19 Nov 2013

કાજલ ઓઝા વૈદ

Posted by sapana

photo(140)
“કાજલ ઓઝા વૈદ એક ધારદાર લેખિકા છે” શ્રીમતી ડો. મધુમતી મહેતાના મુખથી જ્યારે કાજલ ઓઝા વૈદની ઓળખાણ સાંભળી ત્યારે આગળ કાંઈ કહેવાનું રહેતું જ નથી એક વાક્યમાં ઘણું બધું કહેવાય ગયું.
શિકાગોના સાહિત્ય પ્રેમીઓને   ડો અશરફ ડબાવાલા તથા ડો. મધુમતી મહેતાએ કાજલ ઓઝા વૈદ સાથે સંવાદ કરવા આર્ટ લીવિંગ સેન્ટરમાં ભાવભીનું આમંત્રણ આપ્યું.શિકાગો આર્ટ સર્કલ અવાર નવાર સાહિત્યકારોને આમંત્રણ આપી સાહિત્ય પ્રેમીઓને રસથાળ પીરસતું રહે છે.
ઓકટોબર એટલે હલોઈનની  ભેકાર રાત્રી..પાનખરની રાત્રી..પીળા પાંદડા હવામાં ઊડે અને ઠંડીની શરૂઆત…હવામાં નીરાશા હતી.પણ જ્યારે આર્ટ લીવીંગ સેન્ટરમાં દાખલ થઈ તો.ડો મધુમતીના શબ્દો કાને અથડાયા..”કાજલબેન એક ધારદાર લેખીકા છે ” ત્યારે ઉદાસી અડધી ગાયબ થઈ ગઈ.માઈક જ્યારે  કાજલબેનના હાથમાં આવ્યું અને એમણે બોલવાનું શરૂ કર્યુ તો બાકીની ઉદાસીનતા પણ છૂમંતર થઈ ગઈ.
કાજલબેને પોતાના પુસ્તકો પરિચય આપ્યો …કૃષ્નાયન અને દ્રોપદી વિશે વાતો ચાલી..
કાજલ ઓઝા વૈદ એક પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવે છે.એ સ્ત્રી ચેતના વિષે ચર્ચા કરે છે ત્યારે મને વિચાર આવે છે કે  આ સમાજે  સ્ત્રીને એક સેકન્ડ ક્લાસ સીટીજન તરીકે રાખી છે. મનની સ્વતંત્રતાની જરૂર છે. સ્ત્રી એક દીકરી,એક બહેન,એક પત્ની એક મા સિવાય એક સ્ત્રી પણ છે…એનું પોતાનું એક અસ્તિત્વ છે..ઓળખાણ છે..જે સમાજ ભૂલી જતો હોય છે.જ્યારે આવાં પ્રકારની ચેતનાની વાત સાંભળી એ તો સ્ત્રી હોવાનો ગર્વ અનુભવાય છે…
સ્ત્રી તથા પુરુષ દરેક જીવનનાં ઘણાં તબક્કાઓમાંથી પસાર થાય છે.દરેકના જીવનમાં સારા નરસા પ્રસંગો બને છે..હર જિંદગી એક કહાની હૈ..એમ કાજલ ઓઝા વૈદની પણ એક કહાની છે…મોટાં ભાગની સ્ત્રીઓ પોતાનાં અતિતથી ભાગતી રહે છે..જ્યારે કાજલ ઓઝા વૈદ પ્રમાણિકપણે સહજતાથી અને સરળતાથી પોતાનાં ભૂતકાળની વાતો કરે છે..અને એ વાતો કરતાં કોઈ ભય કે અચકાટ અનુભવાતાં નથી. કોઈ પણ સ્ત્રી કે પુરુષને એટલી તો સ્વતંત્રતા હોવી જોઇએ કે કોઈ પણ જાતનાં ભય વગર નિખાલસતાથી પોતાની વાત કોઈને કહી શકે…

કાજલબેનનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે..એમણે ૨૦૦૫ થી લખવાનું ચાલુ કર્યુ..અત્યાર સુધીમાં એમનાં છપ્પન પુસ્તકો પ્રકાશિત થયાં છે.ગુજરાતમાં કોઈ પણ સાહિત્યકાર નાં આટલા ટૂક સમયમાં આટલા બધાં પુસ્તકો પ્રકાશિત થયાં હોય એવું મેં નથી સાંભળ્યું.એમાં કૃષ્નાયનનું તો જુદી જુદી ભાષામાં અનુવાદ પણ થયેલું છે.

કાજલબેન હમેશા મને પ્રેરણા આપે છે.મારી કલમ અને મારાં ટેરવાને નહીં અટકવાની સલાહ આપે છે.હું આભારી છું ડો. અશરફભાઈ ડબાવાલાની તથા ડો. મધુમતી મહેતાની કે  દુનિયાના સાહિત્યકારોને એ આમંત્રણ આપે છે અને શિકાગોના સાહિત્ય પ્રેમીઓને સાહિત્યરસ માણવાનો મોકો મળે છે.

કાજલબેન એક કલાક સુધી અચકાયા વગર બોલતા રહ્યા અને પોતાનાં વક્તવ્યથી સર્વને ઝકડી રાખ્યાં..પછી સવાલ જવાબનો સીલસીલો ચાલુ થયો..શ્રોતાઓ એ ઘણાં રસપ્રદ સવાલ કર્યા અને કાજલબેને એનાં સચોટ જવાબ આપ્યા હતાં.

છેલ્લે એમનાં સંવાદમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કાજલબેન પ્રમાણિક લેખિકા છે..માણસ જો પોતાની સાથે પ્રમાણિક ના હોય તો પ્રમાણિકપણે  લખી ના શકે એટલે માણસે પ્રમાણિક બનવાની જરૂર છે…કાજલબેનની સાથે મારી બીજી મુલાકાત હતી.પણ જ્યારે પણ હું એમને મળી ત્યારે નવો જુસ્સો અને નવી પ્રેરણા લઈ નીકળી છું…
સપના વિજાપુરા
_________________

Subscribe to Comments

8 Responses to “કાજલ ઓઝા વૈદ”

  1. વડોદરા ખાતે મારે તેમને બે વાર મળવાનું અને તેમને સાંભળવાનું થયું છે… ખરેખર તે અનન્ય છે… તેમનું વક્તવ્ય તમને જકડી રાખતું હોય છે..

     

    અશોક જાની 'આનંદ'

  2. અદભૂત લેખિકા…તેમના પુસ્તક વાંચુ છું…

     

    dilip

  3. dearest Sapna ji…
    Sachhi vaat ne mai tau Sau Pratham Kajal bahnen ne Gujarat Mahostav Bhavnager khate Poojya Moorari Bapu na sanidhyama babe Durandharoo..Dr Sharad thaker n Jay Vasavada pachi Audio-cassett ma sambhlya dil ek daam Bagh-bagh thayi gyu…Bahen mate khubaz MAAN ..aam tau joke Naam Sambhalyu j hatu ne jaan paan ke khubaz Saru lakhe che..
    Appne tau haar Varas Saubhagya prapt thaye che ke aap roobru mali shako cho.
    Last year aap thaki jaan thayi paan Kajal bahen LA hatta ..Birth Day ni uzavanima ne we were @Findlay Ohio Other corner..
    kindly convey my Heartiest Blessings n Best Wishes too..
    gbu jsk jmj jj
    Dadu….@7.41 am 19.11.13…USA….(Bridgeport)..

     

    sanatkumar dave (Dadu)

  4. કાજળબેન વિષે જાણી ખુશી.
    એક લેખીકા…એક નારી…એક આત્મા
    મારા વંદન.
    એમના લખેલા પુસ્તકો વાંચ્યા નથી પણ જે વિષે અનેક લખે છે તો સુંદર પુસ્તકો વાંચવાનો લ્હાવો મળશે એવી આશા.
    બસ..જે વાંચ્યું તેથી પ્રભાવીત થઈ નીચેના શબ્દો….>>>

    કાજળ ઓઝા વૈદ એક નારી પ્યારી,
    કાજલ ઓઝા વૈદ એક લેખીકા ન્યારી,

    ભય વીના,સ્વત્રંતા સાથે લખે એ નારી કહાણી,
    જે બને પુસ્તકો અને એ બને સૌનિ પ્યારી,

    જીવનની સારી નબળી ઘટનાઓ એ કહે,
    વાંચી, સૌના હૈયે આનંદ આનંદ વહે,

    ૫૬ પુસ્તકો કાજળે લખી પુર્ણ કર્યા,
    એવા કાજળ-શબ્દોમાં એના જ હ્રદયભાવો રહ્યા,

    અન્ય નારીઓ માટે કાજળ પ્રેરણાદાયક બને,
    ીવું જાણી, ચંદ્ર કાજળને વંદન કરે !

    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sapanaben….It was nice of you to inform about KAJALBEN.
    Please EMAIL this Response to Kajalben.
    Inviting ALL to Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. સપના દીદી તમે લકી છો કે એક સ્ત્રી શક્તિ બીજી સ્ત્રી શક્તિ ને મળી સકે છે હજુ મને તેમને જોવા સાંભળવા ના મળ્યા નથી

     

    Rekha patel

  6. Well said !

     

    Shenny Mawji

  7. સાહિત્ય પ્રેમી પરિવાર અને તેનો લાભ , એટલે આપની આ ત્રિપુટી.
    સુશ્રી કાજલબેન આજે તેમની કલમ દ્વારા , ગુજરાતી વાચકોના ચહિતા
    બની ગયા છે. તેમની ઘણા જ ઓછા સમયમાં મેળવેલી આ સિધ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. Sundar rachna

     

    m Panchal

Leave a Reply

Message: