25 Jul 2009

ખબર ના પડે

Posted by sapana

અજાણતા પાલવ તને સુંવાળો અડે,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ધબક ધબક ધબકે તું શ્વાસમાં આજ પણ,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.

છે આવવાનું ને જવાનું દિલમાં તમારુ,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

આ ચાંદ ઢાંકુ હાથથી,અમાવસ થશે,
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ભરું હથેળી તારલા થકી,નભ સુનું
ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

ઝમક ઝમક ઝમકાવતી મળુ હું તને,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડૅ.

નયન સજે સપનાં સજન તણા સામટાં,
ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.


છંદ વિધાનઃલ ગાલગા ગાગાલગા લગાગા લગા

સપના

Subscribe to Comments

11 Responses to “ખબર ના પડે”

  1. ઝમક ઝમક ઝમકાવતી મળુ હું તને,
    ખુદા કરે કોઈને પણ ખબર ના પડૅ.

    ખુબ જ સરસ પંક્તિ.

    મજા આવી ગઇ

    http://www.aagaman.wordpress.com
    Mayur Prajapati

     

    Mayur Prajapati

  2. મુલાયમ ગઝલ..

     

    sunil shah

  3. આ વખતે છંદ-વિધાન લખવાનું રહી ગયું, મિત્ર?

     

    વિવેક ટેલર

  4. ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.. એવીજ રીતે સૌને ખબર પડે…
    સુંદર..

     

    vishwadeep

  5. સરસ ભાવ.

    છે આવવાનું ને જવાનું દિલમાં તમારુ,
    ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

     

    Pancham Shukla

  6. સરસ ગઝલ..

     

    narayan patel

  7. આભાર્ વિવેકભાઈ,
    મેં છંદ વિધાન લખી આપ્યું છે.
    સપના

     

    sapana

  8. Ghanooj saru lakaan, very interesting.

     

    Shenny Mawji

  9. Previous Post
    25
    Jul
    2009
    ખબર ના પડે
    Posted by sapana

    અજાણતા પાલવ તને સુંવાળો અડે,
    ખુદા કરે કોઈ ને પણ ખબર ના પડે.

    ધબક ધબક ધબકે તું શ્વાસમાં આજ પણ,
    ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.

    બહુ સરસ રચના

     

    bharat suchak-gujarati

  10. જબ્બરજસ્ત, વાહ !!

    ઝમક ઝમક ઝમકાવતી મળુ હું તને,
    ખુદા કરે કોઈને પણ ખબર ના પડૅ.

    નયન સજે સપનાં સજન તણા સામટાં,
    ખુદા કરે કોઈને પણ ખબર ના પડે.

     
  11. વાહ વાહ્ શુ વાત કહી ….thats great yar….fida …………..

     

    vive tank

Leave a Reply

Message: