« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

27 May 2009

કણી

Posted by sapana. 5 Comments

કણી

હું હતી કાજળ કમળ તમ આંખમાં,

ખૂચું છું જાણે કણી તમ આંખમાં.

શ્વાસથી મારાં નિસાસા છે ઝરે,

હા સમાવી જાવુ’તુ તમ શ્વાસમાં.

છે પડ્યા છૂટાં એ પડછાયા હવે,

ચાલવુ’તુ હાથ રાખી હાથમાં.

આંસુની ધારા થઈ એ વા ઝર્યા,

હા બની તલ મા લવું તુ ગાલમાં.

આંખમાં છે લાંબા પડછાયા હવે,

આંખ ના સપનાં થવું તુ રાતમાં.
છંદ ગાલગાગાગાલગાગાગાલગા
સપના

25 May 2009

એકલતા

Posted by sapana. 3 Comments

એકલતા

લાગણી એટલે જ એકલતા,

પ્રેમનો અર્થ છે જ એકલતા.

આગ છે ધ્યાનથી જો ભીતરમાં

અગ્નિનો અર્થ છે જ એકલતા.

માત્ર છોડ્યા અધૂરા સંબંધો,

મોતનો અર્થ પૂર્ણ એકલતા.

હોય છો સંગ સંગ રાહતમાં,

વેદના છે અપાર એકલતા.

આંખ ખૂલે છવાય ટોળાઓ,

સપનાંમાં સમાય એકલતા.

સપના મરચંટ
છંદ ગાલગાગાલગાલગાગાગા

19 May 2009

કણ કણમાં તું

Posted by sapana. 5 Comments

પંખી ટહુક્યુ

મનમાં પીડા ઊઠી.

શું સંબંધ

મનનો અને

પંખીનાં ટહુકવાનો?

ફૂલો ખીલ્યા

મન મારૂ મહેક્યું.

શું સંબંધ

મનનો અને

ફૂલો ખીલવાનો?

સૂરજ ડૂબ્યો,

મન મારૂ ડુબ્યુ.

શું સંબંધ

મનનો અને

સૂરજ ડૂબવાનો?

તું જ સમજાવ મને.

કે પછી

તું છે કણ કણમાં?

સપના

17 May 2009

આવ તું

Posted by sapana. 5 Comments

આવ તું

હું પણુ ભૂલી જઈ ને આવ તું,
હા અહમને માત દઈને આવ તું.
પ્રેમનો આભાસ આપી ને ગયો,
પ્રેમનું સ્પન્દન  લઈ ને આવ તું.
મૌનથી થાકી ગઈ છું હું હવે,
પ્રેમની ભાષા લઈ ને આવ તું.
આંખ ના ઊંડાણમાંથી નીતર્યા,
આંખનાં મોતી થઈ ને આવ તું.
સપના આ પૂરા થશે સંભાવના,
સપનાની આંખો બની ને આવ તું.

સપના

16 May 2009

મોબાઈલ

Posted by sapana. 2 Comments

મોબાઈલ

મુંગો પડેલો

આ મોબાઈલ,

જાણે મરી ગયો લાગે.

તારો અવાજ સાંભળવા

તરસી ગયો લાગે,

વાગી રીંગ અને,

તારો અવાજ સાંભળી,

ખનગની ગયો લાગે.

આ મોબાઈલ મને

તારા જેટલો વહાલો લાગે.

સપના

15 May 2009

પ્રેમ અગ્ની

Posted by sapana. 6 Comments

પ્રેમ અગ્ની (કેવો ન્યાય?)

નાદિયાને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર પડી ગઈ.બેભાન નાદિયાને ઘરનાં લોકો ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.નાદિયા હોંશમાં ન આવી.એમ્બયુલન્સ બોલાવવામાં આવી.જલ્દીથી હોસ્પીટલ પહોંચાડવામાં આવી. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા.ડૉક્ટરે નાદિયાના પપ્પાને એક બાજુ લઈ જઈને કહ્યુ કે નાદિયાએ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો.વધારે પડતી ઊંઘની ગોળીઓ લીધી હતી.ઘરનાં સર્વ લોકો ઉપર જાણે વીજળી પડી.
નાદિયા હૈદરભાઈની ચોથા નંબરની દીકરી હતી.હૈદરભાઈને આઠ બાળકો હતા.છ દીકરીઓ અને બે દીકરા.ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ગયેલાં. ચોથી નાદિયા પછી શમા અને સાયરા.નાદિયાનાં આવા પગલાંથી ઘરમાં શોકનું વાતા વરણ છવાઈ ગયું. હૈદરભાઈએ પોતાની દીકરીઓને ઘણી પ્રેમથી રાખેલી.જ્યારે મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ઓછાં હકો આપવામાં હતા ત્યારે દીકરીઓને ભણાવીને ઊંચી પદવીઓ અપાવી.છ દીકરીઓ હોવા છતાં બધીને ખૂબ લાડથી રાખી.
હૈદરભાઈને એક જટકો લાગી ગયો.થું ખોટું થયુ? સમજ પડતી ન હતી.સુની સુની આંખોમાં ઘણાં સવાલ હતા.નાદિયાને ઊંઘની ગોળી સુવાડી ન શકી, તે સલામત ઘરે આવી.શમા અને સાયરા પુસ્તક લઇને વાંચવાનો ડહોળ કરતા હતા. નાદિયા આવીને એમની સાથે બેસી ગઈ.બન્ને બહેનો ચુપ હતી. ગુસ્સામાં પણ હતી. નાદિયાના પગલાં પર ગુસ્સો હતો.બધી બહેનો એક્બીજાથી કશું છુપાવતી ન હતી.અને આ થું થઈ ગયુ? નાદિયા હસી. બહેનો ન હસી શકી નાદિયાએ માફી માંગી.
પછી પોતાની વાત કરી.નાદિયાએ કહ્યુકે એ ઈન્દરને પ્રેમ કરતી હતી.ઈન્દર હિન્દુ છોકરો હતો.સમાજનાં ડરથી નાદિયાએ આ પગલું ભર્યુ.એ ઈન્દર વગર રહી શકે એમ નથી. ઈન્દર કોલેજનો દેખાવડો અને હોશિયાર છોકરો હતો.પણ છોકરીઓ સાથે રમત રમાડવામાં પણ પહેલો નંબર હતો.કોલેજની યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવી અને તેમની લાગણી સાથે રમવું એજ એનો ધંધો હતો.આખો સમય કોલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. નાદિયાને એની કોઈ પણ ખોટી આદત ખોટી લાગતી ન હતી,કારણ કે એ પ્રેમમાં હતી.પ્રેમ આંધળો હોય છે.નાદિયાને ખબર ન હતી કે એ એની લાગણી સાથે રમતો હતો.
હૈદરભાઈ ગભરાઈ ગયેલા.એમણે નાદિયાને સમજાવીને કહ્યુ

” બેટા,જો ઇન્દર તારી સાથે લગ્ન કરવા  તૈયાર હોય તો મને વાંધો નથી,સમાજ અને ધર્મની વિરુધ જઈને તારા લગ્ન ઈન્દર સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતા વધારે છે.પણ તુ ઈન્દર સાથે લગ્નની વાત કરી લે જે.”

નાદિયા તો ખુશીથી પાગલ થઈ ગઈ.નાદિયા હવે ઇન્દર સાથે છૂટથી હળતી મળતી.પણ પોતાની સીમા કદી ઓળંગતી નહિ.એને ઈન્દરનેએ દિવસે ઘરે બોલાવ્યો.ઈન્દર આવ્યો. શમા કોલેજ ગઈ હતી.સાયરા અગાસીમાં બેસીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી .નાદીયાની મા ,ગુલશનબેનને દમનો રોગ હતો, એ પોતાનાં ઓરડામાં આરામ કરી રહી હતી.નાદિયા આજે ખુશ હતી.આજે એ ના પ્રેમની જીત થવાની હતી.એને ઈન્દર માટે કોફી બનાવી.

કોફી પીતા પીતા નાદિયા  બોલી”ઈન્દર હું તને એવા સમાચાર આપવાની છું કે તું ખુશીથી પાગલ થઈ જઇશ.”

ઈન્દર બેફીકરીથી બોલ્યો “શૂં સમાચાર?”

નાદિયા તો પોતાનાં પ્રેમમાં મસ્ત હતી.તેણે ઈન્દરનો હાથ પકડીને કહ્યુ

“પપ્પાએ લગ્ન કરવાની રજા આપી છે. તું કહે ત્યારે આપણે કોર્ટ મેરેજ કરી લઈયે.”

નાદિયા એક શ્વાસે બોલી ગઈ.ઈન્દર આને માટે તૈયાર ન હતો.બનાવટી સ્મિત કરીને  એ બોલ્યો

” શું ઉતાવળ છે, બધું સમય આવ્યે થઈ જશે.”

નાદિયા થોડી નિરાશ થઈ.પણ ફરી વાર બોલી

” ઈન્દર મારે મારી બહેનોનું પણ વિચારવાનુને, હું જલ્દી લગ્ન કરું તો એમના વિષે પપ્પા આગળ વિચારી શકે.”

ઈન્દર એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો

” જો નાદિયા હું હમણાં લગ્ન કરી શકુ નહી. મારી નાની બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી મારે લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.તું તારી નાત ના છોકરા સાથે લગ્ન કરી લે. મને વાંધો નથી.આપણે બન્ને મિત્રો તરીકે રહીશુ.”

તેના ચહેરા ઉપર લુચ્ચું સ્મિત હતું.હવે નાદિયા સમજી ગઈ.ઈન્દર એ ના જેટલો ગંભીર ન હતો.નાદિયાને સમજ ન પડી એને કેવી રીતે સમજાવવો. એને કેવી રીતે કહે કે એ ઈન્દર વગર જીવી નહિ શકે.

નાદિયાને જીવવું બેકાર લાગ્યું.ધીમેથી સ્મિત કરી ઊભી થઈ.વરંડામાં ગઈ.વરંડામાં બે બાજુથી દરવાજા હતા. એક મોટી બારી જે ડાઇનીંગ રુમમાં ખૂલતી હતી. ઈન્દર ડાઇનીંગ રુમમાં બેઠો હતો.નાદિયાએ બન્ને દરવાજા અંદર થી બંધ કરી લીધા.ત્યાં કેરોસિનની બાટલી પડી હતી,તેણે શરીર ઉપર કેરોસિન છાંટી લીધું..અને દીવાસળી ચાંપી દીધી.હવે નાદિયાનું શરીર ભડકે બળી રહ્યુ હતુ.સાયરાને અગાસીમાંથી ભડકા દેખા્યા.દોડીને નીચે આવી.નાદિયાથી બળતરા સહન ન થઈ,દરવાજાની આંકડો ખોલી નાંખ્યો.

ઈન્દર ત્યાં થી રફુચક્કર થઈ ગયો.

સાયરાએ બ્લેન્કેટથી નાદિયાને ઢાંકી દીધી.શમા કોલેજથી ઘરે આવી રહી હતી. રસ્તામાં પડોસણ લાભુબેન મળ્યાં એ કહે “શમા, જલ્દી ઘરે જા તારા ઘર ઉપર ક્યામત ઉતરી છે.શમાના હાથમાંથી પુસ્તકો પડી ગયાં એ ઘર તરફ દોડી. ઘરમાં નાદિયાની અર્ધ બળેલી લાશ પડી હતી. જેમાંથી ચામડી બળવાની દુર્ગંધ આવી રહી હતી.શમાની જાણે છાતી ફાટી જશે એવું લાગ્યું.એમબ્યુલન્સ આવી. થોડી વારમાં નાદિયા હોસ્પીટલમાં હતી. તેનાથી હાયકારો નંખાઈ ગયો. એ હોસ્પીટલ તરફ ભાગી.
નાદિયા ખરાબ રીતે બળી ગઈ હતી.બચવાની કોઈ આશા ન હતી. હૈદરભાઈની આંખોમાં ચોધાર આંસું હતા.નાદિયા થોડી વાર માટે હોંશમાં આવી.પપ્પા બાજુમાં બેઠા હતા.પપ્પાને જોઈને બોલી

” પપ્પા મને બચાવી લો, મારે એ ખોટા માણસ માટે નથી મરવું.”

પપ્પાએ કહ્યુ

“બેટા તને જરૂર બચાવી લઈશ.”

નાદિયા ફરી બોલી

” પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?”

પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતા.એ બોલ્યા

” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”

નાદિયાએ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ.
હૈદરભાઈ અને ગુલશનબેન આ ગમ ભુલી ન શક્યા. કોઈની રમતને લીધે એની દીકરીની જાન ગઈ.કે નાદાનીયત થી દીકરીએ  તેની જાન ખોઇ તે દ્વીધામાં આખી જિંદગી જીવશે.

નાદિયા પ્રેમ અગ્નીમાં હોમાઈ ગઈ. ઈન્દર પોતાની પત્ની અને બાળકો સાથે સુખી છે.

આ ઉપરવાળાનો કેવો ન્યાય..?
સપના વિજાપુરા

13 May 2009

કાંટાળો માર્ગ

Posted by sapana. 5 Comments

પ્રીતનો માર્ગ છે કાંટાળો ઓ સાહેબા,

પાનીયું તમારી સંભાળો ઓ સાહેબા.

મેંદીના રંગ ઊતર્યા ઓ સાહેબા,

મેંદી ઘૂંટીને લાળો ઓ સાહેબા.

પંખીડા આઘે નીકળી ગયા ચણવા,

હુનો હુનો પડ્યો માળો ઓ સાહેબા.

નદિયું ઉભરાણી રે વહાલની,

બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.

મેઘલો વરસે મન મૂકીને ચોધાર,

તરસ્યાં રુદડા લાળો ઓ સાહેબા.

ઇમા મારું રુદ્ડુ છે બંધ સાહેબા,

તન મારું હાચવીને બાળો ઓ સાહેબા.

‘સપના’ની આંખ્યું નીતરે આંહુડાથી,

રૂમાલ તમારો પલાળો ઓ સાહેબા.

સપના વિજાપુરા

 

11 May 2009

તું નહીં સમજે

Posted by sapana. 5 Comments

તું નહીં સમજે

વ્યાકુળતા મારાં દિલની તું નહીં સમજે,

વિહ્વળતા મારાં દિલની તું નહીં સમજે.

સાગર સુધી પહોંચ્યા નહીં ,સુકાયા વચ્ચે,

વ્યથા સરીતાના જળની તું નહીં સમજે.

એકલો પડ્યો એ તારા ગાલ ઉપર,

એકલતા તારા તલની તું નહીં સમજે.

મળ્યા હતા જ્યાં બે હ્રદયો મદહોશીમાં,

અસ્થિરતા તે સ્થળની  તું નહીં સમજે.

જેટલો સ્નેહ દિલમાં છે,ન વરસી શક્યો,

તૃષ્ણા તે વાદળની તું નહીં સમજે.

છૂટ્યા’તા હાથમાંથી હાથ આપણાં,

વેદના  એ પળની  તું નહીં સમજે.

તૂટ્યું વિશ્વાસનું વાંસણ, હતું કાંચનું,

ખૂંચે કરચો છળની તું નહીં સમજે.

મળીશ ક્યારે? નો શો જવાબ આપું તને,

વેદના આ સવાલની તું નહીં સમજે.

સાથ આપણો આટલો જ હતો વહાલમ,

પીડા આ પાગલની તું નહીં સમજે.

સપના

9 May 2009

હિંચકો

Posted by sapana. 9 Comments

હું મારાં

બગીચાનાં હિંચકાઉપર બેસીને,

સૂરજને આથમતો જોઉં છું.

મારી જમણી તરફની

જગ્યા ઉપર હાથ

રાખીને જોઉં છું.

ત્યાં તું નથી.

અગણિત સૂરજો

જીવનનાં આથમી ગયાં.

હું હજી હિંચકા ઉપર બેસી,

જમણી તરફ

તારું અસ્તિત્વ શોધું છું.

તું ત્યાં નથી.

હું હંમેશ

જમણી બાજુ

ખાલી રાખીશ.

કદાચ તું આવે તો?

સપના

9 May 2009

યાદ

Posted by sapana. 1 Comment

યાદ

હ્રદય નિચોવી

તારી યાદ નિચોવું,

હ્રદયની ધરતી

અશ્રુથી ભીંજવાઈ પાછી

ભીની ભીની થઈ.

ફરી નિચોવું હ્રદય

ફરી તારી યાદ નિચોવી,

પણ તારા પગલાં

હ્રદયની ધરતી પર

અકબંધ છે.

હું અને હ્રદય

મૌન બની તારા

પગલાં નિરખીયે.

સપના