Next Post Previous Post
6
Feb
2010
કોને છે ખબર ?
Posted by sapana

કોને છે ખબર ?
આજ મળશે કોણ કોને છે ખબર ?
શું થશે આ ક્ષણ કોને છે ખબર ?
આપણા છે આપણા પ્રિયજન છતાં,
આપણું છે કોણ કોને છે ખબર ?
દર્દ દિલમાં હોય તો દિલને ખબર
શાને આંસુ નેણ કોને છે ખબર?
આસમાને સ્થાન તારું છે અગર ,
તું મળે કણકણ કોને છે ખબર?
પ્રેમપ્યાલા પી લઉં ખોબા ભરી ,
થાય ખાલી માણ કોને છે ખબર ?
જોઇ લે મહેંદી મૂકી મેં હાથમાં
રંગવિણ રસલ્હાણ કોને છે ખબર ?
જોઈ લેવા દો સરસ ‘સપના’ મને,
બંધ થાશે નેણ કોને છે ખબર ?
-સપના
13 Responses to “કોને છે ખબર ?”
Leave a Reply
એકવાર વાંચી અને ગમી,સરસ ગઝલ.
himanshu patel
February 7th, 2010 at 12:42 ampermalink
Wonderful! Sapana…Its a truth of life..Life is indefinate..
Best wishes on this new upload
Subhash Upadhyay
Subhash Upadhyay
February 7th, 2010 at 1:13 ampermalink
સરસ રચના. મારી આ જ રદિફ કાફિયા વાળી રચના યાદ આવી ગઈ
—————–
મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?
રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?
દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?
કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?
માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?
suresh jani
February 7th, 2010 at 9:19 ampermalink
આજ મળશે કોણ કોને છે ખબર ?
શું થશે આ ક્ષણ કોને છે ખબર ?
આપણા છે આપણા પ્રિયજન છતાં,
આપણું છે કોણ કોને છે ખબર ?
સુંદર ગઝલ..જીવનની અનિશ્ચિતતા અને ક્ષણિક સબંધોનું ગણિત કહી દેતી રચના. તમારી સાહિત્યપ્રીતિ દાદ માંગી લે છે ભારત ગયા હોવા છતાં મિત્રો માટે આ રચના તમે બ્લોગ પર મૂકી..લખતા રહો તેવી શુભેચ્છ સહ.
dilip
February 7th, 2010 at 12:35 pmpermalink
આજ મળશે કોણ કોને છે ખબર ?
શું થશે આ ક્ષણ કોને છે ખબર ?
સરસ પંક્તિ.
Heena Parekh
February 7th, 2010 at 7:53 pmpermalink
દર્દ દિલમાં હોય તો દિલને ખબર
શાને આંસુ નેણ કોને છે ખબર?
સુંદર ગઝલ.
Jagadish Christian
February 8th, 2010 at 6:58 pmpermalink
ખુબ સરસ. ખુલી અનખના સપના છે એટલે આંખો બન્ધ થાય તે પહેલા જોઇ શકાય એટલા સપના જોવા.
જોઈ લેવા દો સરસ ‘સપના’ મને,
બંધ થાશે નેણ કોને છે ખબર ?
P.U.Thakkar
February 12th, 2010 at 4:31 pmpermalink
બહુ સુન્દર કવિતા. રદય કહે કે વાન્ચા જ્ રાખુ………
hansa
February 13th, 2010 at 8:43 ampermalink
jakkas…
keep it ..
….http://shil1410.blogspot.com/
………………………………………………
shilpa prajapati
February 15th, 2010 at 7:40 ampermalink
વાહ!
કોરી આંખે ભીનાં “સપનાં”
વાહ!…
આમ પણ કોને ખબર?
શિલ્પા દીદી પણ અહીંયાં જ મળી જશે…
http://shil1410.blogspot.com/
હે ભગવાન હવે તો બ્લોગ ની દુનીયા માંથી
બહાર ડોકીયું કરો…
વેબસાઇટ બનાવી દો..
“માનવ” is back………..
"માનવ"
February 17th, 2010 at 10:06 ampermalink
જોઈ લેવા દો સરસ ‘સપના’ મને,
બંધ થાશે નેણ કોને છે ખબર ?
Your Takhallus “SAPANA” used in your “MAKTA” which conveys pluralastic meaning i.e. dream as well as your Takhallus has inspired me to congratulate you as in the second line you have very intelligently posed a question :-
બંધ થાશે નેણ કોને છે ખબર ?
Well done Banuma Sharif Vijapura-
Siraj Patel “Paguthanvi”
Secretary
Gujarati Writers’Guild-UK (Estd-1973)
NB-Dilip Gajjar of Leicester has introduced me to your blog.If you send me your postal address via Email to me, I shall send you a complimentry copy of my recently published book “From London With Love”
Siraj Patel "Paguthanvi"
March 3rd, 2010 at 8:39 pmpermalink
કોને છે ખબર ?
આજ મળશે કોણ કોને છે ખબર ?
શું થશે આ ક્ષણ કોને છે ખબર ?
Nice One !…Sapana !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Sapana…See you on Chandrapukar for a Post on HEALTH ! & Others !
DR. CHANDRAVADAN MISTRY
March 31st, 2010 at 3:34 pmpermalink
“શું થશે આ ક્ષણ કોને છે ખબર ?
આપણા છે આપણા પ્રિયજન છતાં,
આપણું છે કોણ કોને છે ખબર ?!?!?!”
“ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.”
‘ જોઈ લેવા દો સરસ ‘સપના’ મને, ‘
પટેલ પોપટભાઈ
May 23rd, 2010 at 11:40 ampermalink