26 Jan 2010

શ્યામના સપના !

Posted by sapana


સખા તારી જ

પ્રીતનાં રંગે મને

રંગેલી કરી

ગઝલ

ચૂંદડી  તેં   શ્યામ,   રંગેલી   કરી,
વાંસળીથી   શ્યામ,  તે   ઘેલી  કરી.

મેં  કર્યા  રસ્તા  હ્રદયમાં આવવા,
શ્યામ  જો,  મેં  આંખમાં ડેલી કરી.

નીર  ધારે   ચાલતો   તું    આવજે,
પ્રેમરસની   આજ   મેં   રેલી  કરી.

બાવરી  હું   બાવરી   વનવન  ફરું,
શ્યામ  શીદને  ભાન  ભૂલેલી  કરી ?

શ્યામ  તું  તો,  રુક્ષ્મણિનો  કંથ  છે,
કેમ   રાધા  જગમહીં   પહેલી કરી ?

શ્યામ  મળવા  કુંજગલીઓમાં ફરું
વ્રજની  ગોપીઓ  મેં સાહેલી કરી.

ચૂલે  આંધણ  નાથ  બળતાં જાય રે,
લોક  હસતા, શ્યામ  તેં  છેલી કરી.

છોડ  મુજ નાજુક કલાઈ કહાન  તું
જો    ચૂડીઓ   તેં જ   તુટેલી  કરી.

શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
હેતની    હૈયામાં   તેં   હેલી   કરી.

-સપના વિજાપુરા

છંદઃગાલગાગા ગાલગાગા ગાલગા


Subscribe to Comments

20 Responses to “શ્યામના સપના !”

  1. હેતની હૈયામાં તેં હેલી કરી…..
    સુંદર રચના !
    અભિનંદન !

     

    P Shah

  2. સખી, તમારી
    બહું નોખી લાગે છે.
    પ્રિત ની રીત

    — કુમાર મયુર —

    મારો બ્લોગ આપના આગમનની પ્રતિક્ષા કરી રહ્યો છે.

    તો અવશ્યથી પધારજો

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    મયુર

  3. શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,
    કેમ રાધા જગમહીં પહેલી કરી ?

    શ્યામના ‘સપના’ નયનમાં હું સજું
    હેતની હૈયામાં તેં હેલી કરી.

    સુંદર આસ્વાદ્ય શ્યામરંગી પ્રણયરંગી ઘેલી ગોપીભાવની રચના આથીય સુંદર લઈ આવો તેવી આશા સાથે.

     

    dilip

  4. સરસ ગઝલ.
    આ છંદ તમને સહજ છે અને સારી રીતે જ્ળવાયો પણ છે.
    જવલ્લે જ વપરાતો છેલી શબ્દપ્રયોગ ગમ્યો.

     

    Pancham Shukla

  5. સરસ અભિવ્યક્તિ.

     

    vimal agravat

  6. હાઈકુ પણ સરસ છે અને રજુઆત પણ રાધાશ્યામના અનુરુપ ચિત્ર સાથે પ્રણયરંગી રચના વાંચવી ગમે, લલકારવી પણ ગમી જાય લખતાં રહો..એજ અભિલાષા.

     

    dilip

  7. સરસ હાઈકુ સાથે માણવી ગમે એવી શ્યામ રંગી ગઝલ!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  8. સરસ ગઝલ,કૃષ્ણભાવ અને મસ્તીનું ગુંથણ સારું થયુ છે.

     

    himanshu patel

  9. સરસ.

     

    Heena Parekh

  10. શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
    હેતની હૈયામાં તેં હેલી કરી.
    -સપના વિજાપુરા

    મનના ભક્તિસભર ભાવને ગઝલમાં આપે અનોખી રીતે
    ઢાળ્યા છે.તાજગી ભરી કૃતિ લાગી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

     

    Ramesh Patel

  11. છોડ મુજ નાજુક કલાઈ કહાન તું
    જો ચૂડીઓ તેં જ તુટેલી કરી.

    ચૂડીઓ તૂટવાનો અર્થ છે પોતાના સૌભાગ્યનો નાશ. પરંતુ અહીં જે રીતે તમે એને પ્રયોજ્યો છે એ ભાવ ખુબ ઊંડો અને દાદ માગી લે એવો છે. ગોપીઓ કૃષ્ણના પ્રેમમાં એટલી ડૂબી જતી હતી કે પોતે પરણેલી છે, ગૃહસ્થી છે એવું સાનભાન ભુલી કૃષ્ણ પાછળ પાગલ બની દોડતી. એ રીતે જોઈએ તો પ્રેમની એ પ્રબળતા આ બે પંક્તિઓમાં સુંદર રીતે પ્રકટ થઈ છે.

     

    Daxesh Contractor

  12. સરસ … ભાવની હેલી…

    લતા હિરાણી

     

    Lata Hirani

  13. સ્વપ્ના બેન્ ૧૭ શબ્દ અટલે હાયકુ નહી, જો આપણને કાવ્ય શુ છે એ ખબર ન હોય તો કારણ વિના કોઈ ને ખાલિ પણ ન કહેવુ કે તમારી હાયકુમા mastery Che. આ પ્રેમ તો વાદરાના હાથમા દીવો આપવા જેવી વાત થઈ….

     

    preetam lakhlani

  14. Bhabhi,

    Welcome home. I missed your writing and poems.

    A most beautiful, Tickling writing of yours is always enjoyed by us and i always look forward to red more.

    God bless you and hope your trip had a stunning experience of world and People.

    Sanji Bhatt

     

    Santosh Bhatt

  15. ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,
    વાંસળીથી શ્યામ, તેં ઘેલી કરી.

    કૃષ્ણપ્રેમથી છલોછલ ભરેલું આખું કાવ્ય ખૂબ જ ગમ્યું. ઉપરનો શેર વાંચતાં આદિલનો આ શેર યાદ આવ્યોઃ

    વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
    કૃષ્ણ એવું શું છે તારા નામમાં

    લખતાં રહો સપનાબહેન.

    આ કાવ્ય તમારા પ્રગટ થનારા સંગ્રહ ‘ખૂલી આંખનાં સપનાં’ માં છે?

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
    http://www.girishparikh.wordpress.com

     

    Girish Parikh

  16. કૃષ્ણ પ્રેમથી છલોછલ ભરેલું કાવ્ય.

    ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,
    વાંસળીથી શ્યામ, તેં ઘેલી કરી.

    ઉપરનો શેર વાંચતાં આદિલનો નીચેનો શેર યાદ આવ્યોઃ

    વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
    કૃષ્ણ એવું શું છે તારા નામમાં

    સપનાબહેન, તમારા પ્રકાશિત થનારા કાવ્યસંગ્રહ ‘ખૂલી આંખનાં સપનાં’ માં આ કાવ્ય છે?

     

    Girish Parikh

  17. સરસ્…કાનાની યાદ.
    ગમી
    ….ચંદ્રવદન્
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you @ Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  18. મજાની રચના…કૃષ્ણ પ્રેમની સુંદર અભિવ્યક્તિ..

     

    અશોક જાની 'આનંદ'

  19. શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,
    કેમ રાધા જગમહીં પહેલી કરી ?
    જન્માષ્ટમીના, પ્રસંગે આપની શ્યામની રચના ખુબ જ ગમી આપની વ્યાપક મનોભાવના અને અભ્યાસ દર્શાવે છે..બાટલીના કવિ સંમેલન માં પણ મહેક ટંકારવીએ શ્યામ નું સુંદર મુક્તક રજુ કર્યુ..
    આપની આ રચના ગમી જાય તેવી છે.

     

    dilip

  20. ક્રુષ્ણ પ્રેમની મધુર ગઝલ… !!

     

    અશોક જાની 'આનંદ'

Leave a Reply

Message: