10 Aug 2009

અવકાશ છે

Posted by sapana


હું વલોવાઉ છું એને ઠંડાશ છે,
છે વિષય અઘરો છતાં મન હળવાશ છે.

હોય કડવાં કેટલાં સંબંધો આપણાં,
હોઠ જુઓ એકલી બસ મીઠાશ છે.

આ નદી ઠલવે છે મીઠાં જળ એટલે,
આ ચડી પથ્થર ઊપર ચીકાશ છે.

હું કઈ રીતે પહોંચું તારા સુધી,
હું ધરા ને તું અનંતક આકાશ છે.

ના મથૂં હું છૂટવા ને માટે આજ,
મન ને ગમતો સ્નેહ બાહૂનો પાશ છે.

હા, મળીશું આપણે જીવનમાં કદી,
દિલ કહે છે સાંસ છે ત્યાં તક આશ છે.

જો ખુદાનું નૂર ફેલાયુ દૂર તક,
એક સપનાંનો હજુ પણ અવકાશ છે.

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાલગા

સપના

Subscribe to Comments

5 Responses to “અવકાશ છે”

  1. હું તમને શું કહું, શબ્દો જ જડતાં નથી
    માટે જ તમારી જેમ ગઝલના શેર આવડતાં નથી

     
  2. મે આપેલ કોમેન્ટનો શેર હાલમાં જ સ્ફૂર્યો અને લો તરત તેની આખી ગઝલ પણ બની ગઈ!!

    ખરેખર તમને વાંચીએ એટલે નાવીન્ય અને તાઝગીનો તથા નવા-નવા સ્પંદનો નો ઉદભવ થાય છે. સરસ ગઝલ, લાજવાબ !!

     
  3. તાજગી ભરી ગઝલ. લગભગા બધા શેર સરસ છે.

    આ મિસરામાં છંદ ચકાસી જોજો-
    હોઠ પર એમની કેવી મીઠાશ છે?
    આ ચડી પથ્થર અતિશય ચીકાશ છે.
    ના મથૂં હું છૂટવા ને માટે આજ,

     

    Pancham Shukla

  4. સુંદર રચના !

     

    P Shah

  5. સુંદર રચના, તાજગીસભર…

     

    Jignesh Adhyaru

Leave a Reply

Message: