« Older Entries Newer Entries » Subscribe to Latest Posts

6 Feb 2010

કોને છે ખબર ?

Posted by sapana. 13 Comments

konechhekhabar

કોને છે ખબર ?

આજ મળશે કોણ કોને  છે  ખબર ?

શું  થશે આ  ક્ષણ કોને  છે  ખબર ?

આપણા છે આપણા પ્રિયજન છતાં,

આપણું  છે  કોણ  કોને  છે ખબર ?

દર્દ  દિલમાં  હોય તો  દિલને  ખબર

શાને  આંસુ  નેણ  કોને  છે  ખબર?

આસમાને  સ્થાન તારું   છે  અગર ,

તું   મળે  કણકણ  કોને  છે  ખબર?

પ્રેમપ્યાલા  પી  લઉં  ખોબા  ભરી ,

થાય ખાલી  માણ કોને છે ખબર ?

જોઇ  લે  મહેંદી  મૂકી  મેં  હાથમાં

રંગવિણ રસલ્હાણ કોને છે ખબર ?

જોઈ  લેવા દો સરસ ‘સપના’ મને,

બંધ  થાશે  નેણ  કોને  છે ખબર ?

-સપના

1 Feb 2010

ત્રણ મુક્તક અને પ્યારા મિત્રોને, અલવિદાઅ ! -સપના

Posted by sapana. 12 Comments

વ્હાલા મિત્રો,

પ્રણામ!!….આજે મારાં  બ્લોગમાં હુ ત્રણ મુકતક મૂકુ છું. આ મુકતક ખાસ એટલા માટે રજુ કરુ કે હું પાંચ અઠવાડિયા માટે ભારત અને અન્ય દેશોના પ્રવાસે જાઉં છું. હું ચોક્કસ આપ સર્વના સંપર્ક માં  રહેવા પ્રયત્ન  કરીશ..આ શબ્દોની નદી વહેતી રહેવી જોઈએ… તે માટે ,…પણ જો હું મુલાકાત ના લઈ શકુ તો પાંચ અઠવાડિયાં માટે…

પ્યારા સાહિત્યસફરના મિત્રોને સપનાની,

અલવિદાઅ..અલવિદાઅ….ખુશ રહો !

 

26 Jan 2010

શ્યામના સપના !

Posted by sapana. 20 Comments


સખા તારી જ

પ્રીતનાં રંગે મને

રંગેલી કરી

ગઝલ

ચૂંદડી  તેં   શ્યામ,   રંગેલી   કરી,
વાંસળીથી   શ્યામ,  તે   ઘેલી  કરી.

મેં  કર્યા  રસ્તા  હ્રદયમાં આવવા,
શ્યામ  જો,  મેં  આંખમાં ડેલી કરી.

નીર  ધારે   ચાલતો   તું    આવજે,
પ્રેમરસની   આજ   મેં   રેલી  કરી.

બાવરી  હું   બાવરી   વનવન  ફરું,
શ્યામ  શીદને  ભાન  ભૂલેલી  કરી ?

શ્યામ  તું  તો,  રુક્ષ્મણિનો  કંથ  છે,
કેમ   રાધા  જગમહીં   પહેલી કરી ?

શ્યામ  મળવા  કુંજગલીઓમાં ફરું
વ્રજની  ગોપીઓ  મેં સાહેલી કરી.

ચૂલે  આંધણ  નાથ  બળતાં જાય રે,
લોક  હસતા, શ્યામ  તેં  છેલી કરી.

છોડ  મુજ નાજુક કલાઈ કહાન  તું
જો    ચૂડીઓ   તેં જ   તુટેલી  કરી.

શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
હેતની    હૈયામાં   તેં   હેલી   કરી.

-સપના વિજાપુરા

છંદઃગાલગાગા ગાલગાગા ગાલગા


13 Jan 2010

એક ઓરડો ખાલી આપો (અછાંદસ)

Posted by sapana. 16 Comments

એક ઓરડો ખાલી આપો,
કલમ અને કાગળ આપો,
શબ્દોના ભંડોળની જરૂર નથી,
એક જ શબ્દ પ્રેમ આપો,
નથી પ્રકૃતિની જરૂર મને,
કલ્પનામાં એની મૂરત આપો,
આ થઈ ગઈ કવિતા હવે,
એને રહેવા ઘર આપો.

-સપના ‘વિજાપુરા’

31 Dec 2009

લીલી ડાળ -‘સપના’ વિજાપુરા

Posted by sapana. 20 Comments

વહાલા મિત્રો,આજે મને જણાવતા ખુશી થાય છે કે મારાં બ્લોગમા હું ૧૦૦મી રચના મૂકુ છું. બ્લોગ જગતમા હું ફ્રેબ્રુઆરી ૨૦૦૯ માં આવી. આ માટે લયસ્તરોનો આભાર માનું છું. લયસ્તરોથી હું વિવેકભાઈ,ઊર્મીબેન ધવલભાઈના પરિચયમાં આવી અને તેઓએ મને ઉત્સાહીત કરી. મને યાદ છે જ્યારે મે તદ્દ્ન નિખાલસ ભાવે વિવેકભાઈને મારી રચના એમના બ્લોગ લયસ્તરોમા મૂકવા કહ્યુ તો એમણે કહ્યુ કે મારી રચના છંદમા નથી..અને મને ખબર પણ નહી કે છંદ શું છે? એ પછી છંદ શીખવાની સફર શરૂ થઈ..રઈશભાઈની બુક આવી અને બધી જગ્યાએથી સામટી મદદ સાંપડી અને આ શબ્દોનો નશો એવો ચડ્યો કે ઉતરવાનું નામ જ નથી લેતો. હજુ શીખી રહી છું ….આ સફરમાં પંચમભાઈ શુકલે ઘણી મદદ કરી અને કરે છે, એમનો હું હાર્દિક આભાર માનું છું અને મારા સાહિત્ય મિત્રો જેઓએ પ્રતિભાવ આપીને મને ઉત્સાહીત કરી છે એમનો સૌથી વધારે આભાર..કારણ એ મિત્રોને કારણે મને પ્રોત્સાહન મળે છે. બસ આ સફરમાં આમ જ સર્વના પ્રેમ અને આશિર્વાદ મળતા રહે તેવી આશા સાથે વિરમુ છું. -સપના વિજાપુરા

લીલી ડાળ

 

પાન  છું  હું  પાનખરનું તું  લીલીછમ ડાળ  છે,
છું નદી   સૂક્કી ને  તું  સાગરસમો  વિશાળ  છે.

તરફડુ   હું   બંધ  ખૂણામાં, તું  હસતો  જાય  છે,
અય, ખુદા હું માછલી ને આખી દુનિયા જાળ છે.

 હાં,  હજુ  ક્યાં  ઈશ્કના  મેં  પાર  ઈમ્તેહાં કર્યા ?
તુજની બરબાદીતણું મારા જ શીરપર આળ  છે.

શ્વાસ  ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ  મન મીતવા,
મેં  બનાવી  એક  સપના-સ્નેહની  આ  પાળ છે.
સપના’ વિજાપુરા

 


 

 




26 Dec 2009

એક નામ

Posted by sapana. 11 Comments

નવા પડેલા બરફ ઉપર,

હું આંગળીથી એક નામ લખું,

અને પછી ધીરે ધીરે એને

ઓગળતા જોઉં,

એક નામ મેં મારાં દિલ પર લખ્યું છે,

એ નામ હું રોજ મારામાં ઓગળતા જોઉં,

એ નામ એવી રીતે ઓગળ્યું મારામાં,

જેવી રીતે લોહીમાં પ્રાણવાયુ.

આ એક નામ ચાહે બરફમાં કે લોહીમાં

હમેશ મારામાં ઓગળતુ રહેશે …

એ એક નામ……

-સપના

16 Dec 2009

પ્રીતનું પાન !…

Posted by sapana. 7 Comments

ઊડતું  આવિયું    પ્રીતનું   પાન   છે
દિલમહી બસ  હવે તુજનું ધ્યાન  છે

છે  હ્દય ધડકનોમાંય વાલમ તુ  તો
કંઠમાં  સૂર  સંગીતમાં    ગાન    છે

શ્વાસ  મારાં હવે આજ અટકી  જશે
દૂર ના  તું જતો   તુજમહીં જાન  છે

પંડિતો,  મુલ્લાઓ  ખૂબ દે   ભાષણો,
પ્રેમનાં ઢાઈ અક્ષરે સજન, જ્ઞાન  છે

પાનખરમાંય ડાળ એક  લીલી  હજી
તુજ વિના જિંદગી મારી  વેરાન છે

દિલમહીં જો ન રાખે સજન તુ  મને,
આ ધરા પર કહે, સપનાનું સ્થાન છે ?

છે રહેવું  હ્દયમાં   જ  વાલમતણા,
છો કહે, લોક ‘સપના’ અજબ શાન છે !

-‘સપના’

9 Dec 2009

ગીત લખું-સપના

Posted by sapana. 14 Comments

 


પ્રણયનું   કોઈ   ગીત   લખું ,
કાગળ   પર   હું   પ્રીત લખું .

શ્વાસોમાં   તું   પ્રાણોમાં  તું,
મારાં   પ્રેમની   જીત   લખુ.

કંઈ  નડ્યા  ના  બંધન  જેને,
પ્રણયની   કેવી    રીત  લખું .

અંતર   કોણે   ઉભા   કર્યા  ?
કોણે  બાંધી  આ  ભીંત લખું.

સંગાથે   પણ   અંતર  લાંબાં,
દૂર  છતાં  પાસે  મીત   લખું.

હસતી દુનિયા પ્રીત ઉપર છો,
તારા  અધર પર સ્મિત  લખું.

મંઝિલ પ્રીતમ  મિલનમાં છે,
હાર  નથી  મારી  જીત  લખું.

ભાગ્ય ખુલ્યાં જો  સપના ના,
મોજીલો  છે મન મીત  લખુ.

-સપના

25 Nov 2009

નાટક

Posted by sapana. 9 Comments

આપણે નાટક કેવા કરીએ?
પ્રેમ હોવાના દાવા કરીએ.

સીક્કાની બે બાજુ છીએ,
એક બીજાને વાંસા કરીએ.

શબ્દો પોકળ મુખથી સરતા,
આપણે ખોટા સાચા કરીએ.

મંદિર મસ્જીદ સૂના સૂના
પથ્થરને પણ ખુદા કરીએ.

નાના મારા મનમાં તું છે,
મોટા ચિત્રો નાના કરીએ.

લાંબી રાતો વિરહની છે,
રાત આખી પાસા કરીએ.

વાસ્તવિકતા છોડી દે તું,
પ્રિતમ પ્યારા ‘સપના’ કરીએ.

-સપના

18 Nov 2009

દિલ

Posted by sapana. 12 Comments

હથોડીની કે કરવતની જરૂર નથી,
દિલ મારું એક ફૂલ છે પથ્થર નથી,
તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી,
અડીખમ રહે તારી સામે ગુરુર નથી.
સપના