22 Aug 2009

સહી ક્યાં છે

Posted by sapana



અગન આ પ્રેમની એવી રહી ક્યાં છે?
મધૂરપ એ લાગણીની મહી ક્યાં છે?


ખુદા તારી અજબ રીતો છે દેવાની,
છે કોઈ વાત બાકી જે સહી ક્યાં છે?


શું મળશે રાખને ફંફોળવાથી બસ,
સળગતું આ હ્રદય એની મહી ક્યાં છે?


પરાકાષ્ટા હું માનું પ્રેમની આ છે,
ગયો એ વાત સમજી જે કહી ક્યાં છે?


છે કોરા ખત સમી આ જિંદગી જેમાં,
ખુદાની છાપ કે એમાં સહી ક્યાં છે?


છો ધોતી પાપને પાપી તણા,અમથી
જટાથી આમ ગંગા આ વહી ક્યા છે?


નદી છું નીર સુકા્યા છે વચગાળે,
હજુ સપનાં સમુદ્રમાં વહી ક્યાંછે.?


છંદવિધાન લગાગાગા લગાગાગા લગાગાગા

સપના

Subscribe to Comments

9 Responses to “સહી ક્યાં છે”

  1. પરાકાષ્ટા હું માનું પ્રેમની આ છે,
    ગયો એ વાત સમજી જે કહી ક્યાં છે?
    વાહ લાજવાબ શેર.

     

    હિના પારેખ

  2. અતિ સુંદર.
    ભાવવાહી રચના…

    છે કોરા ખત સમી આ જિંદગી જેમાં,
    ખુદાની છાપ કે એમાં સહી ક્યાં છે?

    આવડી મોટી વાત સહજ અને સરળ શબ્દોમાં કહી દીધી.

     

    નટવર મહેતા

  3. નદી છું નીર સુકા્યા છે વચગાળે,
    હજુ સપનાં સરોવરમાં વહી ક્યાંછે.?
    ગઝલની સારી ફાવટથેી લખી રહ્યા છો.

     

    vishwadeep

  4. સરસ ગઝલ.

     

    Pancham Shukla

  5. વાહ વાહ્…શુ કરુ વખાન તે જ ખબર પડ્તી નથી…..very very interesting and with full of feelings………

     

    vivek tank

  6. WOW! Haju sapna sarowar maan wahi kyan che? Great choice of words. Loved it, want to hear more.

     

    Shenny Mawji

  7. ખુદા તારી અજબ રીતો છે દેવાની,
    છે કોઈ વાત બાકી, જે સહી ક્યાં છે?

    કૈલસ પ્ંડિત યાદ આવે છે ક્ંઇક આવું ” કોણ ભલને પૂછે છે અહીં, કોણ ખરાને પૂછે છે
    મતલબથી બધાને નિસ્બત છે, નહી તો કોણ ખુદાને પુછે છે.
    બે જુદી સ્થિતિ બે જુદી વાતો !

     

    himanshupatel555.wordpress.com

  8. વાહ..ખુબ જ સરસ,
    ગઝલ ના કેટલાંક શેર તો ખુબ જ અસરકારક !!

    ખુદા તારી અજબ રીતો છે દેવાની,
    છે કોઈ વાત બાકી જે સહી ક્યાં છે?

    શું મળશે રાખને ફંફોળવાથી બસ,
    સળગતું આ હ્રદય એની મહી ક્યાં છે?

    છે કોરા ખત સમી આ જિંદગી જેમાં,
    ખુદાની છાપ કે એમાં સહી ક્યાં છે?

    છો ધોતી પાપને પાપી તણા,અમથી
    જટાથી આમ ગંગા આ વહી ક્યા છે?

    -સપનાબેન, બીજી એક વાત એ કે આ જે છેલ્લો શેર છે તેમાં ‘સરોવર’ની જગ્યાએ ‘સમુદ્ર’ પ્રયોજ્યો હોત તો વધુ સારૂ અને ચોટદાર બનત.

    નદી છું નીર સુકા્યા છે વચગાળે,
    હજુ સપનાં સરોવરમાં વહી ક્યાંછે.?

     
  9. ‘સમુદ્ર’ એ એકદમ અર્થ સૂચક લાગ્યો એટલે મેં સુચન કરેલ. આમ પણ નદી ‘સરોવર’માં નહીં પરંતું ‘સમુદ્ર’માં જ વહી ને જાય ખરૂને?! માટે જ તમે પોતે જૂઓ કે હવે આ પંકિત કેટલી બધી અર્થસૂચક લાગે છે ?!

     

Leave a Reply

Message: