ત્રણ મુક્તક અને પ્યારા મિત્રોને, અલવિદાઅ ! -સપના

વ્હાલા મિત્રો,

 

પ્રણામ!!….આજે મારાં  બ્લોગમાં હુ ત્રણ મુકતક મૂકુ છું. આ મુકતક ખાસ એટલા માટે રજુ કરુ કે હું પાંચ અઠવાડિયા માટે ભારત અને અન્ય દેશોના પ્રવાસે જાઉં છું. હું ચોક્કસ આપ સર્વના સંપર્ક માં  રહેવા પ્રયત્ન  કરીશ..આ શબ્દોની નદી વહેતી રહેવી જોઈએ… તે માટે ,…પણ જો હું મુલાકાત ના લઈ શકુ તો પાંચ અઠવાડિયાં માટે…

પ્યારા સાહિત્યસફરના મિત્રોને સપનાની,

અલવિદાઅ..અલવિદાઅ….ખુશ રહો !


 

12 thoughts on “ત્રણ મુક્તક અને પ્યારા મિત્રોને, અલવિદાઅ ! -સપના

 1. Heena Parekh

  કોડિયું આ પ્રેમનું બળતું મૂકીને જાઉં છું
  પ્રીતનું ઘી તે મહીં ઝરતું મૂકીને જાઉં છું
  રાત્રીઓ વીતી જશે, સપનામહીં ‘સપનાં’ વતી ,
  એક સપનું આંખે તવ ફરતું મૂકીને જાઉં છું
  ખૂબ સરસ મુક્તક.
  ભારતમાં આપનું સ્વાગત છે.

 2. dilip

  સપનાંની હું વાત કરું તને સપનાંની
  પોચાપોચા પાંપણે ઝૂલતાં સપનાંની,

  આ ગઝલોમાં સુવાસ મૂકું,
  લાવ એમાં થોડાં શ્વાસ મૂકુ,

  કોડિયું આ પ્રેમનું બળતુ મૂકીને જાવ છું
  પ્રીતનું ઘી તે મહી ઝરતું મૂકીને જાવ છું

  વાહ સુંદર મુક્તકો મિત્રો માટે અંતરના ભાવ સહિત રજુ કરતાં જાવ છો,
  તમારી આ વતનયાત્રા માટે આપ સહુને ખુબ અભિનંદન…

 3. Santosh Bhatt

  ભાભિ,

  અલવિદા ના બદ્લે આપણૅ આવજો કહિએ અને તમારિ યાત્રા શુભ થાય તેવિ પ્રભુ ને પ્રાર્થના.

  સન્તોશ અને જિગિશા ભટ્ટ્.

 4. Ramesh Patel

  આપની યાત્રા સુખદ અને યાદગાર બને તેવી શુભેચ્છા.આપના વિચારોની યાત્રામાં સહભાગી કરતા જ રહેજો…સપનાં સજાવતા જ રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. પટેલ પોપટભાઈ

  મોડે મોડે ત્રણે મુક્તકો વાંચ્યાં.
  દીલમાં થયું !!!
  કેટલો બધો ભાવ છે, તમને તમારા વાચક-મિત્રો માટે !!!
  મા બે દિવસ માટે અનિચ્છાએ ક્યાંક દૂર જાય, ને બાળકો માટે જમવાના ડબલાં બનાવી ભરીને ફ્રીજમાં મૂકી જાય, ને સૂચના !!!!!!
  ” પ્રીતનું ઘી તે મહી ઝરતું મૂકીને જાવ છું ”

  *******************

  ” હૈયા” ” થોડાં ” ” જાવ ” ને બદલે હૈયાં – થોડા – જાઉં તમને કેમ લાગે ? ડરતાં ડરતાં ભલામણ કરું છું.( દૂધ-પાણી માંથી પોળા……………ના લાગવું જૉઇએ )
  *******
  માનસની ઉંચ્ચતમ્ ભૂમિકા – હ્રિદયના ઊંડાણમાંથી ઉતરેલી
  તમારી કેટલીક હીંદી-ગુજરાતી રચનાઓ વાંચી ( હજી બાકી છે.)
  પછી જોડણી માટે ભલમણ કરી.
  *********************

  આજ કાલ પાછાં અમેરીકા આવતાં જ હશો.

  તમારું ઘર તમને સૌને આવકાર આપે.

  આરામ કરો અને આનંદથી નવી રચનાઓ અમારા જેવા વાચકો માટે રચતા રહેશો.

 6. sapana

  પોપટ્ભાઈ,
  આપ મારાંબ્લોગમા પધાર્યા તે બદલ હાર્દિક આભાર અને જોડણીની ભૂલો કાઢી એને માટે વધારે આભાર..હું આ બાબતમા થોડી કાચી છું તમે સુધારતા રેહશો હું સુધારી લઈશ.તમારા પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર!!તમારુ ઈમેઇલ નથી નહીતો હું પર્સ્નલી આભાર માન્ત!!મારુ ઈમેઇલ
  sapana53@hotmail.com
  sapanaa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.