15 May 2009

પ્રેમ અગ્ની

Posted by sapana

પ્રેમ અગ્ની (કેવો ન્યાય?)

નાદિયાને એકદમ ચક્કર આવ્યા, અને જમીન પર પડી ગઈ.બેભાન નાદિયાને ઘરનાં લોકો ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા.નાદિયા હોંશમાં ન આવી.એમ્બયુલન્સ બોલાવવામાં આવી.જલ્દીથી હોસ્પીટલ પહોંચાડવામાં આવી. થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા.ડૉક્ટરે નાદિયાના પપ્પાને એક બાજુ લઈ જઈને કહ્યુ કે નાદિયાએ આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો હતો.વધારે પડતી ઊંઘની ગોળીઓ લીધી હતી.ઘરનાં સર્વ લોકો ઉપર જાણે વીજળી પડી.
નાદિયા હૈદરભાઈની ચોથા નંબરની દીકરી હતી.હૈદરભાઈને આઠ બાળકો હતા.છ દીકરીઓ અને બે દીકરા.ત્રણ દીકરીઓનાં લગ્ન થઈ ગયેલાં. ચોથી નાદિયા પછી શમા અને સાયરા.નાદિયાનાં આવા પગલાંથી ઘરમાં શોકનું વાતા વરણ છવાઈ ગયું. હૈદરભાઈએ પોતાની દીકરીઓને ઘણી પ્રેમથી રાખેલી.જ્યારે મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓને ખૂબ જ ઓછાં હકો આપવામાં હતા ત્યારે દીકરીઓને ભણાવીને ઊંચી પદવીઓ અપાવી.છ દીકરીઓ હોવા છતાં બધીને ખૂબ લાડથી રાખી.
હૈદરભાઈને એક જટકો લાગી ગયો.થું ખોટું થયુ? સમજ પડતી ન હતી.સુની સુની આંખોમાં ઘણાં સવાલ હતા.નાદિયાને ઊંઘની ગોળી સુવાડી ન શકી, તે સલામત ઘરે આવી.શમા અને સાયરા પુસ્તક લઇને વાંચવાનો ડહોળ કરતા હતા. નાદિયા આવીને એમની સાથે બેસી ગઈ.બન્ને બહેનો ચુપ હતી. ગુસ્સામાં પણ હતી. નાદિયાના પગલાં પર ગુસ્સો હતો.બધી બહેનો એક્બીજાથી કશું છુપાવતી ન હતી.અને આ થું થઈ ગયુ? નાદિયા હસી. બહેનો ન હસી શકી નાદિયાએ માફી માંગી.
પછી પોતાની વાત કરી.નાદિયાએ કહ્યુકે એ ઈન્દરને પ્રેમ કરતી હતી.ઈન્દર હિન્દુ છોકરો હતો.સમાજનાં ડરથી નાદિયાએ આ પગલું ભર્યુ.એ ઈન્દર વગર રહી શકે એમ નથી. ઈન્દર કોલેજનો દેખાવડો અને હોશિયાર છોકરો હતો.પણ છોકરીઓ સાથે રમત રમાડવામાં પણ પહેલો નંબર હતો.કોલેજની યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવી અને તેમની લાગણી સાથે રમવું એજ એનો ધંધો હતો.આખો સમય કોલેજની બહાર ઊભા રહેવું માવા ખાવા અને આવતી જતી યુવતીઓને છેડછાડ કરવી. નાદિયાને એની કોઈ પણ ખોટી આદત ખોટી લાગતી ન હતી,કારણ કે એ પ્રેમમાં હતી.પ્રેમ આંધળો હોય છે.નાદિયાને ખબર ન હતી કે એ એની લાગણી સાથે રમતો હતો.
હૈદરભાઈ ગભરાઈ ગયેલા.એમણે નાદિયાને સમજાવીને કહ્યુ

” બેટા,જો ઇન્દર તારી સાથે લગ્ન કરવા  તૈયાર હોય તો મને વાંધો નથી,સમાજ અને ધર્મની વિરુધ જઈને તારા લગ્ન ઈન્દર સાથે કરાવી આપીશ. મારે માટે દીકરીનું જીવન કોઈ સમાજ કે ધર્મ કરતા વધારે છે.પણ તુ ઈન્દર સાથે લગ્નની વાત કરી લે જે.”

નાદિયા તો ખુશીથી પાગલ થઈ ગઈ.નાદિયા હવે ઇન્દર સાથે છૂટથી હળતી મળતી.પણ પોતાની સીમા કદી ઓળંગતી નહિ.એને ઈન્દરનેએ દિવસે ઘરે બોલાવ્યો.ઈન્દર આવ્યો. શમા કોલેજ ગઈ હતી.સાયરા અગાસીમાં બેસીને પરીક્ષાની તૈયારી કરી રહી હતી .નાદીયાની મા ,ગુલશનબેનને દમનો રોગ હતો, એ પોતાનાં ઓરડામાં આરામ કરી રહી હતી.નાદિયા આજે ખુશ હતી.આજે એ ના પ્રેમની જીત થવાની હતી.એને ઈન્દર માટે કોફી બનાવી.

કોફી પીતા પીતા નાદિયા  બોલી”ઈન્દર હું તને એવા સમાચાર આપવાની છું કે તું ખુશીથી પાગલ થઈ જઇશ.”

ઈન્દર બેફીકરીથી બોલ્યો “શૂં સમાચાર?”

નાદિયા તો પોતાનાં પ્રેમમાં મસ્ત હતી.તેણે ઈન્દરનો હાથ પકડીને કહ્યુ

“પપ્પાએ લગ્ન કરવાની રજા આપી છે. તું કહે ત્યારે આપણે કોર્ટ મેરેજ કરી લઈયે.”

નાદિયા એક શ્વાસે બોલી ગઈ.ઈન્દર આને માટે તૈયાર ન હતો.બનાવટી સ્મિત કરીને  એ બોલ્યો

” શું ઉતાવળ છે, બધું સમય આવ્યે થઈ જશે.”

નાદિયા થોડી નિરાશ થઈ.પણ ફરી વાર બોલી

” ઈન્દર મારે મારી બહેનોનું પણ વિચારવાનુને, હું જલ્દી લગ્ન કરું તો એમના વિષે પપ્પા આગળ વિચારી શકે.”

ઈન્દર એકદમ ઊભો થઈ ગયો, અને બોલ્યો

” જો નાદિયા હું હમણાં લગ્ન કરી શકુ નહી. મારી નાની બહેનનાં લગ્ન ન થાય ત્યાં સુધી મારે લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.તું તારી નાત ના છોકરા સાથે લગ્ન કરી લે. મને વાંધો નથી.આપણે બન્ને મિત્રો તરીકે રહીશુ.”

તેના ચહેરા ઉપર લુચ્ચું સ્મિત હતું.હવે નાદિયા સમજી ગઈ.ઈન્દર એ ના જેટલો ગંભીર ન હતો.નાદિયાને સમજ ન પડી એને કેવી રીતે સમજાવવો. એને કેવી રીતે કહે કે એ ઈન્દર વગર જીવી નહિ શકે.

નાદિયાને જીવવું બેકાર લાગ્યું.ધીમેથી સ્મિત કરી ઊભી થઈ.વરંડામાં ગઈ.વરંડામાં બે બાજુથી દરવાજા હતા. એક મોટી બારી જે ડાઇનીંગ રુમમાં ખૂલતી હતી. ઈન્દર ડાઇનીંગ રુમમાં બેઠો હતો.નાદિયાએ બન્ને દરવાજા અંદર થી બંધ કરી લીધા.ત્યાં કેરોસિનની બાટલી પડી હતી,તેણે શરીર ઉપર કેરોસિન છાંટી લીધું..અને દીવાસળી ચાંપી દીધી.હવે નાદિયાનું શરીર ભડકે બળી રહ્યુ હતુ.સાયરાને અગાસીમાંથી ભડકા દેખા્યા.દોડીને નીચે આવી.નાદિયાથી બળતરા સહન ન થઈ,દરવાજાની આંકડો ખોલી નાંખ્યો.

ઈન્દર ત્યાં થી રફુચક્કર થઈ ગયો.

સાયરાએ બ્લેન્કેટથી નાદિયાને ઢાંકી દીધી.શમા કોલેજથી ઘરે આવી રહી હતી. રસ્તામાં પડોસણ લાભુબેન મળ્યાં એ કહે “શમા, જલ્દી ઘરે જા તારા ઘર ઉપર ક્યામત ઉતરી છે.શમાના હાથમાંથી પુસ્તકો પડી ગયાં એ ઘર તરફ દોડી. ઘરમાં નાદિયાની અર્ધ બળેલી લાશ પડી હતી. જેમાંથી ચામડી બળવાની દુર્ગંધ આવી રહી હતી.શમાની જાણે છાતી ફાટી જશે એવું લાગ્યું.એમબ્યુલન્સ આવી. થોડી વારમાં નાદિયા હોસ્પીટલમાં હતી. તેનાથી હાયકારો નંખાઈ ગયો. એ હોસ્પીટલ તરફ ભાગી.
નાદિયા ખરાબ રીતે બળી ગઈ હતી.બચવાની કોઈ આશા ન હતી. હૈદરભાઈની આંખોમાં ચોધાર આંસું હતા.નાદિયા થોડી વાર માટે હોંશમાં આવી.પપ્પા બાજુમાં બેઠા હતા.પપ્પાને જોઈને બોલી

” પપ્પા મને બચાવી લો, મારે એ ખોટા માણસ માટે નથી મરવું.”

પપ્પાએ કહ્યુ

“બેટા તને જરૂર બચાવી લઈશ.”

નાદિયા ફરી બોલી

” પપ્પા મારા શરીર ઉપર બળવાના ડાઘ તો રહી જશેને?”

પપ્પાની આંખોમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતા.એ બોલ્યા

” બેટા, તું શું કામ ચિંતા કરે છે, હું તારી પ્લાસ્ટીક સર્જરી કરાવીશ.”

નાદિયાએ પપ્પાનો હાથ પકડી રાખ્યો. ધીરે ધીરે એની આંખો સદા માટે બંધ થઈ ગઈ.
હૈદરભાઈ અને ગુલશનબેન આ ગમ ભુલી ન શક્યા. કોઈની રમતને લીધે એની દીકરીની જાન ગઈ.કે નાદાનીયત થી દીકરીએ  તેની જાન ખોઇ તે દ્વીધામાં આખી જિંદગી જીવશે.

નાદિયા પ્રેમ અગ્નીમાં હોમાઈ ગઈ. ઈન્દર પોતાની પત્ની અને બાળકો સાથે સુખી છે.

આ ઉપરવાળાનો કેવો ન્યાય..?
સપના વિજાપુરા

Subscribe to Comments

6 Responses to “પ્રેમ અગ્ની”

  1. પણ એકવાત ચોક્ક્સ છે,
    ઉનકે વહા દેર હૈ
    અંધેર ભી હૈ..
    ઇસી લીયે તો ઇન્દર્.સુખી હૈ..

     

    Vijay Shah

  2. પ્રેમ એક પક્ષી બને ત્યારેજ આવું બને..વર્ષોથી માનવજાતની પ્રેમની મર્યાદા..સ્વાર્થ..અને ઘણું ઘણું વણાયેલું ખોટું ભૂત….
    સુંદર રીતે વાર્તાને વણી છે..

     

    vishwadeeo

  3. ખુબ સરસ વાત સમજાવાની કોશિશ કરી છે બધાએ પોતાની દીકરી ઓ ને કહેવા જેવી વાર્તા..,ખુબ સુંદર…

     

    neetakotecha

  4. આપની વાર્તા ખુબ સુંદર છે. પણ આજના યુવકો અને યુવતીઓ કયાં વીચારે છે? બધુય જાણ્વા છતાંય એજ ખોટા રસતે વગર વીચારે જઈને વડીલોને હેરાનીમાં મૂકી દે છે.

     

    Narendra Parmar

  5. શીખ મળે તેવી વાર્તા …એક તો પ્રેમ હવે વાર્તામાં જ બને છે અને જ્યારે હકીકતમાં બને છે તો અણસમજનો ભોગ બને છે માત્ર છોકરા છોકરીના પ્રમની જ વાત નથી, વિજાતિય પ્રેમની જ વાત નથી…માત્ર પ્રેમ હોય સંભાળનો ,સહકારનો, વિશ્વાસનો, સમ્બમ્ધ હોય નિસ્વાર્થ, શેર થતું હોય જીવન, આનંદ મળતો હોય, સાથે ફરતા હોય, ગાતા હોય હસતા યોય, ફીલ્મ જોતા હોય, ખાતાપીતા હોય..છતાં ય તેનો સ્વીકાર સમાજ કે વ્યક્તિ કરે છે? કદર કરે છે ?… અહી મે કહ્યુ તેમ લગ્ન કે સાથી બનવાની વાત નથી…તમે સુંદર વાર્તા લખી છે..લખતા રહેજો..

     

    dilip

  6. મનના ભાવો અને વાસ્તવિકતાની ખૂબ અસ્રકારક રજૂઆત્. વળી બિનજરૂરી લંબાણ ન હોવાથી ગતિ પણ જળવાઈ છે.

     

    યશવંત ઠક્કર

Leave a Reply

Message: