19 Aug 2009

ફળી ગઈ

Posted by sapana

મારાં ગુનાહની સજા મળી ગઈ,
તારી જુદાઈ બસ મને ખળી ગઈ.


છોડીદીધો મેં માર્ગ જો સનમ તણો,
રસ્તામાં જિંદગી મને મળી ગઈ.

શબ્દો બન્યાં ભલે ન મૌન આંખના,
અંતરની વાત હું બધી કળી ગઈ.

સંદેશો જો મળ્યો મને મિલન તણો,
બાધાઓ આજ સર્વ બસ ફળી ગઈ.

ધનવાનોના શહેરની ઇમારતો,
નિર્ધનનાં ઝૂપડાં બધાં ગળી ગઈ.

આ જિંદગી વીતી જશે સજન વગર,
આશાઓ સર્વ ધૂળમાં મળી ગઈ.

આડંબરોમાં ધર્મના રહી સતત,
સપના, જુઓ અધર્મમાં ભળી ગઈ.

છંદઃ ગાગા લગાલગા લગાલગા લગા

સપના

Subscribe to Comments

10 Responses to “ફળી ગઈ”

  1. ધનવાનોના શહેરની ઇમારતો,
    નિર્ધનનાં ઝૂપડાં બધાં ગળી ગઈ.
    ખૂબ સરસ. એકદમ ચોટદાર શેર.

     

    Heena Parekh

  2. સપનાબેન,
    ખુબ સરસ, કેટલાંક શેર ખુબ જ ચોટદાર છે. થોડો ક્રમમાં ફેરફાર કરીને, જેવી રીતે શરૂઆત ચોટદાર શેરથી થાય છે તેવી રીતે અંતિમ શેર પણ વધુ ચોટદાર બની શકયો હોત.અને બીજી એક વાતની નોંધ લેશો નીચેના બે શેરોમાં સામાજિક વાત છે -જે સૌથી વધુ ચોટદાર શેર બન્યા છે. બાકીના શેરોમાં તમારી અને તમારી અંગત લાગણીઓની વાત છે.

    ધનવાનોના શહેરની ઇમારતો,
    નિર્ધનનાં ઝૂપડાં બધાં ગળી ગઈ.

    આડંબરોમાં ધર્મના રહી સતત,
    સપના, જુઓ અધર્મમાં ભળી ગઈ.

    તો પણ છંદ વિધાન ના બંધારણમાં રહીને પણ આપે ખુબ સરસ ચોટદાર રજૂઆત કરી છે. તે માટે તમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. તમે ભલે લાંબાગાળા બાદ એક-એક ઓછી પોસ્ટ બ્લોગ પર કરો, પણ આપણી મૌલિકતા અને શ્રેષ્ઠ સર્જન દિલ સુધી ચોટ કરીને મુખેથી વાહ-વાહ કરાવે તેવું છે અને સદા આવું જ સર્જન અને આપણી કૃતિઓ પિરસ્તા રહો એજ અંતરની અભ્યર્થના અને અભિલાષા !

     
  3. સુંદર રચના…

     

    વિવેક ટેલર

  4. ખુબજ સુંદર

     

    KAPIL DAVE

  5. સરસ રચના પણ

    ‘ખળી ગઈ’ એટલે શુઁ ??

     

    Lata Hirani

  6. સરસ ગઝલ. છંદ પણ મજાનો.
    લગભગ બધા જ શેર આસ્વાદ્ય થયા છે.

    મારાં ગુનાહની સજા મળી ગઈ,
    તારી જુદાઈ બસ મને ખળી ગઈ.

    પહેલા મિસરામાં એક -લગા- ખૂથે છે. ટાઈપમાં રહી ગયું લાગે છે.
    બીજા મિસરામાં ખળી ગઈ ને બદલે કળી ગઈ, ફળી ગઈ કે છળી ગઈ શક્ય છે ?

     

    Pancham Shukla

  7. તમે તો આ બધા શબ્દો ક્યાથી લાવો ચ્હો તે જ ખબર નથી પડ્તી………really apreciate yar….very nice thinking…..i think u have sea of feeling…rt or wrong ?

     

    vivek tank

  8. ધનવાનોના શહેરની ઇમારતો,
    નિર્ધનનાં ઝૂપડાં બધાં ગળી ગઈ.
    સુંદર અભિવ્યક્તિ

     

    vishwadeep

  9. દિલને સ્પશીઁ જાય એવી આ રચના છે ખરેખર ગમી.

     

    nikeshdesai

  10. Sapna tamari atli saras rachna mara dil ne khush kari gai very interesting khubaj saras hope to hear from you soon.

     

    Shenny Mawji

Leave a Reply

Message: