13 May 2009

કાંટાળો માર્ગ

Posted by sapana

પ્રીતનો માર્ગ છે કાંટાળો ઓ સાહેબા,

પાનીયું તમારી સંભાળો ઓ સાહેબા.

મેંદીના રંગ ઊતર્યા ઓ સાહેબા,

મેંદી ઘૂંટીને લાળો ઓ સાહેબા.

પંખીડા આઘે નીકળી ગયા ચણવા,

હુનો હુનો પડ્યો માળો ઓ સાહેબા.

નદિયું ઉભરાણી રે વહાલની,

બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.

મેઘલો વરસે મન મૂકીને ચોધાર,

તરસ્યાં રુદડા લાળો ઓ સાહેબા.

ઇમા મારું રુદ્ડુ છે બંધ સાહેબા,

તન મારું હાચવીને બાળો ઓ સાહેબા.

‘સપના’ની આંખ્યું નીતરે આંહુડાથી,

રૂમાલ તમારો પલાળો ઓ સાહેબા.

સપના વિજાપુરા

 

Subscribe to Comments

5 Responses to “કાંટાળો માર્ગ”

  1. પ્રમ લક્ષણા ભક્તિથી તરબોળ.

    હરિનો માર્ગ છે શૂરાનો…..

     

    Pancham Shukla

  2. સપનાંની આંખ્યું નીતરે આંહુડાથી,

    રુમાલ તમારો પલાળો ઓ સાહેબા.

    સુંદરભાવો..સુંદર રચના..બસ આવુઁ કંઈ લખતા રહો…ભાવકોને ભીંજવતા રહો!

     

    vvishwadeep

  3. બહુ સુદર રચના

    સપનાંની આંખ્યું નીતરે આંહુડાથી,

    રુમાલ તમારો પલાળો ઓ સાહેબા

     

    bharat suchak

  4. નદિયું ઉભરાણી રે વહાલની,

    બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.

    મેઘલા વરસે મન મૂકીને ચોધાર,

    તરસ્યા રુદડા પ લાળો ઓ સાહેબા.

    સુંદર

     

    naraj

  5. સપનાંની આંખ્યું નીતરે આંહુડાથી,

    અતિ સુન્દર કાવ્ય રચના

    શબ્દો સાથે રમતા તમે સપના ના વાવેતર કરો મા
    આહુડા થકિ આન્ક્યો ને નવડાવો મા
    ભુતકાર ને ભુલુઇ જા અને વર્ત્માન ને યાદ કર
    આ તો હજિ પવન નિ લહેર છે તુફાન નિ હજુ વાર છે.

    સન્તોષ ભટ્ટ્

     

    Santosh Bhatt

Leave a Reply

Message: