26 Dec 2009

એક નામ

Posted by sapana

નવા પડેલા બરફ ઉપર,

હું આંગળીથી એક નામ લખું,

અને પછી ધીરે ધીરે એને

ઓગળતા જોઉં,

એક નામ મેં મારાં દિલ પર લખ્યું છે,

એ નામ હું રોજ મારામાં ઓગળતા જોઉં,

એ નામ એવી રીતે ઓગળ્યું મારામાં,

જેવી રીતે લોહીમાં પ્રાણવાયુ.

આ એક નામ ચાહે બરફમાં કે લોહીમાં

હમેશ મારામાં ઓગળતુ રહેશે …

એ એક નામ……

-સપના

Subscribe to Comments

11 Responses to “એક નામ”

  1. સરસ………અભિવ્યક્તિ …..

     

    naraj

  2. શું વાત છે! વાઉં ખુબ જ નાવીન્યભરી અને સરસ ભાવવાહી રજૂઆત…દિલને ખરેખર સ્પર્શી ગઈ…

     
  3. Wow, Nice thought….
    Ghanu Chintan Dekhay chhe..
    keep it up…

     

    vijay rohit

  4. સુંદર અછાંદસ વિચારતાં કરી ને તેવું નામનું ઓગળવું !
    લખતાં રહો તેજ શુભેચ્છા

     

    dilip

  5. Great Ganeej saras kavita dil ne chooi gai.Sincere thoughts,congrats for that.

     

    Shenny Mawji

  6. પ્રેમના પ્રાણવાયુથી તસતસતું આ કાવ્ય તમારી અનુભૂતિને -કારણ તમારા ગઝલ અને કાવ્ય બન્નેવને ખૂબ નીજી છે તેથી-ઘટ્ટ કરીને લાવે છે.બરફનું ઓગળવું અને દિલમાં લોહીનું સતત નુવું થવા ઓગળ્યા કરવું તે સાયુજ્ય
    તમારું કાવ્યચિન્હ છે.

     

    himanshu patel

  7. સરસ કવિતા થઈ છે.

     

    dr.firdosh dekhaiya

  8. સરસ કાવ્ય. અભિનંદન

     

    Lata Hirani

  9. ખૂબ જ સરસ. વધુ કંઈ લખવા મારી પાસે શબ્દો નથી.

     

    Heena Parekh

  10. પ્રેમનો સુંદર શબ્દાલેખ.
    અભિનંદન.

    પરદેશમાં

    http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

     

    Ramesh Patel

  11. સપના બેન , ખુબ સરસ અભિવ્યક્તી …
    એક વાત આપ ને જણાવવી કે મે તમરી કેટકલીક રચના મરા લોગ ઉપર મુકી છે. મારે આપ ને જાણ કરવી જોઇએ, પરંતુ હુ કરી ના શક્યો, આપ ચાહો તો હુ એને કઢાવી પણ શકો છો..પ્ર્ત્યુતત્તર આપ્ શો..
    સંકેત દવે.

     

    Sanket Dave

Leave a Reply

Message: