25 Nov 2009
નાટક
આપણે નાટક કેવા કરીએ?
પ્રેમ હોવાના દાવા કરીએ.
સીક્કાની બે બાજુ છીએ,
એક બીજાને વાંસા કરીએ.
શબ્દો પોકળ મુખથી સરતા,
આપણે ખોટા સાચા કરીએ.
મંદિર મસ્જીદ સૂના સૂના
પથ્થરને પણ ખુદા કરીએ.
નાના મારા મનમાં તું છે,
મોટા ચિત્રો નાના કરીએ.
લાંબી રાતો વિરહની છે,
રાત આખી પાસા કરીએ.
વાસ્તવિકતા છોડી દે તું,
પ્રિતમ પ્યારા ‘સપના’ કરીએ.
-સપના
jindagi game te rite jivaaya ke bhjavaay
apne kevala khotaa patro ja
આપણે નાટક કેવાં કરીએ?
પ્રેમ હોવાના દાવા કરીએ.
SAPANAA YOR KEY BORD HAS PROBLEM ?IN GUJARAATI it types
every syllables twice, hence i wrote in english,check.
Thank you
himanshu patel
November 25th, 2009 at 4:56 ampermalink
Sapana
ખુબ્સુન્દેર કવિતા! કલમ ને નિચે ન મુકતિ, બુસ લખએજ જા!
yusuf vahora
November 25th, 2009 at 5:16 ampermalink
સરસ ગઝલ.
સીક્કાની બે બાજુ છીએ,
એક બીજાને વાંસા કરીએ.
Pancham Shukla
November 25th, 2009 at 9:37 ampermalink
એક્દમ સાચુ …!
chetu
November 25th, 2009 at 9:49 ampermalink
જિઁદગી એક નાટક છે….
સરસ રચના લખી છે.
vishwadeep
November 25th, 2009 at 3:14 pmpermalink
આપણે નાટક કેવાં કરીએ?
પ્રેમ હોવાના દાવા કરીએ.
સીક્કાની બે બાજુ છીએ,
એક બીજાને વાંસા કરીએ.
વાહ શું ગઝલ રચના છે મજા આવી ગઈ….
ખુબ સુન્દર અને સત્ય કહી દેતા પણ કવિ ડરતો નથી. તદ્દન વિરોધાભાસ અને પ્રેમને પણ દંભ બનાવી દેનારને પડકારે છે…તેનો દંભ ખુલ્લો કરે છે..યાદ આવી જાય…
જિન્દગી એક નાટક હૈ
હમ નાટકમે કામ કરતે હૈ
પરદા ઉથતે હી પરદા ગીરતે હી
સબકો સલામ કરતે હૈ…
અહી તાજેતરમાં જ એક નાટકનો શો કરવા જતા કલાકારોમાથી એક કલાકારના નીકટના સગાનું મૃત્યું છતાં તે કલાકાર નાટકમાં અભિનય કરી નાટક યથાર્થ રીતે ભજવે છે..
શીવસૂત્રમાં શીવજી સાચુ કહે છે..આત્મા નર્તકઃ સ્રુષ્ટી રંગમંચ અર્થાર્ત
આત્મા કલાકાર છે અને આ જગત સ્ટેજ છે…
શાયરને વધ ને વધુ સારી ગઝલ આપવા અભિનંદન
Dilip Gajjar
November 25th, 2009 at 3:18 pmpermalink
બહુ જ સરસ સપનાબેન્…તમાર જેવા મિત્રો અહી મળી જાય છે મજા-મજા આવી જાય છે..ખુબ જ સરસ લખો છો તમે…અભિન્ંદન્.
સ્-સ્નેહ,
સ્નેહા-અક્ષિતારક
sneha-akshitarak
November 26th, 2009 at 6:16 ampermalink
મંદિર મસ્જીદ સૂના સૂના
પથ્થરને પણ ખુદા કરીએ
ખુબ જ સરસ્
ઘણા દિવસ પછી આપના બ્લોગની મુલાકાત લીધી.
મયુર પ્રજાપતી
Mayur Prajapati
December 10th, 2009 at 6:19 ampermalink
ખુબ જ રજુઆત છે.
સપના દીદી આપની
“મંદિર મસ્જીદ સૂના સૂના
પથ્થરને પણ ખુદા કરીએ.”
આ એક નાનકડી લીટી પણ ઘણું બધું કહી જાય છે.
“માનવ”
"માનવ"
February 17th, 2010 at 9:58 ampermalink