27 May 2009

કણી

Posted by sapana

કણી

હું હતી કાજળ કમળ તમ આંખમાં,

ખૂચું છું જાણે કણી તમ આંખમાં.

શ્વાસથી મારાં નિસાસા છે ઝરે,

હા સમાવી જાવુ’તુ તમ શ્વાસમાં.

છે પડ્યા છૂટાં એ પડછાયા હવે,

ચાલવુ’તુ હાથ રાખી હાથમાં.

આંસુની ધારા થઈ એ વા ઝર્યા,

હા બની તલ મા લવું તુ ગાલમાં.

આંખમાં છે લાંબા પડછાયા હવે,

આંખ ના સપનાં થવું તુ રાતમાં.
છંદ ગાલગાગાગાલગાગાગાલગા
સપના

Subscribe to Comments

5 Responses to “કણી”

  1. હું હતી કાજળ કમળ તમ આંખમાં,

    ખૂચું છું જાણે કણી તમ આંખમાં
    સુઁદર ભાવો..

     

    VISHWADEEP

  2. હું હતી કાજળ કમળ તમ આંખમાં,

    ખૂચું છું જાણે કણી તમ આંખમાં
    sundar.abhivyakti

     

    VISHWADEEP

  3. શ્વાસથી મારાં નિસાસા છે ઝરે,

    હા સમાવી જાવુ’તુ તમ શ્વાસમાં

    સુદર

     

    BHARAT SUCHAK

  4. છે પડ્યા છૂટાં એ પડછાયા હવે,

    ચાલવુ’તુ હાથ રાખી હાથમાં.

    ખુ સરસ સપના જી ..

     

    neetakotecha

  5. આંખ ના સપનાં થવું તુ રાતમાં.

    અત્ત્યન્ત્ત સુન્દર અભિવ્યક્તિ

     

    Santosh Bhatt

Leave a Reply

Message: