« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

31 Aug 2009

હેડકી

Posted by sapana. 7 Comments


હેડકી આવી છે.
યાદ અટવાણી છે

વેદનાથી ભારી,
રાત ગુઝારી છે.

તારલાની ગણત્રી,
હા, તે ભૂલાવી છે.

પ્રેમનાં આ શબ્દો,
ખોખલા ખાલી છે.

હાસ્ય છે આંખોમાં,
આયુ લૂટાવી છે.

કેટલાં સપનાં આ,
ઝંખના લાવી છે.

સપના

25 Aug 2009

ખુદાને

Posted by sapana. 7 Comments


ખુદાને

કઠપૂતલીની જેમ નચાવે તું ,
માણસ બની ને જો બતાવે તું.

બચપણ,જવાની ને પછી ઘડપણ,
માણસ બનીને જો વટાવે તું.

પૈસો તો છે હાથ તણો મેલ જ,
માણસ બનીને જો કમાવે તું.

હો દીકરી કોડ ભરી વા’લી,
માણસ બની ને જો વળાવે તું.

આંસું સતત હા વહે આંખોથી,
માણસ બની ને જો વહાવે તું.

હા, છે સરળ થાવું ખુદા,પણ તું,
માણસ બની ને જો વધાવે તું

સપના સહી જાય જખમ તારાં,
માણસ બની ને જો ઉઠાવે તું.

છંદઃ ગાગા લગાગાલ લગાગાગા

સપના

22 Aug 2009

સહી ક્યાં છે

Posted by sapana. 9 Comments



અગન આ પ્રેમની એવી રહી ક્યાં છે?
મધૂરપ એ લાગણીની મહી ક્યાં છે?


ખુદા તારી અજબ રીતો છે દેવાની,
છે કોઈ વાત બાકી જે સહી ક્યાં છે?


શું મળશે રાખને ફંફોળવાથી બસ,
સળગતું આ હ્રદય એની મહી ક્યાં છે?


પરાકાષ્ટા હું માનું પ્રેમની આ છે,
ગયો એ વાત સમજી જે કહી ક્યાં છે?


છે કોરા ખત સમી આ જિંદગી જેમાં,
ખુદાની છાપ કે એમાં સહી ક્યાં છે?


છો ધોતી પાપને પાપી તણા,અમથી
જટાથી આમ ગંગા આ વહી ક્યા છે?


નદી છું નીર સુકા્યા છે વચગાળે,
હજુ સપનાં સમુદ્રમાં વહી ક્યાંછે.?


છંદવિધાન લગાગાગા લગાગાગા લગાગાગા

સપના

19 Aug 2009

ફળી ગઈ

Posted by sapana. 10 Comments

મારાં ગુનાહની સજા મળી ગઈ,
તારી જુદાઈ બસ મને ખળી ગઈ.


છોડીદીધો મેં માર્ગ જો સનમ તણો,
રસ્તામાં જિંદગી મને મળી ગઈ.

શબ્દો બન્યાં ભલે ન મૌન આંખના,
અંતરની વાત હું બધી કળી ગઈ.

સંદેશો જો મળ્યો મને મિલન તણો,
બાધાઓ આજ સર્વ બસ ફળી ગઈ.

ધનવાનોના શહેરની ઇમારતો,
નિર્ધનનાં ઝૂપડાં બધાં ગળી ગઈ.

આ જિંદગી વીતી જશે સજન વગર,
આશાઓ સર્વ ધૂળમાં મળી ગઈ.

આડંબરોમાં ધર્મના રહી સતત,
સપના, જુઓ અધર્મમાં ભળી ગઈ.

છંદઃ ગાગા લગાલગા લગાલગા લગા

સપના

10 Aug 2009

અવકાશ છે

Posted by sapana. 5 Comments


હું વલોવાઉ છું એને ઠંડાશ છે,
છે વિષય અઘરો છતાં મન હળવાશ છે.

હોય કડવાં કેટલાં સંબંધો આપણાં,
હોઠ જુઓ એકલી બસ મીઠાશ છે.

આ નદી ઠલવે છે મીઠાં જળ એટલે,
આ ચડી પથ્થર ઊપર ચીકાશ છે.

હું કઈ રીતે પહોંચું તારા સુધી,
હું ધરા ને તું અનંતક આકાશ છે.

ના મથૂં હું છૂટવા ને માટે આજ,
મન ને ગમતો સ્નેહ બાહૂનો પાશ છે.

હા, મળીશું આપણે જીવનમાં કદી,
દિલ કહે છે સાંસ છે ત્યાં તક આશ છે.

જો ખુદાનું નૂર ફેલાયુ દૂર તક,
એક સપનાંનો હજુ પણ અવકાશ છે.

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાલગા

સપના

1 Aug 2009

Happy Birthday

Posted by sapana. 27 Comments

Dear Friends,

I share with you,all my sorrows and my happiness.Today is my only son’s birthday.Please celebrate with me.
His name is Shabbirali.
Sapana

You are in my heart just like that,
dew on the flowers on a sunny morning.

You are in my heart just like that,
ocean in the moonlight on a silver night.

You are in my heart just like that,
mountain stream, sparkling and clean,

You are in my heart just like that,
dreams remain in my open eyes.

You are included in all my dreams,
and God will fulfill all your dreams.

Without you I am just the women,
God gave you in my lap,I am a mother.

All happiness, all love, all blessings for you
I will write on my last living will.

May God bless you.

Mom

28 Jul 2009

બંધાતી જાઉં

Posted by sapana. 7 Comments

પરવશ પ્રેમમાં ખેંચાતી જાઉં,
દોરીની વગર બંધાતી જાઉં.

મજબૂરી તું મારી જાણે ના,
પ્રીત આવેગમાં અટવાતી જાઉં.

ચા હે તું હસી લે મારાં પર તું,
પાગલ જેમ હું ભટકાતી જાઉં.

હાથોથી કરું આંખો આ બંધ,
તારાં સ્મિત પર શરમાતી જાઉં.

તું આવી ઉગારે ભવ સાગરથી,
હું ક્યાં સુધી વમળાતી જાઉં?

દિલ મારું ,નહિ મારું જો હોય,
દિલને હાથ ધોખા ખાતી જાઉં.

સપના, કેટલાં સપનાં ગૂંથ્યા તે?
હું હર એક સપને ગૂંથાતી જાઉં.

છંદ વિધાનઃ ગાગાગા લગાગાગા ગાગાલ

સપના

25 Jul 2009

ખબર ના પડે

Posted by sapana. 11 Comments

અજાણતા પાલવ તને સુંવાળો અડે,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ધબક ધબક ધબકે તું શ્વાસમાં આજ પણ,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.

છે આવવાનું ને જવાનું દિલમાં તમારુ,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

આ ચાંદ ઢાંકુ હાથથી,અમાવસ થશે,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ભરું હથેળી તારલા થકી,નભ સુનું
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ઝમક ઝમક ઝમકાવતી મળુ હું તને,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડૅ.

નયન સજે સપનાં સજન તણા સામટાં,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.


છંદ વિધાનઃલ ગાલગા ગાગાલગા લગાગા લગા

સપના

21 Jul 2009

નામ છે

Posted by sapana. 11 Comments


/>

ખોફ્થી દુનિયા તણા અડધું લખ્યું એ નામ છે,
દિલ મહીં ધડકી રહ્યું અડધું બીજું અવિરામ છે.

સર્વ અડધા હોય સંબંધો ને અડધી જિંદગી
હાસ્ય અડધું,અર્ધ આંસુંનું ઢળ્યું એ જામ છે.

ધર્મ અડધા,ઢોંગ અડધાં,છે કફન અડધા અને,
હોય ચિતા અધ બળેલી,અધ બળ્યું એ ધામ છે.

છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે.

છે સમાજો અર્ધ,અડધા છે રિવાજો આપણાં,
કોણે તોડ્યા દિલ બધા કોનું કર્યુ એ કામ છે?

છે સવાલો સર્વ અડધા ને જવાબો અર્ધ છે,
પ્રેમના આ બોલ અડધા,આ મળ્યું ઈનામ છે.

નેણના સપના અધૂરા, સર્વ આશા અર્ધ છે,
જિંદગી અડધી ગઈ ને મૃત્યુ બસ અંજામ છે.

છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

સપના

15 Jul 2009

શાણી કાગડી

Posted by sapana. 5 Comments

ઢગલો હતો દુઃખોનો ને,

ઢગલો હતો ખુશીઓનો,

જો કાગડી શાણી બેઠી,

જોઈ ને આ મોટો ઢગલો.

સપના