3 Dec 2013

ગેસ્ટ થઈ ગયો

Posted by sapana

electric

આજનો દી’ વેસ્ટ થઈ ગયો
ઠીક ચાલો રેસ્ટ થઈ ગયો

ટાઢમાં ઈલેકટ્રીક બ્લેનકેટ
મીત્ર મારો બેસ્ટ થઈ ગયો

જોઈ લીધું મુખ તમારું
લો દી’ મારો બેસ્ટ થઈ ગયો

ડાંખળી લો એક એક બસ
લો મજાનો નેસ્ટ થઈ ગયો

જે હતો માલિક આ ઘરનો
જોત જોતા ગેસ્ટ થઈ ગયો

કોકનો મેસેજ કોઈને
બાપરે રે પેસ્ટ થઈ ગયો

ચાંદ આવ્યો દેશ મૂકી
ઈસ્ટનો એ વેસ્ટ થઈ ગયો

હાથ છોડી ગ્યા છે દુઃખમાં
લો સગાનો ટેસ્ટ થઈ ગયો

ધમધમાટ એ આકરો છે
સાથ એનો જેસ્ટ થઈ ગયો

થઈ ‘સપનાં’ની ઉજાણી
આજ યારા ફેસ્ટ થઈ ગયો

સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “ગેસ્ટ થઈ ગયો”

  1. ચાંદ આવ્યો દેશ મૂકી
    ઈસ્ટનો એ વેસ્ટ થઈ ગયો…અંગ્રેજી કાફિયાનો સુંદર પ્રયોગ… સરસ ગઝલ…

     

    અશોક જાની 'આનંદ'

  2. સરસ, હળવાશ.
    સરયૂ

     

    SARYU PARIKH

  3. સરસ,મન પ્રફુલ્લિત અને હળ્વું થઈ ગયું.આભાર.

     

    himanshu patel

  4. સુંદર્..અતિ સુંદર !
    અંગ્રેજી શબ્દો સાથે ગુજરાતી.
    ચંદ્રવદન્

    હવે….આવજો “ચંદ્રપૂકાર” પર !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. લો મજાનો નેસ્ટ થઈ ગયો…
    સરસ !

     

    Pravin Shah

  6. હુ મજાનો હ્તો પણ મેશ (mesh) થઈ ગયો.
    બહુ જ સરસ.

     

    Iqbal Dantreliya

Leave a Reply

Message: