17 May 2009

આવ તું

Posted by sapana

આવ તું

હું પણુ ભૂલી જઈ ને આવ તું,
હા અહમને માત દઈને આવ તું.
પ્રેમનો આભાસ આપી ને ગયો,
પ્રેમનું સ્પન્દન  લઈ ને આવ તું.
મૌનથી થાકી ગઈ છું હું હવે,
પ્રેમની ભાષા લઈ ને આવ તું.
આંખ ના ઊંડાણમાંથી નીતર્યા,
આંખનાં મોતી થઈ ને આવ તું.
સપના આ પૂરા થશે સંભાવના,
સપનાની આંખો બની ને આવ તું.

સપના

Subscribe to Comments

5 Responses to “આવ તું”

  1. સપના પૂરા થવાની સંભાવના,

    સપનાની હકિકત બની ને આવ તું.

    બહુ સુન્દર રચના

     

    BHARAT SUCHAK

  2. મજાની ભાવાભિવ્યક્તિ.

     

    પંચમ શુક્લ

  3. જાણે મારા ભાવને જુદા શબ્દો પહેરાવી દીધા હોય એવુ લાગ્યુ. આ જુઓઃ http://rutmandal.info/swaranjali/2009/02/07/premnu_svapna/

     

    Chirag Patel

  4. મૌનથી થાકી ગઈ છું હું હવે,
    પ્રેમની ભાષા લઈ ને આવ તું.

    વાહહહહહહ

     

    neetakotecha

  5. મૌનથી થાકી ગઈ છું હું હવે,
    પ્રેમની ભાષા લઈ ને આવ તું.

    સરસ રચના !

    “સપના” માં “આગમન” તો થઇ ગયું, પણ
    હજુ “આગમન” માં “સપના” નથી આવ્યા.

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

Leave a Reply

Message: