13 Jan 2010

એક ઓરડો ખાલી આપો (અછાંદસ)

Posted by sapana

એક ઓરડો ખાલી આપો,
કલમ અને કાગળ આપો,
શબ્દોના ભંડોળની જરૂર નથી,
એક જ શબ્દ પ્રેમ આપો,
નથી પ્રકૃતિની જરૂર મને,
કલ્પનામાં એની મૂરત આપો,
આ થઈ ગઈ કવિતા હવે,
એને રહેવા ઘર આપો.

-સપના ‘વિજાપુરા’

Subscribe to Comments

16 Responses to “એક ઓરડો ખાલી આપો (અછાંદસ)”

  1. Ekaj shabd prem aapo. Bahot Khoob Sapnaben.Aa tamari tadap mane gani gami gai very well said.Keep it up.

     

    Shenny Mawji

  2. ખુબ જ સરસ અને સુંદર વાત…કવિ કે કવિયત્રી ને ગઝલ કે કાવ્ય લખવા માટે બીજું જોઈએ પણ શું ?….

     
  3. સો પૉસ્ટનો અનુભવ અને છંદ વિશેની યોગ્ય જાણકારી આપની પાસે છે… અને છતાં આજે આ ગઝલ વાંચી તો ખૂબ જ દુઃખ થયું. આ ગઝલ કયા છંદમાં લખી છે? અને અહીં કાફિયા ક્યાં છે?

    ગઝલલેખનને આપ જે ગંભીરતાપૂર્વક લેવું જોઈએ એ નહીં લો તો પ્રગતિનો પંથ રૂંધાઈ જશે… ઠાલી વાહ વાહ કરનાર લોકો આપના સાચા મિત્રો નથી.. એ લોકો તમારી પ્રતિભાનું મીઠા ઝેરથી મારણ કરી રહ્યા છે… સાવધ રહો એ અપેક્ષા…

     

    વિવેક ટેલર

  4. વિવેકભાઈ,

    ધન્યવાદ તમારી મુલાકાત માટે..પણ આ કોઈ ગઝલ નથી અછાંદસ છે એવુ મે મારી ઈ મેઇલમાં જણાવેલુ..આતો એક ભાવના કે ગઝલ કરવા મને આખિર જોઇએ શું?એક તારી છબી ને એક શબ્દ પ્રેમ!!!!!બસ આટલુ જ..
    પણ હમેશા આભારી રહિશ તમારી મદદ માટે અને મિત્રભાવના પ્રત્યે…મારી ૧૦૦ મી રચનામા તમારો આભાર માન્યો છે આજે ફરી આભાર માનુ છું હુ મોટા ભાગના છંદ તમારી પાસે શિખી છું..
    સપના

     

    sapana

  5. અછાંદસ રચના, અંતરથી ગમી આપની રચના માટે ખુબ અભિનંદન.
    ચેતો સપના અને સાચા માર્ગદર્શકનું માર્ગદર્શન લો અને અવિવેક અને ક્ષતિથી દૂર રહો.
    તમે રાખેલ કાવ્યનનું ‘ગઝલ’ શિર્ષકમાત્રથી ગેરસમજ થાય તેમ હતું બાકી અછાન્દસ રચનાજ છે. અછાંદસને ગઝલ ગણવાની તક શા માટે આપવી ?

     

    dilip

  6. સરસ પ્રયત્ન. હજી વધુ સારી રજૂઆત થઈ શકે.
    અછાંદસ પણ કોઈ સરળ કાવ્ય-પ્રકાર નથી એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.
    શુભેચ્છાઓ!

    સુધીર પટેલ.

     

    sudhir patel

  7. કવિતાને અંકે કરવાની ગતિવિધિનો આત્મલેખ. જે વાત મૂકાઈ છે તે ખૂબ સૂચક છે. સહૃદય પ્રતિભાવો પણ તમારી કાવ્યનિષ્ઠાની સાખ પૂરે છે.
    લખતા લખતા લહિયા થવાય એ ન્યાયે સતત લખાતું રહે એવી શુભેચ્છાઓ.

     

    Pancham Shukla

  8. છલકતી ભાવનાઓ સાથે કલાનું શિલ્પ ધીમે ધીમે ઘડાતું જાય્..

    લતા હિરાણી

     

    Lata Hirani

  9. એક જ શબ્દ પ્રેમ આપો,
    નથી પ્રકૃતિની જરૂર મને,
    કલ્પનામાં એની મૂરત આપો,

    …….
    ડો વિવેકભાઈ ,દિલિપભઐ અને પંચમ શુક્લ અને અન્ય
    એક ઊંચાઈ પર પહોંચેલા છે અને તેમનું માર્ગદર્શન મૂલ્યવાન છે.
    આપણા જેવા મનની ઉર્મીઓ વહેવા દે છે અને કદાચ તેમાંની ઉણપો
    બાબત આવા દર્પણો સારી રચનાઓ માટે પૂરક બનતા જાયછે.
    આપની આ અછંદાસ રચના માં પ્રેમની એક ઉત્કટતા ને આપ સાચે જ
    પ્રગટ કરી ગયા છો.અભિનંદન
    રમેશ પટેલ(આકાશદીપ)

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

    With regards
    Ramesh Patel(Aakashdeep)

     

    Ramesh Patel

  10. સપનાજી,
    ભાવ અને અભિવ્યક્તિ ગમ્યા પણ એ સિવાય ઘણું મઠારવા જેવું જણાયું,
    આગંળ બીજા મિત્રોએ કરેલાં સૂચન”ગંભીરતાથી”ગળે ઉતારી લેવા જેવા છે.
    બાકી તો,
    સમયથી મોટો કોઈ શિક્ષક નથી .

     

    ડૉ.મહેશ રાવલ

  11. ભરપૂર આત્મવિશ્વાસ.
    એક ખાલી (ભરેલો નહી)ઓરડો અને કલમ-કાગળ આપો.
    પછી જોઇ લો –
    શબ્દોના અલંકારોની જરૂર નહી, બસ માત્ર સ્નેહ.
    નામ-રૂપ તો જૂજવાવાળી પ્રકૃતિ કે કોઇ આકૃતિ નહી.
    બસ, કલ્પનાની એ મૂરત – એનું નામ કવિતા.
    બસ, હવે એને ચોપડીરૂપી ઘર આપો – રહેવા માટે.

    કવિતાનો મૂળ આધાર ગમ્યો. ભલે નાની પણ મજબૂત થીમવાળી કવિતા.

    આને મળતી થીમ પરની એક રચના. અંતરના ઓરડે
    http://wp.me/pdMeq-5y

     

    પી. યુ. ઠક્કર

  12. અછાંદસ લખ્યું પણ ગઝલ્ના તાલમાં લખાયુ તેથી ગેરસમજ ઉદભવી.ગઝલ સમ અંત્યાનુપ્રાસ મેળવ્યા તે પણ એ ગેરસમજ તરફ કવિતાને દોરી જાય છે.
    તમારી ગઝલમાં છે તેમ આત્મસ્વિકૄતિ અહી પણ દેખાય છે,અને તે સારી વાત છે કારણ એ મૂલ્ય તમારી કવિતાને એક આગવી ઓળખ આપશે,છતાં સુધીરભાઇએ કહ્યું તેમ હ્જું લાંબી મજલ કાપવાની છે.

     

    himanshu patel

  13. ખુબ જ સરસ

    નાની કવીતા છે પણ મજાની છે હોં

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati

     

    મયુર

  14. પક્રુતિ કવ્ય લખો

     

    manan patel

  15. પ્રક્રુતિ કવિત લખો

     

    manan patel

  16. સરિ કવિત ચે હો

     

    manan patel b

Leave a Reply

Message: