દિલ

હથોડીની કે કરવતની જરૂર નથી,
દિલ મારું એક ફૂલ છે પથ્થર નથી,
તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી,
અડીખમ રહે તારી સામે ગુરુર નથી.
સપના

12 thoughts on “દિલ

 1. Dilip

  સુંદર મુક્તક..
  અડીખમ રહે તારી સામે ગુરુર નથી.
  અડગ રહે તે જ શુભેચ્છા સહ…
  દિલ માટે ઘણું કહેવાય છે મોટેભાગે નાજુક..પણ હકીકતમાં આ તેનો એક જ ગુણ .. માનવને મળેલી ઉત્તમ ભેટ છે..તેનુ સામર્થ્ય અને ક્ષમતા પારખવી રહી અને તેને કેળવી વિકાસ સાધવો રહ્યો…મન સેન્સેટીવ હોવુ જોઈએ અર્થાત ભાવયુક્ત ૨. પાવરફુલ અને ૩ પ્રોગ્રેસીવ પણ્ થવુ જોઇએ..ફૂલથી પણ કોમળ અને વજ્રથી પણ સખત..મજબૂત..મનથી મરવું સહેલુ છે કોઇના મનને મારવું પણ સહેલું છે પણ મનને સંભાળવું અને તારવું તેનો વિકાસ કરવો આ સાચી છે ઇબાદત છે.. ગીતામાં શ્રી કૃષ્ન કહે છે મને તારુ મન અને બુદ્ધિ આપ… પ્ૂષ્કર ગોકાણીનું પુસ્તક, મનની શક્તિઓ વાંચવા જેવું છે..
  ફૂલથી કોમલ અને વજ્જર થી પણ અદકો સખત
  વ્રુદ્ધ યુવકને નિહાળી આભને અચરજ થયું…

 2. himanshu patel

  તમને ગમ્યુ તેથી જ અમ્ને પણ ગમ્યુ છે-આટલાં બધાં ચપ્પા ખોસેલું દિલ.
  “તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી” શબ્દો ચપ્પાથીયે વધારે તિક્ષ્ણ હોય જ છે.અને હું પણ એવા શબ્દોથી જ કવિતા લખું છૂ.

 3. dilip

  ખુબ સુંદર રજુઆત અને અનુરુપ ફોટો..હદયના અંતરતમ સ્તરથી જે નીકળે છે તે અર્થસભર ભાવસભર હોય જ .આખી ગઝલ પણ્ મુક્તક પરથી થૈ શકે તેવી ગઝલ શુભેચ્છા સહ.

 4. Lata Hirani

  સરસ

  અડીખમ રહે તારી સામે ગુરુર નથી.

  છેલ્લી લાઇન અર્થના સંદર્ભમાં ફરી વિચારી શકાય…

 5. BHARAT SUCHAK

  દિલ મારું એક ફૂલ છે પથ્થર નથી,
  તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી

  બહુજ સરસ સપનાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.