30 Jun 2010
સ્મિત

સ્મિત મારૂ
ઊડી ગયું
પતંગિયાંની જેમ.
ફૂલ ફૂલ
પાન પાન
હું શોધું એને
તમને જડે તો
પાછું આપશો?
-સપના વિજાપુરા
30 Jun 2010

ઊડી ગયું
પતંગિયાંની જેમ.
ફૂલ ફૂલ
પાન પાન
હું શોધું એને
તમને જડે તો
પાછું આપશો?
-સપના વિજાપુરા
19 Jun 2010


12 Jun 2010

છેલ્લી ઈંટ આજે
મેં ભીંત ઉપર મૂકી
હવે આ હ્રદયનાં
અંધારાં ઓરડામાં
વિશ્વાસનું એક પણ
કિરણ પ્રવેશી નહિ શકે.
-સપના વિજાપુરા
9 Jun 2010

કઝા= મૃત્યુ
-સપના વિજાપુરા
31 May 2010

ચાંદ છો વધતો ને ઘટતો રહે,
યાદ તારી એક ધારી શું કરું?
હો ભલે ધનનાં ભર્યા ભંડાર પણ,
એમનાં મન છે ભિખારી શું કરું?
ઈશ તારો હો કે મારો એક છે,
વાત સર્વ એ નકારી શું કરું?
નંદવાતા રોજ રોજ દિલ અહીં,
આવશે મારી ય વારી શું કરું?
હોય એ મા,દીકરી ,પત્ની,બહેન,
રોજ પીસાતી જ નારી શું કરું?
ચંદ્ર તારા રૂપમાં આવે કદી,
રાખું ખૂલી એક બારી શું કરું?
હું કરું ટીકો તને કાજળ તણો,
હું બલા લૌ ,જાઉં વારી શું કરું?
છે જનાઝો કોઈ દિલ વાળી તણો,
નીકળી સપનાં સવારી શું કરું?
-સપના વિજાપુરા
26 May 2010

સપના
પ્રતીક્ષાનો અંત આવ્યો,
જો જો તારો લાલ આવ્યો.
નીરખતી’તી બારણુ એ,
આંગણ કેવો ચાંદ આવ્યો.
દોડી પગરવ સાંભળી એ
મારો જાનીસાર આવ્યો.
આંખોનાં પાણી ન ખૂટ્યા,
ખૂબ જ જ્યારે યાદ આવ્યો.
અરમાનો તો હોય માના,
કે જો દુલ્હો ગૃહ આવ્યો.
તાત તણા દિલની તું ઠંડક
માતાનો આરામ આવ્યો.
રાત્રિ વીતી વાટમાં તુજ
કેવો આ અંધાર આવ્યો?
સાંભળી દર પર ટકોરો,
ભાગી તું કે ઝેન આવ્યો.
ટપ ટપ આંખો છે ટપકતી,
મેહૂલો ચોધાર આવ્યો.
પ્રતીક્ષાનો અંત આવ્યો
આજ જનાજો દ્વાર આવ્યો.
‘સપના’ તું સંભાળ સપનાં,
કેવો કપરો કાળ આવ્યો.
-સપના વિજાપુરા
23 May 2010

દોસ્તો આજે મારાં બ્લોગમાં એક પ્રેમકહાની મૂકું છું.પ્રેમ માણસને કેવી રીતે હીલ કરે છે.એની સત્ય કથા છે.આપણે મંદિરનાં અને મસ્જીદનાં અને ચર્ચનાં પગથિયાં ઘસી નાંખીએ છીએ ઈશ્વરની શોધમાં જ્યારે ઈશ્વર તમારામાં જ બેઠો છે.બીજાંને નુકસાન કરવા કરતા પ્રેમથી આપણે બાજી મારી શકીએ.
ફ્લોરીડામા રહેતી ચેલીને ઘરે એની મમ્મી ફિલીપીનથી આવી.મા દીકરીને ઘરે આવી ખુશી ખુશી. પણ આ ખુશી લાંબી ના ચાલી.મા મેરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.ચેલી એમને હોસ્પીટલ લઈ ગઈ.ડોકટરે થોડાં ટેસ્ટ કર્યાને ચેલીને કહ્યુ કે માને હ્રદયની બીમારી છે અને હ્ર્દય એટલું બધું નબળુ છે કે એ વધારે જીવી નહીં શકે અને આ ઉંમરે સર્જરી શક્ય નથી.. મા પાસે બે થી ત્રણ મહિના છે જીવનનાં.મા દીકરી ચોધાર આંસુએ રડી પડ્યા.
મેરી ૮૦ વરસની સ્ત્રી છે.૨૦ વરસ પહેલા વિધવા થયેલી મેરી એકલી ફિલીપીનમા રહેતી હતી.એ ના પહેલા પતિથી ક્યારેય એને પ્રેમ મળ્યો ન હતો.હડ્ધૂત જિંદગી જીવી પતિ સાથે.૨૨ વરસે લગ્ન થયાં.આ લગ્નથી એને એક દીકરી થઈ ચેલી.જે અમેરિકા આવી ગઈ. મેરીએ પોતનાં પતિ સાથે ૩૮ વરસ પ્રેમ વગર કાઢયા.પ્રેમનું પુષ્પ હમેશ માટે પાણીનાં સિંચન વગર કરમાયેલુ રહ્યુ.સાચો પ્રેમ કોને કહે એ મેરીને ખબર જ ન હતી.અને હવે આ હ્ર્દયની બિમારી!!દુખ એની કિસ્મતમા લખેલું હતું.
મેરીનું રુટીન હતું દર રવિવારે ચર્ચમાં જવાનું. એ દિવસે પણ એ ચર્ચમાં ગઈ.જિંદગી માટે ઈશ્વરનો આભાર માન્યો.અને પાછી વળતી હતીને એને જેમ્સને મળ્યો. લગભગ ૮૫ વરસનો જેમ્સ તંદુરસ્ત દેખાતો હતો.સાથે સાથે ચાલતા જેમ્સએ જાણી લીધું કે મેરીને હ્ર્દયની બીમારી છે અને ૨ થી ૩ મહિનાની મહેમાન છે.બન્નેએ મોડે સુધી વાત કરી..મેરી ઘરે આવી. જેમ્સમાં એક નકારી ન શકાય એવૂ આકર્ષણ હતુ.મેરી રાતે પણ એના વિચાર કરતી સુઈ ગઈ.પણ પછી જાણે કેમ આવતા રવિવારની રાહ જોવા લાગી.રવિવાર આવ્યો. મેરી ચર્ચમા દાખલ થઈ. આંખો જેમ્સને શોધવા લાગી. જેમ્સને જોતા એનાં ચહેરા ઉપર રોનક આવી ગઈ. ફરી બન્ને સાથે બેઠાં વાતો કરી.અને ખબર નહી કેમ જેમ્સએ પૂછ્યુ”મેરી મારે મુવી જોવા જવાનુ છે તારે આવવું છે?”મેરીમાં ના પાડવાની તાકાત જ ન હતી.આમ બન્ને કોઇ ને કોઈ બહાને મળવા લાગ્યાં.ક્યારેક મેરીને હોસ્પીટલ લઈ જાય ક્યારેક ફાર્મસીમાં.બન્ને એકબીજાંને ચાહવા લાગ્યાં.
એક દિવસ બન્ને પાર્કમાં બેઠાં હતા.સામે સુંદર ફૂલો કુરાનની આયાતોની જેમ ગોઠવાયેલા હતાં.પાણીનો ફુવારો ચર્ચના ઘંટ જેવો અવાજ કરી રહ્યો હતો.વાતાવરણમાં પ્રેમ હતો.જેમ્સે મેરીનો કરચલીઓવાળો હાથ મુલાયમ રીતે પકડીને પૂછ્યું,”મેરી મારી સાથે લગ્ન કરીશ?”મેરી સ્તબ્ધ થઈ આ વાક્ય સાંભળી રહી.મેરી કહે,”જેમ્સ, તને ખબર છે કે હું બે ત્રણ મહિનાની મહેમાન છું.તારી સાથે લગ્ન કરીને તને દુખી કરુ?”જેમ્સએ એનાં સુંવાળા મીઠાં અવાજમાં કહ્યુ,”મેરી આ બે ત્રણ મહિના મારી જિંદગીનાં સૌથી વધારે પ્રેમમય અને સુખમય હશે.તું મને આ સુખ નહીં આપે?”મેરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો.મેરી જિંદગભરથી આ પ્રેમની રાહ જોતી હતી.આજે ઈશ્વરે એના દામનમાં મૂકી દીધો જ્યારે એ જિંદગીનાં આખરી પડાવ પર હતી.ના કેવી રીતે પાડે?
ચેલી ખૂશ હતી કે માને કોઈ સાચા હ્રદયથી ચાહવાવાળુ મળ્યું.સાદાઈથી ચર્ચમાં લગ્ન થઈ ગયાં.બન્ને દસ દિવસ ફરી આવ્યા.મેરી ખુશ છે.બન્ને ખૂબ ખુશ હતાં. મેરીને તો જાણે દુનિયાની ખુશી મળી ગઈ હતી. આટલો બધો પ્રેમ?!!! શું એ આ દુનિયામાં જ છે કે મરીને જન્નતમાં પહોંચી ગઈ છે?મેરી ખૂબ ખુશ રહેવા લાગી..સવારે ઉઠીને જેમ્સનોઅ ચહેરો જોઈ લે એટલે એ અડધી સાજી થઈ જાય બન્ને બગીચામાં ફરે ફૂલો સાથે વાતો કરે જાણે ફરી સોળ વરસના પ્રેમી બની ગયાં.
એ દિવસે જેમ્સ મેરીને હોસ્પીટલ ચેક અપ માટે લઈ ગયો. જેમ્સ રુમની બહાર સજળ આંખે બેઠો હતો.થોડીવારમાં ડોકટર બહાર આવ્યાં.જેમ્સની સામે જોઇને બોલ્યા,”મિસ્ટર જેમ્સ તમે મેરીના? .”જેમ્સ એકદમ ડોકટરને અટકાવીને બોલ્યો,”હું મેરીનો પતિ છુ.”ડોકટર કહે,”મારે તમને એક સારાં સમાચાર આપવાના છે.મેરી પહેલીવાર હોસ્પીટલમાં આવી અને મે એને કહ્યુ હતુ કે હ્ર્દય ખૂબ નબળુ છે અને બે ત્રણ મહિનાથી વધારે જીવશે નહીં પણ હવે જ્યારે હું એને ચેક કરુ છું તો એ સારી રીતે ક્યોર થઈ રહી છે.ઇલાજ ચાલુ રાખો..મે ગોડ બ્લેસ હર.”
જેમ્સ ખુશીથી પાગલ થઈ ગયો અને રુમમાં ધસી ગયો. મેરીને પોતાની મજબુત બાહોમાં લઈ લીધી.આ વાતને અઢી વરસ થયાં.
મેરી અને જેમ્સ બન્ને ફ્લોરીડા હજી છે અને પોતાનુ જીવન પ્રેમથી અને ખુશીઓથી વધારી રહ્યા છે.Love heals.જો આપણે ઈચ્છીએ તો આપણા જીવન સાથીની ઉમર વધારી પણ શકીયે અને ઘટાડી પણ શકીયે.. પ્રેમ દરેક રોગની દવા છે અને બિલકુલ મફત છે.
-સપના વિજાપુરા
22 May 2010

હીંચકો ઝૂલતો છે આજ સુધી,
કોણ આવ્યું છે યાદ? યાદ નથી
ઘાવ છે આ બધા જ જૂનાં પણ
કેમ છે લાલ લાલ યાદ નથી
છે કબર અર્ધ અર્ધ સપનાંની,
કોણ ‘સપના’ હા આજ યાદ નથી
-સપના વિજાપુરા
18 May 2010
9 May 2010

કેટલું બોલવા ઈચ્છે પણ
ન બોલી શકતા તે સુકા હોઠ,
અઢળક મમતા ભરી આંખો..
શું બોલી?
-સપના વિજાપુરા