2 Sep 2013

આંસું

Posted by sapana

tear-drop-eye-126636

આજ અચાનક એક આંસું દડી,
મારાં હોઠ પર આવી ગયું
આંસું ખારું કેમ ના લાગ્યુ??
હાં કદાચ દિલનાં દરિયાની
ખારાશ ઓછી થઈ હશે?
કે પછી જે સપનાનું
બીયારણ કર્યુ એનાં પર
ખુદાની રેહમતની વર્ષા થઈ હશે..
આ આંસું ખારું કેમ નથી???
શું ઉદાસીનું હવે
સોડીયમ ક્લોરાઈડમાં
રુપાંતર નહી થતું હોય?
સપના વિજાપુરા

Subscribe to Comments

3 Responses to “આંસું”

  1. ખુદાની રેહમતની વર્ષા થઈ હશે..
    આ આંસું ખારું કેમ નથી???
    સંવેદનશીલ અછાંદસ આંસૂનું રસાયણ વ્યક્ત કરતું…..અંતઃકરણ્ને સ્વચ્છ કરી દેતાં આસૂ
    એક પન્ક્તિ પાદ આવી..
    મારા ભાવના આંસૂ આજે વહો, મન મૂકીને ભાવ સાગરમાં
    મારી કર્મ સરિતા આજે વહો, મન મૂકીને કર્મ સાગરમાં

     

    dilip

  2. સરસ એક ભાવ લઈ સર્યું આ આંસુ…સુશ્રી સપનાબેન

    આંસુ વિશે તો પુરાણ લખાય તેવી તેની વૈવિધ્યતા છે. કવિ , કલાકાર ને સર્જક ને સૌ કોઈ..દુખ ને આનંદ સાથે ભાવભીંનો થાય કે તે હાજર…આ ભાવ આંસુ ને જો ડુંગળી કાપીએ ને જે આંસું આવે તેને આજનું વિજ્ઞાન રિફ્લેક્સ આંસું કહે છે. વિજ્ઞાને આંસુંમાં ૯ ટકા જેટલું મીઠું માપ્યું છે. ભાવના વખતે વહેતાં આંસુંમાં પ્રોટીન વધારે હોય છે.
    બાઈબલનું એક વાક્ય ખ્યાત છે….જે આંસુંમાં વાવણી કરશે એ આનંદની લણણી કરશે.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  3. શું ઉદાસીનું હવે
    સોડીયમ ક્લોરાઈડમાં
    રુપાંતર નહી થતું હોય?…સુંદર અભિવ્યક્તિ, ગમેી……

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: