29 May 2009

મોત

Posted by sapana

મોત

જિંદગીથી સંબંધ તૂટતા જો્યા,

મેં આજે મૌતને ગળે મળતા જો્યા.

દુઆ માટે ન હાથ ઊંચા થયા,

વિવશ હાથ લટકતા જો્યા.

ન હતો ભય ક્યારેય મોતનો,

અડિખમને મોતથી ડરતા જો્યા.

હાયે,જવાનું તો હતું એકલું જ,

પથ્થર જે વા નયનો પથરાતા જો્યા.

ઠંડી ઠંડી કાયાને,ઊની ઊની માટી,

કબરનાં દરવાજા બંધ થતા જો્યા.

ગળે લગાવ્યા સ્વજનોને મારા,

કોઈના સ્વજનોને રોતા જો્યા.

મા સીધારી સ્વધામ એકલી,

સંતાનોને મેં ટળ વળતા જો્યા.

એ ખુદા તું સ પનાને ઊઠાવ પ હેલા,

નથી જોવા સ્વજનોને, તૂટતા જો્યા.

સપના

Subscribe to Comments

5 Responses to “મોત”

  1. તમારો બ્લોગ વાંચ્યો ઘણો આનંદ થયો
    ખૂબ જ સરસ !

    હું તમને મારા બ્લોગ પર આવવાનું આમંત્રણ આપુ છુ.
    અને પ્રતિભાવ અવશ્ય લખજો. તમારો પ્રતિભાવ મને
    ઘણો પ્રોત્સાહિત કરશે.

    મારા બ્લોગ ની લીંક છે.
    http://www.aagaman.wordpress.com

    મયુર

     

    Mayur Prajapati

  2. ગળે લગાવ્યા સ્વજનોને મારા,
    કોઈના સ્વજનોને રોતા જો્યા.

    મા સીધારી સ્વધામ એકલી,
    સંતાનોને મેં ટળ વળતા જો્યા.

    મોત એક કડવું સત્ય……..

    ખરેખર મ્રુત્યુ સામે માનવીની વિવશતા અને ડર નું સુંદર નિરુપણ !

    પ્રજ્ઞા.

     

    Pragna

  3. એ ખુદા તું સ પનાને ઊઠાવ પ હેલા,

    નથી જોવા સ્વજનોને, તૂટતા જો્યા.
    સુંદર ભાવોનું નિરપણ..

     

    VISHWADEEP

  4. સંતાનોને મેં ટળ વળતા જો્યા.

    એ ખુદા તું સ પનાને ઊઠાવ પ હેલા,

    નથી જોવા સ્વજનોને, તૂટતા જો્યા

    બહુ સુદર

     

    bharat suchak

  5. ગળે લગાવ્યા સ્વજનોને મારા,

    કોઈના સ્વજનોને રોતા જો્યા

    ખુબ ખુબ સરસ, સપનાબેન

     

    munira

Leave a Reply

Message: