21 Jul 2009

નામ છે

Posted by sapana


/>

ખોફ્થી દુનિયા તણા અડધું લખ્યું એ નામ છે,
દિલ મહીં ધડકી રહ્યું અડધું બીજું અવિરામ છે.

સર્વ અડધા હોય સંબંધો ને અડધી જિંદગી
હાસ્ય અડધું,અર્ધ આંસુંનું ઢળ્યું એ જામ છે.

ધર્મ અડધા,ઢોંગ અડધાં,છે કફન અડધા અને,
હોય ચિતા અધ બળેલી,અધ બળ્યું એ ધામ છે.

છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે.

છે સમાજો અર્ધ,અડધા છે રિવાજો આપણાં,
કોણે તોડ્યા દિલ બધા કોનું કર્યુ એ કામ છે?

છે સવાલો સર્વ અડધા ને જવાબો અર્ધ છે,
પ્રેમના આ બોલ અડધા,આ મળ્યું ઈનામ છે.

નેણના સપના અધૂરા, સર્વ આશા અર્ધ છે,
જિંદગી અડધી ગઈ ને મૃત્યુ બસ અંજામ છે.

છંદઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

સપના

Subscribe to Comments

11 Responses to “નામ છે”

  1. ભાવસભર રચના.

    આખરી શેરમાં (મૃત્ય જ)માં (જ) લઘુ છે એને ગુરુ તરીકે લેતાં છંદ તૂટે છે. (મૃત્ય બસ) કરો તો ?

    છંદની મહેનત ફળી રહી છે. ગઝલની સફાઈનો સમય પણ હવે નજીક આવતો જાય છે.

     

    Pancham Shukla

  2. મને આપની ઈર્ષા થાય છે કે મને આવું લખતા કેમ આવડતું નથી.
    સરસ રચના

     

    Natver Mehta, Lake Hopatcong,NJ, USA

  3. ખુબ જ સરસ્,

    મન મોહી લે તેવું

    અદભૂત !

    લખતા રહો……

    http://www.aagaman.wordpress.com
    Mayur Prajapati

     

    Mayur Prajapati

  4. સુંદર રચના… સરળ પણ સરસ વાત…

     

    વિવેક ટેલર

  5. છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
    રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે. આ શે’ર મને ઘણોજ ગમ્યો..જોકે આખી ગઝલ સુંદર છે…

     

    vishwadeep

  6. સપના, તમે સરળ શબ્દોને છન્દબધ્ધ સરસ ગોઠવી શકો છો. સમયના અભાવે નીયમીત મુલાકાત નથી લઈ શકતો.

    આ બે શેરમાં વાસ્તવીક્તા બહુ માર્મીક રીતે પ્રગટ થાય છેઃ

    ધર્મ અડધા,ઢોંગ અડધાં,છે કફન અડધા અને,
    હોય ચિતા અધ બળેલી,અધ બળ્યું એ ધામ છે.

    છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
    રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે.

     

    Chirag Patel

  7. ખુબ જ સરસ !! સરળ શબ્દોનો છંદ્ધ …શબ્દો નથી મારી પાસે તમારી આ સરળ છતાં વૈધક અભિવ્યકિત માટે… લાજવબ છે.!!

    નવોદિતોમાં તમે સર્વશ્રેષ્ઠ ગઝલકાર અને સંવેદનશીલ સર્જક છો, તેમાં કોઈ શક નથી!! ખુબ – ખુબ અભિનંદન !! આવી રચનાઓ આપતાં રહો અને તમારી કલમ માં આવી જ દમદાર તાકાત રહે એ જ અભ્યર્થના !!

    નીચેની પંકિતઓ માં તમારી વૈધકતા મને અને દિલને સ્પર્શી ગઈ !!

    ધર્મ અડધા,ઢોંગ અડધાં,છે કફન અડધા અને,
    હોય ચિતા અધ બળેલી,અધ બળ્યું એ ધામ છે.

    છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
    રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે.

    છે સમાજો અર્ધ,અડધા છે રિવાજો આપણાં,
    કોણે તોડ્યા દિલ બધા કોનું કર્યુ એ કામ છે?

     
  8. સરસ, સરળ, ઝટ ગમી જાય તેવી રચના. અભિનંદન

     

    sunil shah

  9. Naam che ati sunder rachna ghaneej gami avoo lakhta rehejo

     

    Shenny Mawji

  10. ધર્મ અડધા,ઢોંગ અડધાં,છે કફન અડધા અને,
    હોય ચિતા અધ બળેલી,અધ બળ્યું એ ધામ છે.

    છાપરાં અડધા ને અડધા નગ્ન તન છે એમના,
    રોટલીના અર્ધ કટકા પર લખ્યું હે રામ છે.

    છે સમાજો અર્ધ,અડધા છે રિવાજો આપણાં,
    કોણે તોડ્યા દિલ બધા કોનું કર્યુ એ કામ છે?

    સરસ રચના

     

    bharat suchak-gujarati

  11. ખુબ સરસ
    તમારો જઆબ નથિ
    અદભુત્

     

    prakash

Leave a Reply

Message: