9 Dec 2009

ગીત લખું-સપના

Posted by sapana

 


પ્રણયનું   કોઈ   ગીત   લખું ,
કાગળ   પર   હું   પ્રીત લખું .

શ્વાસોમાં   તું   પ્રાણોમાં  તું,
મારાં   પ્રેમની   જીત   લખુ.

કંઈ  નડ્યા  ના  બંધન  જેને,
પ્રણયની   કેવી    રીત  લખું .

અંતર   કોણે   ઉભા   કર્યા  ?
કોણે  બાંધી  આ  ભીંત લખું.

સંગાથે   પણ   અંતર  લાંબાં,
દૂર  છતાં  પાસે  મીત   લખું.

હસતી દુનિયા પ્રીત ઉપર છો,
તારા  અધર પર સ્મિત  લખું.

મંઝિલ પ્રીતમ  મિલનમાં છે,
હાર  નથી  મારી  જીત  લખું.

ભાગ્ય ખુલ્યાં જો  સપના ના,
મોજીલો  છે મન મીત  લખુ.

-સપના

Subscribe to Comments

14 Responses to “ગીત લખું-સપના”

  1. સરસ રચના.

     

    Pancham Shukla

  2. હસતી દુનિયા પ્રીત પર છો (ને,)
    અધરે તારું સ્મિત લખું.

    મંઝિલ પ્રીતમ મિલનમાં છે,
    હાર નથી મારી જીત લખું.

    ખુબ સુન્દર પ્રણયરંગી રચના..
    ખુબ ખુબ શુભેચ્છા
    અલ્લાહ કરે જૌરે કલમ ઔર જિયાદા

     

    dilip

  3. અંતર કોણે ઉભા કર્યા

    કોણે બાંધી આ ભીંત લખું.
    વાહ ક્યા બાત હૈ!!!

     

    vishwadeep

  4. સરસ !

    અંતર કોણે ઉભા કર્યા
    કોણે બાંધી આ ભીંત લખું.

     

    P Shah

  5. પ્રણયનું કોઈ ગીત લખું ,
    કાગળ પર હું પ્રીત લખું …સરસ પંક્તિઓ.

     

    Heena Parekh

  6. પ્રણયનું કોઈ ગીત લખું ,
    કાગળ પર હું પ્રીત લખું

    સરસ રચના.

    મયુર પ્રજાપતિ

     

    Mayur Prajapati

  7. પ્રણયનું કોઈ ગીત લખું ,
    કાગળ પર હું પ્રીત લખું .

    શ્વાસોમાં તું પ્રાણોમાં તું,
    મારાં પ્રેમની જીત લખુ.

    શબ્દ પ્રીતના રંગોથી ઘૂટાઈ સરસ ગઝલ મહેંકાવી ગયા.
    રમેશ પટેલ(આકાશદીપ)

    nabhakashdeep.wordpress.com Invited with request to visit my New blog .

     

    Ramesh Patel

  8. શ્વાસોમાં તું પ્રાણોમાં તું,
    મારાં પ્રેમની જીત લખુ.

    કંઈ નડ્યા ના બંધન જેને,
    પ્રણયની કેવી રીત લખું .

     

    તેજસ શાહ

  9. સુંદર રચના. અભિનંદન

     

    તેજસ શાહ

  10. ખૂબ સરસ. સપનાબેન લખો, અચૂક લખો.
    પ્રીત લખો, જીત લખો, રીત લખો, ભીંત લખો.

    આ રચનાથી અંતરમાં
    શબ્દ સ્ફૂર્યાઃ

    ન અંજપાનો અહેસાસ છે
    સાથે શાંતિનો સાથ છે.

    કાગળ પર શું લખુ ?
    પ્રેમ ભરપૂર છે, રગેરગમાં

    ભલે કાળી ડીબાંગ હો ભીંત,
    પ્રેમની એક જ રીત,
    મારે છે મોજીલો મનમીત.
    તેના અધરે લખુ હું સ્મિત.

    હાર અને જીત ? ? મારે શુ કામ છે ?
    મોજીલો મનમીત છે, – સપનાને

    આપની રચના વિષે લખવા શરૂ કરેલું પણ લખાઇ ગયા પછી લાગે છે કે, આપના મનમીતજીને માટે મારી આ શીઘ્ર રચના અર્પીત કરુ છુ.

     

    પી. યુ. ઠક્કર

  11. સરસ કાવ્ય..લખતાં રહો..

     

    Lata Hirani

  12. હસતી દુનિયા પ્રીત ઉપર છો,
    તારા અધર પર સ્મિત લખું.

    ખુબ સુન્દર શેર દંભ ઉપર માણસ બીજાના વતૃન પર હસે છે જ્યારે કવિ તેના આત્મિય માટે સ્મીત લાવવા ચાહે છે..માણસ જારે પોતાના વર્તન પર હસસે ત્યારે શક્ય છે કે તે બદલાય.
    ખુબ ખુબ શુભેચછ્ા સપનાને સાર્થક થવા માટે.

     

    Dilip Gajjar

  13. સરસ પ્રણય ગઝલ! અભિનંદન!!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  14. અંતરની ભીનાશ એક એક કડીમાં છલકે છે, ખુબ સરસ.

     

    દિનકર ભટ્ટ

Leave a Reply

Message: