25 May 2009

એકલતા

Posted by sapana

એકલતા

લાગણી એટલે જ એકલતા,

પ્રેમનો અર્થ છે જ એકલતા.

આગ છે ધ્યાનથી જો ભીતરમાં

અગ્નિનો અર્થ છે જ એકલતા.

માત્ર છોડ્યા અધૂરા સંબંધો,

મોતનો અર્થ પૂર્ણ એકલતા.

હોય છો સંગ સંગ રાહતમાં,

વેદના છે અપાર એકલતા.

આંખ ખૂલે છવાય ટોળાઓ,

સપનાંમાં સમાય એકલતા.

સપના મરચંટ
છંદ ગાલગાગાલગાલગાગાગા

Subscribe to Comments

3 Responses to “એકલતા”

  1. વેદના છે અપાર એકલતા.

    આંખ ખૂલે છવાય ટોળાઓ,

    સપનાંમાં સમાય એકલતા

    બહુ સુદર કવિતા છે

     

    BHARAT SUCHAK

  2. આભાર ભારતભાઈ
    સપના

     

    sapana

  3. માત્ર છોડ્યા અધૂરા સંબંધો,

    મોતનો અર્થ પૂર્ણ એકલતા.

    khub undi vat sapanaa ji

     

    neetakotecha

Leave a Reply

Message: