28 Jul 2009

બંધાતી જાઉં

Posted by sapana

પરવશ પ્રેમમાં ખેંચાતી જાઉં,
દોરીની વગર બંધાતી જાઉં.

મજબૂરી તું મારી જાણે ના,
પ્રીત આવેગમાં અટવાતી જાઉં.

ચા હે તું હસી લે મારાં પર તું,
પાગલ જેમ હું ભટકાતી જાઉં.

હાથોથી કરું આંખો આ બંધ,
તારાં સ્મિત પર શરમાતી જાઉં.

તું આવી ઉગારે ભવ સાગરથી,
હું ક્યાં સુધી વમળાતી જાઉં?

દિલ મારું ,નહિ મારું જો હોય,
દિલને હાથ ધોખા ખાતી જાઉં.

સપના, કેટલાં સપનાં ગૂંથ્યા તે?
હું હર એક સપને ગૂંથાતી જાઉં.

છંદ વિધાનઃ ગાગાગા લગાગાગા ગાગાલ

સપના

Subscribe to Comments

7 Responses to “બંધાતી જાઉં”

  1. તમે રચતા રહો, નવી નવી ગઝલ
    ને હરેક ગઝલમાં હું ખેંચાતો જાવ

    http://www.aagaman.wordpress.com
    Mayur Prajapati

     

    Mayur Prajapati

  2. દિલને સ્પર્શી જાય એવું ખુબજ સરસ લખો છો!

     

    Kamal

  3. સુંદર રચના…

     

    વિવેક ટેલર

  4. સુંદર ગઝ્લ..

     

    vishwadeep

  5. સરસ રચના

     

    bharat suchak-gujarati

  6. સરસ, દિલ ને સ્પર્શી ગઈ આપણી રચના!!

    સપના, કેટલાં સપનાં ગૂંથ્યા તે?
    હું હર એક સપને ગૂંથાતી જાઉં.

    -પ્રવિણ કે.શ્રીમાળી
    http://kalamprasadi.wordpress.com

     
  7. ગઝલ સુન્દર છે, પણ થોડુન્ક ધ્યાન માન્ગે છે. ભરતીના શબ્દો ઘણા છે. છન્દ ના અન્તમા લઘુ ના બદલે ગુરૂ રાખવામા ૨ લઘુ સુધારવાની જરૂરત પડત, પણ ગઝલ વધુ સુન્દર બનત.

     

    Rasik Meghani

Leave a Reply

Message: