31 Dec 2009

લીલી ડાળ -‘સપના’ વિજાપુરા

Posted by sapana

વહાલા મિત્રો,આજે મને જણાવતા ખુશી થાય છે કે મારાં બ્લોગમા હું ૧૦૦મી રચના મૂકુ છું. બ્લોગ જગતમા હું ફ્રેબ્રુઆરી ૨૦૦૯ માં આવી. આ માટે લયસ્તરોનો આભાર માનું છું. લયસ્તરોથી હું વિવેકભાઈ,ઊર્મીબેન ધવલભાઈના પરિચયમાં આવી અને તેઓએ મને ઉત્સાહીત કરી. મને યાદ છે જ્યારે મે તદ્દ્ન નિખાલસ ભાવે વિવેકભાઈને મારી રચના એમના બ્લોગ લયસ્તરોમા મૂકવા કહ્યુ તો એમણે કહ્યુ કે મારી રચના છંદમા નથી..અને મને ખબર પણ નહી કે છંદ શું છે? એ પછી છંદ શીખવાની સફર શરૂ થઈ..રઈશભાઈની બુક આવી અને બધી જગ્યાએથી સામટી મદદ સાંપડી અને આ શબ્દોનો નશો એવો ચડ્યો કે ઉતરવાનું નામ જ નથી લેતો. હજુ શીખી રહી છું ….આ સફરમાં પંચમભાઈ શુકલે ઘણી મદદ કરી અને કરે છે, એમનો હું હાર્દિક આભાર માનું છું અને મારા સાહિત્ય મિત્રો જેઓએ પ્રતિભાવ આપીને મને ઉત્સાહીત કરી છે એમનો સૌથી વધારે આભાર..કારણ એ મિત્રોને કારણે મને પ્રોત્સાહન મળે છે. બસ આ સફરમાં આમ જ સર્વના પ્રેમ અને આશિર્વાદ મળતા રહે તેવી આશા સાથે વિરમુ છું. -સપના વિજાપુરા

લીલી ડાળ

 

પાન  છું  હું  પાનખરનું તું  લીલીછમ ડાળ  છે,
છું નદી   સૂક્કી ને  તું  સાગરસમો  વિશાળ  છે.

તરફડુ   હું   બંધ  ખૂણામાં, તું  હસતો  જાય  છે,
અય, ખુદા હું માછલી ને આખી દુનિયા જાળ છે.

 હાં,  હજુ  ક્યાં  ઈશ્કના  મેં  પાર  ઈમ્તેહાં કર્યા ?
તુજની બરબાદીતણું મારા જ શીરપર આળ  છે.

શ્વાસ  ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.

છો રહે આંખો થકી ઓઝલ તું, ઓ  મન મીતવા,
મેં  બનાવી  એક  સપના-સ્નેહની  આ  પાળ છે.
સપના’ વિજાપુરા

 


 

 




Subscribe to Comments

20 Responses to “લીલી ડાળ -‘સપના’ વિજાપુરા”

  1. Read your info. above.You achieved a lot in your short journey you are determent and good too.I read lot of your poems.Well done Sapana. Good Wishes.
    Enjoyed your poem Lili Daal

     

    Shenny Mawji

  2. તમારી ગઝલ ખાનગી છે તેથી તેમાં ૬૦ના દાયકામાં અમેરિકન સાહિત્યમાં દેખાયું હતુ તેવુ કન્ફેશ્નાલિસ્ટિક અભિગમ ડોકાય છે.
    ૧૦૦મી વેદના મુબરક્.

     

    himanshu patel

  3. લાગણીઓના પૂર લઈ વહેતી ગઝલ
    માનવ સંબંધને મહેંકાવતી છે કલમ.
    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

     

    Ramesh Patel

  4. sapna,
    ye saare itteffaq khuda ne pehle hi se humare naseeb main likh diye hain,aap bahot accha likhti ho….aur haan jazbaton ko ashaar main prone ke liye ga ga la ga ki mohtazgi nahin…woh bas jese behte hain unhe behne do….usi ain nazakat hai….usi main kushadgi hai….Allah aapko is naye saal ki saari nayi khushiyan ata farmaye isi duva ke saath

    Allah Hafiz

    Aapka Muntazir

     

    Muntazir

  5. હાર્દિક અભિનંદન !!!

    આવી તો બીજી હજાર વસંત જોવાની બાકી છે…

    પ્રસ્તુત ગઝલમાં છંદ ફરી એકવાર શિથિલ થયેલો જોવા મળે છે…

     

    વિવેક ટેલર

  6. Congratulations and wishing to see many more centuries of creativity on this blog.

     

    SV

  7. ખુલી આંખના આ સોમા સપનાની વધામણી આપને મુબારક.
    આપની મજલ શરૂ થઈ હતી એ આપે જાળવી રાખી છે એ બદલ અભિનંદન.
    આપના દરેક સપનાની હારમાળા સફળતાને વરે એ જ પ્રાર્થના.

     

    નટવર મહેતા

  8. પાન છું હું પાનખરનું ને તું લીલી ડાળ છે,
    છું નદી સુક્કી અને સમુદ્ર તું વિશાળ છે.
    શ્વાસ ગર્ભાશય મહીં લીધાં હતા તું ક્યાં છે મા?
    આ જગતમાં મારી પણ બંધાઈ તૂજથી નાળ છે.

    ખુબ સુંદર ગઝલ છે ને છન્દમાં જ છે આપને એક્સોમી પોષ્ટ મુકાયા બદલ અભિનંદન પાઠવું છું સાહિત્યજગમા આવતા માર્ગ અવરોધકથી નિશ્ચીન્ત રહી આગળ વધતા રહો તે જ અભ્યર્થના. આપને અનેક સદવૃત્તિના અને સહકાર આપનાર મળી રહેશે અને આપની ગુજરાતી ભાષાની સેવા અવિરત ચાલુ રહે તે જ શુભેચ્છા.

     

    Dilip

  9. લાગણીઓને વહેવા દઇએ તો કવન બને
    લાગણેીમાં વહીયે તો દુઃખી થઈએ અને
    જો કવનોને પરોવી તે માળા બનાવો તો
    સુંદર મઝાનો “સપના” કાવ્યસંગ્રહ્ બને!

    શુભેચ્છાઓ

    અભિનંદન્!

     

    Vijay Shah

  10. સુંદર અને છંદબધ્ધ.
    વિચારના ફૂલોથી મહેંતી ગઝલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

     

    Ramesh Patel

  11. ૧૦૦ મી પોસ્ટ માતે અભિનંદન !
    મહુવા ના વતની ને હમ્વતનને મળેીને આનંદ થયો.
    વાર્તાલાપ પર આવશો.

     

    Bhajman Nanavaty

  12. આજે તમે બ્લોગ પર સફળત પૂર્વક ૧૦૦મી રચના પોસ્ટ કરો છો એ જાણી આનંદ અને તમને હાર્દિક અભિનંદન!
    તમારી ગઝલ-યાત્રા અવિરત આગળ ધપે અને સફળતાના ઉચ્ચ શિખરો આંબે એવી દિલથી શુભેચ્છાઓ!
    ૧૦૦મી ગઝલ સરસ થઈ છે અને માણવી ગમી.
    સુધીર પટેલ.

     

    sudhir patel

  13. ખૂબ ટૂંકા સમયમાં વિપુલ સર્જન. આપની સ્રર્જનયાત્રા સતત આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ.

     

    Pancham Shukla

  14. પ્રથમ તો આપની ૧૦૦મી પોસ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન. આપની કલમ આ રીતે જ ચાલતી રહે અને આપની સંવેદનાને શબ્દોમાં ઢાળતી રહે. મુન્તઝિરની વાત સાથે સહમત છું. આપના હ્રદયના ભાવો છંદને આધીન હોવા જ જોઈએ એ જરૂરી નથી. આપના હ્રદયમાંથી જે રીતે શબ્દો આવે એ રીતે એને કાગળ પર ઉતારતા રહો. છંદ ન જળવાય તો પણ અમે તેને માણીશું.

     

    Heena Parekh

  15. ખુબ જ સરસ

    નેટ પર સમય ઓછો મળે છે.

    પણ જ્યારે પણ મળે છે ઉપયોગ કરી લઊં છૂ.

    visit my Blog and leave your valuable comment pls.

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    Mayur Prajapati

  16. અભિનંદન,
    ગોલ્ડન જ્યુબીલી માટે.

    તમારી રચનાઓ આમ જ વહેતી રહે એ જ શુભેચ્છા.

     

    દિનકર ભટ્ટ

  17. આજકાલ અંગત કારણોસર ઓવરઓલ ગુજરાતી વાંચન નેટ પર ઘણું ઓછું થઈ ગયું છે… એટલે આ ચૂકી જવાયું… મોડા મોડા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, સપનાબેન… એક માઈલસ્ટોન માટે… સપનાની છંદોબદ્ધ સફર અવિરત રહે એવી શુભેચ્છાઓ.

     

    ઊર્મિ

  18. બહુ સરસ સપનાજી આપની આ ગઝલ બહુ અસરકારક અને જુદી પડે તેવી છે અભિન્ંદન

     

    dilip

  19. બહુ સુંદર ગઝલો બદલ અભિનંદન
    આમા વધુને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ

     

    pragnaju

  20. શ્વાસ ઉદરમાં મેં લીધા હતા તું ક્યાં છે મા ?
    તું નથી જગમાં છતાં બંધાઈ તુજથી નાળ છે.
    મા સાથેના અતૂટ નાતાની પન્ક્તિ ખુબ ગમી ..સરસ ગઝલ..આપની ઉત્કૃષ્ટ રચનાઓમાંથી ગમતિલિ..

     

    Dilip Gajjar

Leave a Reply

Message: