31 May 2009

આજ ના દિવસે

Posted by sapana

આજ ના દિવસે

મળે વસંત તને મિત્ર આજ ના દિવસે,

રહે પરે દુખથી મિત્ર આજ ના દિવસે.

હો સર્વ પૂરી,કો’ ઈચ્છા નહી રહે અધુરી,

ભરે ફૂલોથી જિંદગી મિત્ર આજ ના દિવસે.

હું તારું,મારું તું સન્માન જાળવે સાહેબા,

કરુ હું માન પ્રિયનું,મિત્ર આજ ના દિવસે.

ભરી લો ઘર ઉપવન મારુ આજ ફૂલોથી,

મહેકે ઘર ઉપવન મિત્ર આજ્ના દિવસે.

હા સર્વ સ પના થશે પૂર્ણ નયનના પ્રિયનાં

સજાવ સપના નવા મિત્ર આજના દિવસે.
છંદ લગાલગાલલગાગાલગાલગાલલગા
સપના

Subscribe to Comments

9 Responses to “આજ ના દિવસે”

  1. ખુબ જ સુન્દર લખાણ છે.

     

    sharif

  2. ખુબજ સરસ

     

    KAPIL DAVE

  3. મળે વસંત તને મિત્ર આજ ના દિવસે,
    રહે પરે દુખથી મિત્ર આજ ના દિવસે.

    સરસ અભિવ્યક્તિ. છંદમાં લખવાનું આગળ વધે એવી શુભેચ્છાઓ !

     

    Pancham Shukla

  4. હા સર્વ સ પના થશે પૂર્ણ નયનના પ્રિયનાં

    સજાવ સપના નવા મિત્ર આજના દિવસે.

    બહુ સરસ

     

    BHARAT SUCHAK

  5. its a gr8 work ..just loved it..

     

    afreen

  6. Bhabhi,

    I love the way you play GILLI DANDA with words and hit century. iT GOES STRAIGHT TO HEART. and gives a food to brain.

    Excelent comparision and contrast of words make you fall in love with language and the way simply you shape your thoughts by words and create picture is absolutely brillient. (withougt using hard word.) Just day to day regular spoken language.

    Keep up your spirit high..
    you are a sleeping giant and you have just awanked from illusion and i love your work..

    Sipmly beatuiful.

    Santosh Bhatt

     

    Santosh Bhatt

  7. સજાવ સપના નવા મિત્ર આજના દિવસે….

    આજના રળિયામણા દિવસે…

    સુંદર રચના !અને સુંદર બ્લોગ પણ !

    છંદ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે.

    અભિનંદન !

    Keep it up !

     

    P Shah

  8. આભાર!પ્રવિણભાઈ.છંદમાં લખવાની શરુઆત કરી છે.સલાહ સુચન આવકાર્ય છે.

     

    sapana

  9. કંઇ લખતી વખતે મને છંદ નો વિચાર તો નથી હોતો, પણ એક જ વાત મનમાં હોય છે કે હું જે પણ લખું એમા મારી લાગણી અસરકારક રીતે વ્યક્ત થાય્.

     

    Vikas

Leave a Reply

Message: