27 Oct 2013

ભૂલી જાઉં છું

Posted by sapana

confused-girl1

સાવ નાની વાત ભૂલી જાઉં છું
ચીજ રાખી કયાંક ભૂલી જાઉં છું

વાર છે ક્યોં આજ ભૂલી જાઉં છું
ને સવારે રાત ભૂલી જાઉં છું

ક્યો જખમ ક્યા મિત્ર થકી મળ્યો છે એ
વાતનો અંદાજ ભૂલી જાઉં છું

પાનખર આવી ગઈ છે તો હવે
હું વસંતી છાબ ભૂલી જાઉં છું

મોત છે નજદીક તો ફરિયાદ શું?
તે કર્યુ શું ચાલ ભૂલી જાઉં છું

ચાલને કોઈ ગઝલ લખીએ એ દિલ,
કાફિયાની જાત ભૂલી જાઉં છું

કોણ ‘સપના’ ક્યાથી આવી એ હશે
આ સવાલો ખાસ ભૂલી જાઉં છું

સપના વિજાપુરા

Subscribe to Comments

9 Responses to “ભૂલી જાઉં છું”

  1. નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

    હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

    અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો

    ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

    કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો

    બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

    ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી

    ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

    હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

    ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

     

    hitesh joshi

  2. સપનાબેન…એક સરસ રચના થઈ..અભિનંદન !
    “ચંદ્રપૂકાર” પર ફરી આવવા વિનંતી.

    જે ભુલાઈ ગયું તે યાદ શાને ફરી કરવું ?
    જે આજે યાદ છે તેની જ સાથે હવે જીવવું,
    અરે, હું તો કહું યાદમાં પણ ના થોભી જવું,
    ફક્ત પ્રભુનું જ હર ઘડી સ્મરણ કરતું રહેવું,
    જો જીવનમાં પ્રભુનું નામ કદી ના ભુલાયુ,
    તો, માનજો કે તમ જીવન જગમાં સફળ થયું !
    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  3. સપના,
    બહુ સરસ રજુઆત. ‘ભૂલી જઉં’ એ એક આશીર્વાદ તેમજ્ તકલીફ આપનાર છે. ચીજ મૂકી ને ભૂલી જાવ એ તકલિફ અને જખમો આપ્યા હોય એ વિસારવા… સરસ વાત.
    સરયૂ

     

    SARYU PARIKH

  4. સરસ અને સરળ ભાષામાં ગમી ગઝલ.

     

    himanshu patel

  5. કોણ ‘સપના’ ક્યાથી આવી એ હશે
    આ સવાલો ખાસ ભૂલી જાઉં છું…સુંદર.. હવે આ વધતી ઉમરનો અણસારો છે…!!

     

    અશોક જાની 'આનંદ'

  6. ચાલને કોઈ ગઝલ લખીએ એ દિલ,
    કાફિયાની જાત ભૂલી જાઉં છું….

     

    શૈલેશ જાદવાણી

  7. ખૂબ જ સરસ રીતે મનની વાત ગઝલ થઈ ગઈ.

    નવું વર્ષ આપને તથા પરિવારને ખુશીઓથી ભરી દે એવી શુભેછા સાથે શુભ દીપાવલી.

    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  8. કોણ ‘સપના’ ક્યાથી આવી એ હશે
    સુંદર ગઝલ !

     

    Pravin Shah

  9. Wah Khoob Somewhere I see myself in this

     

    Shenny Mawji

Leave a Reply

Message: