8
May
2010
Posted by sapana. 11 Comments

આજે માતૃદિને આ રચના મારી વ્હાલસોયી સાસુને અર્પણ કરું છું.જે આ ફાની દુનિયા છોડીને જન્નત તરફ પ્રયાણ કરી ગઈ છે.જેણે આખી વિધવા જિંદગી એક્લા હાથે ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?
મા ઓ માતા સલામ મારાં છે
મા ચરણ આ કલામ તારાં છે
તું જ ભરથાર ધામ સીધાર્યા
બાળકો આઠ, દિન નઠારાં છે
છે કરુણા તણી જ મૂરત તું
પ્રેમનાં રંગ તુ જ સારાં છે
તું અડી ખમ છે ઢાલ સર્વોની
બાળ તારા બધાં સિતારા છે
દોહતી ગાય ખેડતી ખેતર
કેટલાં રૂપ માત તારા છે
જાન તારી કરી સમર્પીત
તું જ મઝધાર, તું કિનારા છે
સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ આ તારું,
ગોદ રમતા આ સંત સારાં છે
નેહ આંખો મહી વહે તારી
તું અવિરત સ્નેહ ધારા છે
મા ઓ મા લો સલામ મારાં હો
આજ સપનાં સફળ અમારાં છે
-સપના વિજાપુરા
6
May
2010
Posted by sapana. 11 Comments

NOG # 230
વિષય : શરદ પૂનમ
શીર્ષક : ચાંદ
પ્રકાર : પદ્ય શબ્દ : 93
મારી ચોરસ બારીમાંથી
એ ડોકિયા કરે
અડધી રાતે મારી સાથે
આંખ મીંચામણાં કરે
એની શીતળતા મને ભીંજવી નાખે
હું આંખો બંધ કરીને
એની શીતળતામાં મહાલું
ધીરે ધીરે એ મારી બારીમાંથી ખસી ને
બીજાંની બારીમાં જાય..
તો પણ હું રાત પડવાની રાહ જોઉં
કે ક્યારે એ મારી બારીમાંથી ડોકિયું કરે.
ચૌદ દિવસે એ પૂરો ચહેરો બતાવે..
પછી હું એને ઘટતા ઘટતા નખ જેવો બનતા જોઉં
અને અમાસમાં એને આકાશમાં શોધુ
મારી બેચેન આંખો સિતારાઓને પૂછે” ક્યાં રહી ગયો મારો પ્રેમી”?
ફરી નખ જેવો બની મારી આશાઓને જીવંત કરે
ફરી તારા પૂર્ણ થવાની રાહ જોઇશ વહાલમ..
–સપના વિજાપુરા
25
Apr
2010
Posted by sapana. 23 Comments

રક્તમાં કાંઇક જો ખળખળ થયું
ભાન તારા સ્પર્શનું તે પળ થયું
ચાંદ જેવું જોઇને આકાશમા
આંગણું અંતર તણું ઝળહળ થયું
વાંસળી જ્યાં હોંઠ પર તારા અડી
સૂરનું સ્પંદન સરસ સળવળ થયું
છે પસીનો કોઈ પરવાના તણો
ફૂલ ઉપર બુંદનું ઝાકળ થયું
યાદ તારી આમ તો છાની હતી,
ચંદ્ર નીરખી મન સતત ચંચળ થયું
પ્રેમની શક્તિ હશે એમાં જરૂર
મન બળ્યું ના, તન ભલે બળ બળ થયું
દોષ ગર એકાદ જાઉં વીસરી
રોજ ધોકો રોજ નવતર છળ થયું
જોઉં ‘સપના’ હું ઝરણના રણમહીં
થોરના ઉપર ન કોઈ ફળ થયુ
-સપના વિજાપુરા
13
Apr
2010
Posted by sapana. 20 Comments

લગાગાગા લગાગાગા લગાગા
વિરહની રાત ને વરસાદ ગાજે
ટપકતી આંખ ને વરસાદ ગાજે
લચેલા છે આ પુષ્પો નીર ભારે
હ્રદય વીંધાય ને વરસાદ ગાજે
વિહંગમ વિંટળાતા એક બીજાં
છે ભીની પાંખ ને વરસાદ ગાજે
આ શ્રાવણ કાળજાને કોતરે રે
ધરા છે શાંત ને વરસાદ ગાજે
ગરજતો ને વરસતો મેઘ આવ્યો
છે ભીનો ચાંદ ને વરસાદ ગાજે
છે નમણી નાર વર્ષા છે મુશળધાર
હ્ર્દય છે આદ્ર ને વરસાદ ગાજે
બરફની જેમ જાઉં પીગળી હું
નથી પ્રિય સાથ ને વરસાદ ગાજે
ન “સપના”નાં નયન આ બંધ થાય
ન આવે નાથ ને વરસાદ ગાજે
-સપના વિજાપુરા
3
Apr
2010
Posted by sapana. 19 Comments

આંખ ફરતે શ્યામ કુંડાળા થયાં
આ નયનમાં યાદનાં મેળા થયાં
શૂન્ય સંબંધોમહીં બાકી હવે
બાદબાકી, આમ સરવાળા થયાં
વૃક્ષની બસ એક ડાળી પૂરતી
માત્ર બચ્ચાં કાજ આ માળા થયાં
દ્વેષ, ઈર્ષા, છળકપટ ખંખેર તું
આ હ્રદયમાં કેટલાં જાળા થયાં
જોઇ મેલાં વસ્ત્ર,આંસુ આંખમાં
તોય એના દિલ નહીં આળા થયાં !
છે સજન મારોય નખરાળો જરા
આમ ‘સપનાં’ સાવ નખરાળાં થયાં
-સપના વિજાપુરા
23
Mar
2010
Posted by sapana. 17 Comments

જીવવાનું છે હવે તારા વગર,
છે રહેવાનું ભલે તારા વગર.
લાગશે આ મેઘ બળબળતો અને,
ચાંદની ભડ ભડ બળે તારા વગર.
ગાન પંખીઓએ છોડ્યાં છે હવે,
મૌન ધરતી પણ ધરે તારા વગર.
એ વિરહની આગમાં બળશે હ્રદય,
ભસ્મિભૂત જગ થૈ જશે તારા વગર.
મારૂ હોવું કે ના હોવું એક છે,
મારૂ હોવું ક્યાં રહે તારા વગર.
‘સપના’ ક્યાંથી જોઉ ખુલ્લી આંખનાં,
કોણ આંખોમાં હશે તારા વગર.
-સપના વિજાપુરા
14
Mar
2010
Posted by sapana. 12 Comments

સવારનાં આછાં અજવાળાંમાં
ટપ ટપ વરસાદની બોછાર..
ટપ ટપ લય, તારા લયબધ્ધ
અવાજની યાદ આપે,
અને દરેક ટીપાંમાં
એક ચહેરો ઉપસી આવે..
પંખીઓ ભીની પાંખો સંકોરી,
વૃક્ષોમાં સંતાતા ફરે,
હું પથારીમાં પડી,
કોરાં સપનાં જો્યા કરૂ
હું મારાંમાં અદ્રશ્ય થવાની
કોશીશ કરું.
આ વરસાદની બોછાર
ઝરમર ઝરમર ધરતી પર
એમ વરસે જેવી રીતે
તારી યાદ મારાં હ્રદય પર
વરસીને મને ભીંજવી નાખે,
તારી યાદ અને વરસાદ..
બન્નેમાં ભીજાવું મને ગમે..
-સપના
6
Mar
2010
Posted by unterdeep. 11 Comments
સંતાકૂક્ડી રમીએ ચાલ
ઘર ઘર રમીએ,
તું બને રાજા અને હું રાણી,
બાઈ બૂ રમીયે રમીએ,
હું ઘુંઘટ મોટો કાઢું ને,
તું ઘુંઘટ મારો ખોલે
ગુડ્ડા ગુડ્ડી રમીયે
ચાલ આપણે ઘર ઘર રમીએ,
હું રીસાઉં અને તું મનાવે,
હું ભાગું ને તું પકડે
ચાલ આપણે પકડ દાવ રમીએ,
આટલાં અંતર સારાં નહીં,
આપણે બધું ભૂલીને
ઢીંગલા ઢીંગલી રમીએ,
ચાલ આપણે ઘર ઘર રમીએ
-સપના
22
Feb
2010
Posted by unterdeep. 9 Comments


શહેર છે આ અતિ રળિયામણું જો.
અરેરે, પ્રેમનું પાગલપણું જો,
રહ્યુ ના આપણું દિલ આપણું જો.
નજરથી દૂર પણ વસતો હ્રદયમાં,
કર્યુ મેં વેદનાનું તાપણું જો.
હજુ છે છાપ ચુંબનની તમારાં,
છે મીઠું મીઠું આ સંભારણુ જો.
ચમનમાં ચોતરફ ટુલીપ્સ રંગીન,
શહેર છે આ અતિ રળિયામણું જો.
હશે સંભાવના પગરવની એના,
હવાથી આમ ન ખખડે બારણું જો.
ગમે છે રેહવું તારા નયનમાં,
છું સપનું આંખનું સોહામણુ જો.
-સપના
Photo taken by DG at Ahmedabad Sidi Saiyad’s Jali
Musafir Palanpuri looking at National Highway 8 from Sahyadri Bldg.
13
Feb
2010
Posted by sapana. 10 Comments

હૈયાની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત.
કોઈ મને ફૂલોની છાબ આપો,
લખવી છે મારે ફૂલોની વાત.
મૌન રહીને ઘણુ કહી દે છે એ,
લખવી છે મારે એ આંખોની વાત,
સ્પર્શ કર્યા વગર સ્પર્શી ગયા,
લખવી છે મારે એ હાથોની વાત.
છૂટી ગયા, પણ સાફ યાદ છે,
લખવી છે મારે એ ક્ષણોની વાત.
પથારીમાં પાસા બદલી બદલીને કાઢી,
લખવી છે મારે એ રાતોની વાત.
વિખેરાઈ,કચડાઈ,ગુંગળાઈ ગયા,
લખવી છે મારે એ સપનાની વાત.
કોઈ મને કાગળને કલમ આપો,
લખવી છે મારે હૈયાની વાત
-સપના