16 Dec 2009

પ્રીતનું પાન !…

Posted by sapana

ઊડતું  આવિયું    પ્રીતનું   પાન   છે
દિલમહી બસ  હવે તુજનું ધ્યાન  છે

છે  હ્દય ધડકનોમાંય વાલમ તુ  તો
કંઠમાં  સૂર  સંગીતમાં    ગાન    છે

શ્વાસ  મારાં હવે આજ અટકી  જશે
દૂર ના  તું જતો   તુજમહીં જાન  છે

પંડિતો,  મુલ્લાઓ  ખૂબ દે   ભાષણો,
પ્રેમનાં ઢાઈ અક્ષરે સજન, જ્ઞાન  છે

પાનખરમાંય ડાળ એક  લીલી  હજી
તુજ વિના જિંદગી મારી  વેરાન છે

દિલમહીં જો ન રાખે સજન તુ  મને,
આ ધરા પર કહે, સપનાનું સ્થાન છે ?

છે રહેવું  હ્દયમાં   જ  વાલમતણા,
છો કહે, લોક ‘સપના’ અજબ શાન છે !

-‘સપના’

Subscribe to Comments

7 Responses to “પ્રીતનું પાન !…”

  1. સુંદર ગઝલ પાનખરના એક પાન પર કવિયત્રિને
    પ્રિયતમ વિષે પ્રણયરંગી કેવા કલ્પના ભાવો ઉઠે છે

    પાનખરમાંય ડાળ એક લીલી હજી
    તુજ વિના જિંદગી મારી વેરાન છે

    દિલમહીં જો ન રાખે સજન તું મને,
    આ ધરા પર કહે સપનાનું સ્થાન છે ?

    વાહા શેર મને ખુબ ગમ્યા,……….
    આજ રંગની છન્દમય ગઝલ
    ખુબ લખતા રહો તેજ સપનાને શુભેચ્છા

     

    Dilip Gajjar

  2. પંડિતો, મુલ્લાઓ ખૂબ દે ભાષણો,
    પ્રેમનાં ઢાઈ અક્ષરે સજન, જ્ઞાન છે

    Nice Sher,

    keep it up….

     

    vijay rohit

  3. ગાલગા ના આવર્તનોમાં કદાચ પહેલી ગઝલ. બધાજ શેર ગઝલના મિજાજને અનુરૂપ છે.

     

    Pancham Shukla

  4. Dil ma vaseli vaat tamari kavita ma vanchi “Paan khur mai daal ek lili huji tuj bin zindagi mari viraan che Bahot khoob

     

    Shenny Mawji

  5. ગઝલમાં પ્રીત ભરપૂર છે, સાથે છંદ ઘુંટવાની જરૂર છે.
    સુધીર પટેલ.

     

    sudhir patel

  6. પ્રેમના અફાટ અવકાશમાં
    લાગણીની ઉત્કટાનો વંટોળીયો જ.
    બસ ! બીજુ કંઇ જ નહીં.

    આવુ જો કોઇ ચલચિત્ર તો ?
    સંગીત સજન ! ફક્ત ધડકનનો ધબકાર.

    કંઠ, સૂર, ગાન, અને સજનનું સંગીત,
    બસ ! માત્ર એક જ લગન, બસ ! સજન.

    સહજ્ શબ્દ સરી પડે સપનાના –

    “છે રહેવું હૃદયમાં જ વાલમતણા,
    છો કહે, લોક ‘સપના’ અજબ શાન છે !”

    સપનાબેન, મારાથી પણ કવિતા રચાઇ ગઇ –
    “સપના” ના સજનને અર્પિત….

     

    પી. યુ. ઠક્કર

  7. ખુબ જ સુંદર ગઝલ. અભિનંદન.

    -પ્રવિણ કે.શ્રીમાળી

     

Leave a Reply

Message: