5 Jun 2020
ઝૂક્યાં નહીં
પીડા વગર જીવી શક્યા હોત, જીવ્યાં નહીં
આંસુને પણ ખાળી શક્યા હોત , ખાળ્યાં નહીંબેડી પડી પગમાં, હૃદય આ છે જખ્મો થી ચૂર
તોડીને એ ભાગી શક્યા હોત ,ભાગ્યાં નહીંલઈને સહારો કોઈ ખભાનો રડીને અમે ,
જખ્મો ને પણ સીવી શક્યા હોત સીવ્યા નહીંકરતા રહ્યા લાખો ગુના, દિલ દુભાવ્યા ઘણાં
તૌબા કરી, ઝૂકી શક્યા હોત ઝૂક્યાં નહીંલેબલ લગાવ્યા ધર્મના આ કપાળે જુઓ
માનવ ને પણ જાણી શક્યા હોત જાણ્યાં નહીંઆકાશને પામી હસી ના શક્યા આપણે
ધરતી ઉપર ચાલી શક્યા હોત , ચાલ્યાં નહીંસપના સુગંધી ફૂલ જેવા હતાં આપણા
પાપણ ઉપર રાખી શક્યા હોત રાખ્યા નહીંસપના વિજાપુરા