25 Aug 2009

ખુદાને

Posted by sapana


ખુદાને

કઠપૂતલીની જેમ નચાવે તું ,
માણસ બની ને જો બતાવે તું.

બચપણ,જવાની ને પછી ઘડપણ,
માણસ બનીને જો વટાવે તું.

પૈસો તો છે હાથ તણો મેલ જ,
માણસ બનીને જો કમાવે તું.

હો દીકરી કોડ ભરી વા’લી,
માણસ બની ને જો વળાવે તું.

આંસું સતત હા વહે આંખોથી,
માણસ બની ને જો વહાવે તું.

હા, છે સરળ થાવું ખુદા,પણ તું,
માણસ બની ને જો વધાવે તું

સપના સહી જાય જખમ તારાં,
માણસ બની ને જો ઉઠાવે તું.

છંદઃ ગાગા લગાગાલ લગાગાગા

સપના

Subscribe to Comments

7 Responses to “ખુદાને”

  1. જિંદગી.ખુદ એક કઠપુતલી સમાન છે..
    સુંદર ભાવનિરુપણ

     

    vishwadeep

  2. સરસ…. નવો જ છંદ.

    પૈસો તો છે હાથ તણો મેલ જ,
    માણસ બનીને જો કમાવે તું.

    ખુદાને સારી ચેલેન્જ ફેંકી છે.

     

    પંચમ શુક્લ

  3. વેરી – વેરી ગુડ & નાઈસ..
    ખુબ જ સરસ, પણ એક વાત , આ નીચેની પંકિતમાં ‘-આંસું વહ્યા ગાલથી,’ જે છે તેમાં અર્થ નો અનર્થ થવાની સંભાવના છે. કાંતો ‘આંસુ વહ્યા ગાલ પરથી’ અથવા ‘આંસુ વહ્યા આંખોથી’ આવો કંઈક ફેરફાર કરશો તો ભાવાર્થ જળવાઈ રહેશે. પરંતુ આ વિચાર મારો અંગત છે…

    આંસું વહ્યા ગાલથી, તૂટેલા દિલ,
    માણસ બની ને જો વહાવે તું.

    બાકી ગઝલ માં નાવીન્ય ખુબ જ ગમ્યું …

     
  4. મનહર ઉદાસે ગયેલી ગઝલોમાં એક વાત આવી પણ છે ખુદા-એક પળ તું પણ અમારી જેમ આ ધરતી પર વિતાવી તો જો..
    અથવા નઝીર ભાતરીએ કહ્યું છે-
    ઓ ખુદા ! એ તો ખુબી તારી કલાની હોય છે
    વાસ્ત્વિકતાઓયે તારી કલ્પનાની હોય છે ( પારદર્શક, સં.પંકજ શાહ)
    સપનાબેન કેટકેટલું યાદ કરવી જાય છે આવુંતો તમારી આ ગઝલ !

    વાંચો આજે મારી વેબપર”કવિતા શા મટે વાંચવી”

     

    HTTP;//himanshupatel555.wordpress.com

  5. સપના હજું હમણા જ લેખ પોસ્ટ કર્યો અને થેન્ક્યુ.પ્લિઝ હવે વાંચજો’
    હિમાન્શુ.

     

    himanshu patel

  6. સપના સહી જાય જખમ તારાં,
    માણસ બની ને જો ઉઠાવે તું.
    સપના જાન્દાર મત્લા અને મક્તાવાળી ગઝલ્ બહોત ખુબ

     

    dilip

  7. wahh….khudaa ne to bahu sari chalenge feki chhe….su lage chhe tamane su e aa badhu kari sakase ??? tamara sabdo thi god pan mmunjai gayo lage che

     

    vivek tank

Leave a Reply

Message: