું હ્રદય
જાઉં હું ક્યાં ક્યાં શોધવાની લાડલી
‘સપના’ બધાં મારાં અધૂરા આંખનાં
તું દેવની પ્યારી મજાની લાડલી
સપના વિજાપુરા
૦૪/૨૫/૨૦૧૩
22 Apr 2013
ચપટી ઉજાસ
ઊંડા તિમિર મહી તારો ચપટી ઉજાસ
એ તો સમાજમાં લાવે નક્કી ઉજાસ
કાળા અજ્ઞાનનાં અંધારા દૂર થાય
આવે જો જ્ઞાનનો મટકી મટકી ઉજાસ
સૂરજ કિરણ ન વાદળ્ છૂપાવી શકે છે
ફેલાવશે એ અજવાળા છટકી ઉજાસ
કોની મજાલ કે રોકી રાખે પ્રકાશ?
ઘરની તિરાડમાંથી જાય ફટકી ઉજાસ
પુષ્પો હસે છે શબ્દોના તુજ જનસત્તામાં
ગુજરાત ઝળહળે આખું ચપટી ઉજાસ
‘સપના’ મળી ગયો છે સૂરજ આજ તો
કર કંકુનાં દિશા નવ ને અસલી ઉજાસ
સપના વિજાપુરા
16 Apr 2013
વસંતનાં વધામણાં
-
Browse
or










