11 May 2009

તું નહીં સમજે

Posted by sapana

તું નહીં સમજે

વ્યાકુળતા મારાં દિલની તું નહીં સમજે,

વિહ્વળતા મારાં દિલની તું નહીં સમજે.

સાગર સુધી પહોંચ્યા નહીં ,સુકાયા વચ્ચે,

વ્યથા સરીતાના જળની તું નહીં સમજે.

એકલો પડ્યો એ તારા ગાલ ઉપર,

એકલતા તારા તલની તું નહીં સમજે.

મળ્યા હતા જ્યાં બે હ્રદયો મદહોશીમાં,

અસ્થિરતા તે સ્થળની  તું નહીં સમજે.

જેટલો સ્નેહ દિલમાં છે,ન વરસી શક્યો,

તૃષ્ણા તે વાદળની તું નહીં સમજે.

છૂટ્યા’તા હાથમાંથી હાથ આપણાં,

વેદના  એ પળની  તું નહીં સમજે.

તૂટ્યું વિશ્વાસનું વાંસણ, હતું કાંચનું,

ખૂંચે કરચો છળની તું નહીં સમજે.

મળીશ ક્યારે? નો શો જવાબ આપું તને,

વેદના આ સવાલની તું નહીં સમજે.

સાથ આપણો આટલો જ હતો વહાલમ,

પીડા આ પાગલની તું નહીં સમજે.

સપના

Subscribe to Comments

5 Responses to “તું નહીં સમજે”

  1. પ્રેમની સરસ અભિવ્યક્તિ…

     

    વિવેક ટેલર

  2. એકદમ સુંદર કાવ્ય્
    મને મારી વાર્તનો આ એક સુંદર વળાંક દેખાય છે
    હુ તેને તેમા વાપરવાની પરવાનગી માંગુ છું
    મલશેને…

     

    Vijay Shah

  3. તૂટ્યું વિશ્વાસનું વાંસણ, હતું કાંચનું,

    ખૂંચે કરચો છળની તું નહીં સમજે.

    ખુબજ સુદર

     

    BHARAT SUCHAK

  4. વાહ ખુબજ મજા આવિ ગયિ

     

    Santosh Bhatt

  5. એકલો પડ્યો એ તારા ગાલ ઉપર,

    એકલતા તારા તલની તું નહીં સમજે.

    શુ મજાનિ વાત લખિ છે.

    સન્તોષ ભટ્ટ્

     

    Santosh Bhatt

Leave a Reply

Message: