19
Jun
2009
Posted by sapana. 5 Comments

સ્મરણો લાવશે.
મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,
ફૂલની આ ઓસ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
રૂપથી રૂપેરી નદી તારા જ સ્મરણો લાવશે.
સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.
છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો ,પ્રિતમ,
પ્રેમનાં એ ગીત હા,તારા જ સ્મરણો લાવશે.
રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.
જોઉ છું હું રાહ ,મારી આંખ પળ ભર જો મળે,
આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.
સપના
18
Jun
2009
Posted by sapana. 9 Comments

એક વાત કહું
કાનમાં નાની એક વાત કહું,
આવ તું છાની એક વાત કહું.
સાંભળે ના હવા કે ના ઝરણા,
આવ મસ્તાની એક વાત કહું.
શું ઈશારા કરે છે નયન તારાં?
શું કહું?શાની એક વાત કહું?
ફૂલનાં કાનમાં ગણગણે ભ્રમર,
એ દિવાનાની એક વાત કહુ.
કેમ દરિયો ઝૂમે જોઈ ચંદ્રને,
એ સમજવાની એક વાત કહું.
છે જવાની ઢળી ગઈ વિરહમાં,
વાટ જોવાની એક વાત કહું
ખૂબ “સપના” કરે છે યાદ તને,
ચાલ સપનાંની એક વાત કહું.
છંદ વિધાનઃગાલગાગાલગાલગાલલગા
સપના
15
Jun
2009
Posted by sapana. 8 Comments

જો સાથ હોય તમારો મને સફર મળશે,
નયન હતા જે જે સપનાં તેની અસર મળશે.
ભલે આ રાત હું તારા ગણી ગણી ને કાઢું,
જો રાત આ ગઈ તો ઊજળી સહર મળશે.
આ ભીડમાં તું મને અવગણે છતાં તું જો જે,
અજાણતા જ અછડતી ક્ષણિક નજર મળશે.
ભલે તૂટે દુખનાં દિલ ઉપર પહાડ ,પ્રિતમ,
મળી જશે પ્રિય તારો ખભો,સબર મળશે.
મહેલ જેવાં રહેઠાણ સાંકડાં લાગ્યા ,
વિશાળ ખૂબ મુ જ મૃત્યુ પછી કબર મળશે.
હો વાત મીઠી,નયન બંધ, શ્વાસની રફતાર,
પછી સપન સજતૂ રૂડું એ નગર મળશે.
જો કોઈ સાથ બે ડગલાં ન ચાલે તારી,
તો આવ પ્રિય દિલમાં બેધડક તું, ઘર મળશે.
છંદઃલગાલગાલલગાગાલગાલગાલલગા
સપના
13
Jun
2009
Posted by sapana. 2 Comments

અનિશ્ચિંત સપનાં
થીજેલી પાંપણો પર
સપનાં થીજી ગયાં.
લાગ્યો તાપ
અનિશ્ચિંતતાનો,
અનિશ્ચિંત બની
સપનાં વહી ગયાં.
નથી મળતો એને,
ખોબો તારો એટલે,
ગાલ પરથી સરી ગયાં.
અનિશ્ચિંત સપનાં,
નિશ્ચિંત કરવા
તારું અસ્તિત્વ,
જરૂરી છે.
તું નથી…
સપના
12
Jun
2009
Posted by sapana. 4 Comments

હાયકુ
અંત સમયે
પાસ તુ નહીં હોય
ઉદાસ મૃત્યુ
નામ ભુસાડું
હથેળીમાં લખેલુ
દલડાનું શું?
જીવનમાં તું
નહીં હોય, ઉદાસ
મારૂ જીવન
સપના
11
Jun
2009
Posted by sapana. 7 Comments
પીડા વગર તો કાંઈ ચાહત થાય ના
પીયા વિના તો ચેન રાહત થાય ના
જાણું છું કે નિરાકાર છે, તો પણ નમું
ભક્તિ વીના આવી ય કરામત થાય ના.
ફૂલો સમા નાજુક છે રિશ્તા આપણાં
ના એ વિના કાવ્યે નજાકત થાય ના
દિલ દ્વાર પર આવી ટકોરા એ કરે
અમથી હ્રદયમાં આમ આહટ થાય ના.
પ્રીતમ પરાણે પ્રીત ના થાયે કદી
મુજથી મહોબતની ય દાવત થાય ના
દીવાલ પર લોહીની પીંછીં ફેરવી
ઘરની નહીં તો આ સજાવટ થાય ના
એનાં ઉપર તો છે નજર ઈશ્વર તણી,
તેથી જ સપનાથી બનાવટ થાય ના
સપના વિજાપુરા
સપના
7
Jun
2009
Posted by sapana. 5 Comments

સંતા કૂકડી
સંતા કૂકડીની
આ રમતમાં
આપણે એ વા
સંતાય ગયાં
કે એકબીજાને
મળતા નથી.
વરસોથી સંતાતા
ફરતા આપણે,
સાથે જીવીયે,
પણ એકબીજાને
અડતા નથી.
સંતા કૂકડી,
શોધવાની રમત
કે ખો વાવાની?
એકબીજાથી દૂર,
આપણે એકબીજાને,
ન શોધવાની રમત રમીયે.
સપના
4
Jun
2009
Posted by sapana. 6 Comments

પ્રેમની તારી નજર
કેવી મીઠી પ્રેમની તારી નજર,
ભાવ ભીની પ્રેમની તારી નજર.
ઘૂંટડા મેં ઝેરનાં ભર્યા ઘણાં
લો મેં પામી પ્રેમની તારી નજર.
કામ ખંજરનું કતલ કરવાનું છે,
છે એ કારી પ્રેમની તારી નજર
જાઉં હું પાછળ ફરી એ આવતી
ના રોકાતી પ્રેમની તારી નજર
આંખમાં જો સળવળે સપના અહીં
છે ‘સપના’ની પ્રેમની તારી નજર
સપના વિજાપુરા
છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગા
3
Jun
2009
Posted by sapana. 4 Comments

સ્વપ્ન
ચાંદની રાત હોય.
દરિયા કિનારો હોય,
મોતીની રેત હોય,
રૂપે રી દુનિયા હોય,
મંદ મંદ શીતળ પવન હોય,
તારા ખોળામાં મારું શીશ હોય,
મારા હાથમાં ગઝલનું પુસ્તક હોય,
મારું ધ્યાન ગઝલમાં હોય,
તારું ધ્યાન મારા ચહેરા ઉપર હોય,
હું ખોવાયેલી મારી ગઝલમાં હોઉં,
તું મારી ગઝલ ના નશામાં હોય,
કોઈ ન આસપાસ હોય,
ચાંદની રાત હોય,
દરિયા કિનારો હોય,
મોતીની રેત હોય,
એક તું હોય,
એક હું હોઉં,
પથારીમાં પડી,
આ અધમીંચી આંખે જોયેલુ સ્વપ્ન,
કદી પુરુ થશે ખરું?
સપના વિજાપુરા
31
May
2009
Posted by sapana. 9 Comments

આજ ના દિવસે
મળે વસંત તને મિત્ર આજ ના દિવસે,
રહે પરે દુખથી મિત્ર આજ ના દિવસે.
હો સર્વ પૂરી,કો’ ઈચ્છા નહી રહે અધુરી,
ભરે ફૂલોથી જિંદગી મિત્ર આજ ના દિવસે.
હું તારું,મારું તું સન્માન જાળવે સાહેબા,
કરુ હું માન પ્રિયનું,મિત્ર આજ ના દિવસે.
ભરી લો ઘર ઉપવન મારુ આજ ફૂલોથી,
મહેકે ઘર ઉપવન મિત્ર આજ્ના દિવસે.
હા સર્વ સ પના થશે પૂર્ણ નયનના પ્રિયનાં
સજાવ સપના નવા મિત્ર આજના દિવસે.
છંદ લગાલગાલલગાગાલગાલગાલલગા
સપના