Category Archives: સાહિત્ય સમા્ચાર

સહિયારુ સર્જન- ૨૫ સર્જનો પુરા થયા –એક સિધ્ધિ-વિજય શાહ

LBR 7 JPG

શ્રી વિજયભાઈ શાહને મારાં હ્ર્દયથી અભિનંદન!વિજયભાઈએ ૨૦૧૦માં જ્યારે ત્રીજી નવલકથા ‘લીમડે મોહાયુ રે મારુ મન’માં મને એક પ્રકરણ લખવા માટે આમંત્રણ આપ્યું ત્યારે મારાં દિલમાં
આનંદનો અતિરેક થઈ ગયો. અને ઝટપટ પ્રકરણ લખી મોકલી પણ આપ્યું.એમ કહી શકાય કે વિજયભાઈએ સાહિત્યના માર્ગ પર પહેલું ડગલું મૂકવામાં મદદ કરી.ત્યારબાદ “શૈલજા આચાર્ય”માં પણ ત્રણ પ્રકરણ લખ્યાં અને લખવાની પિપાસા વધતી ચાલી..આજ જ્યારે વિજયભાઈએ ૨૫ ઈ બુક્સ બનાવી ત્યારે હું પણ સાહિત્ય જગતમાં મારાં બે ગઝલ સંગ્રહ લઈ આવી.વિજ્યભાઈ સાથે જ્યારે વાત કરું ત્યારે લખવાનું નવું બળ અને નવો જુસ્સો જાગે છે. એમની સાથે ‘શૈલજા આચાર્ય’ના પ્રકરણ લખતી હતી ત્યારે એમણે મને એક સોનાની સલાહ આપી હતી. કે “જ્યારે લખવા બેસો ત્યારે એ પાત્ર બની જાઓ, પણ લખવાનું બંધ કરો ત્યારે એ પાત્રમાંથી આબાદ બહાર નીકળી જાઓ.’અને આ સલાહ કલેજા સાથે લગાવી મેં એક લઘુ નવલકથા બનાવી “ઘૂઘવતાં સાગરનાં મૌન” અને એ જન ફરિયાદ સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ..વિજયભાઈ મારાં માટે પ્રેરનાનું કામ કરે છે…ફરી એકવાર અભિનંદન બધાં લેખકોને અને વિજયભાઈને પણ…
સપના વિજાપુરા

લીમ્કા બુક ઓફ રેકોર્ડ”- ૨૦૧૫માં સ્વિકૃત થયેલ સર્જન ધારા રેકોર્ડ

સહિયારું સર્જન’ના વિકાસની ક્રમિક વિગતો

ક્રીયેટ સ્પેસ.કોમ ઉપર પ્રકાશન સુવિધા અને તકનીકી વિકાસ ને પરિણામે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધીમાં સહિયારા સર્જને કરેલા વિવિધ પ્રયોગોને કારણે ૩ વર્ષનાં ટૂંકા ગાળામાં ૨૫ સર્જનો થયા તે હકીકત, લેખક મિત્રોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને આદર વ્યકત કરે છે.

.photo 4

અગાઉનાં લેખોમાં ( ¨“સહિયારું સર્જન” : એક દિશાનિર્દેશ સહિયારું સર્જન: વિકાસના પંથે )

સહિયારી સર્જન યાત્રાનો ઇતિહાસ અપાયો હતો. અત્યારે આ વિગતો સાથે જોડાયેલી અન્ય બાબતો વિગતે આપવા મથું છુ અને તે છે આ સર્જનો દરમ્યાન ભાગ લેનારા લેખકોના પ્રતિભાવો તથા આ સર્જન યાત્રાનાં ફળ સ્વરૂપે થયેલ વિકાસની કહાણી.

તકનીકી સહાયનાં વિકાસને( www.createspace.com,  www.amazon.com)કારણે આ સર્જન હ્યુસ્ટન બહાર પણ વિસ્તર્યુ. ન્યુ જર્સીથી ડૉ નીલેશ રાણા અને મોના નાયકે કહાણી લખી. એટલાંટાથી અનીલ શાહ, મીલીપીટાસ કેલીફોર્નીયાથી પ્રજ્ઞાબેન દાદભાવાલા અને કલ્પના રઘુએ પોતાની કલમ ચલાવી. મીકેનીક્સ પેન્સીલ્વનીયામાંથી ડો લલિત પરીખ, શિકાગોથી સપનાબેન વિજાપુરા લખતાં જ્યારે ડેલાવરથી રેખા પટેલ (વિનોદિની), ટેનેસીથી રેખાબેન સિંધાલ અને લંડનથી નયનાબેન પટેલ લખતાં થયાં. ભૂજથી પ્રભુલાલ ટાટારિયા અને પારાદીપથી (ઓરિસ્સાથી ) નીલમ દોશી લખતા થયા.

આ પ્રક્રિયા ઘણી જ ધીરજ અને ખંતપૂર્વક વિચારોનું આદાન પ્રદાન અને સમન્વય માંગે છે. કારણ કે ઘણી વખત મતભેદ અને મનભેદ થઇ શકે છે. મુખ્ય લેખક વાર્તાને અનુરૂપ સુધારા કરે તે લેખક્ને પસંદ પડે ના પણ પડે અને ત્યાં મુખ્ય લેખકનું મહત્વ વધી જતુ હોય છે. એક પુસ્તક તૈયાર કરવામાં જે ખંત અને કાળજી લેવાતી હોય છે તે નીચેનાં ફ્લો ચાર્ટ્માં બતાવી છે. Continue reading