9 May 2010
બા
આજે માતૃદિને બા તારી યાદ ખૂબ આવી બા જોતું પાસે હોત તો તારાં હાથ ચુમત અને કહેત જનનીની જોડ સખી નહી જડે..આપણી વચે ઘણુ કહેવાનુ રહી ગયું.હું પરદેશ આવી અને તારા પ્રેમાળ સાયાથી દૂર થઈ ગઈ.આજે એટલુ કહું ..કદી કહ્યુ નથી અને કહેવાની જરૂર પણ ન લાગી..હાથ જોડીને કહું..તારાં ઋણ નહી ઉતારી શકું..બા જો જન્ન્ત સુધી મારાં સલામ પહોંચે તો ઓ ફરીશ્તાઓ મારી માને એટલું કહેજૉ તારી લાગણીની ભીનાશ હજું પણ મધુરપ ફેલાવે..
સપના
આજ પણ
કલેજામાં કરવત ચલાવે,
જૂનાં સાડલામાં વિંટળાયેલુએ દુબળુ શરીર
અનેએ શરીર પર પડેલા છાલાં,
લાચાર આંખોમાં થીજેલા બે આંસું,
કેટલું બોલવા ઈચ્છે પણ
ન બોલી શકતા તે સુકા હોઠ,
અઢળક મમતા ભરી આંખો..
શું બોલી?
-સપના વિજાપુરા


વાંચી…..શબ્દો બહું જ ગમ્યા !
“હેપી મધ્રસ ડે” સપના !
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
See YOU & your READERS on Chandrapukar )
DR. CHANDRAVADAN MISTRY
May 9th, 2010 at 12:38 pmpermalink
Memories are so precious!
माता सर्वेषु गरियसी ….
Parasmani
May 9th, 2010 at 5:04 pmpermalink
Bhabhi,
This is very nicely written, the wordings are excellent. Keep it up!!
Jigisha
May 10th, 2010 at 12:14 ampermalink
સપના દીદી,
ખુબ જ સરસ લખ્યું છે આપે,,,
"માનવ"
May 10th, 2010 at 5:05 ampermalink
Very well said poetry on both your mothers.I wish I was a poet to express my love for my mother.But to read your poem gave me deep satisfaction.
Shenny Mawji
May 10th, 2010 at 5:37 pmpermalink
તમારી સંસ્મૃતિ અને લાગણીની તિવ્રતા સોંસરી નીકળી જાય છે.અને તમારી વેદનાના ખીલા છાતીમાં કળે છે…
himanshu patel
May 13th, 2010 at 1:51 ampermalink
‘બા’ અને ‘મા’ બન્ને ખૂબ સુંદર રચનાઓ!
સુધીર પટેલ.
sudhir patel
May 14th, 2010 at 7:14 pmpermalink
khub sundar maa vishe bhavvahi abhivyakti.
dilip
May 17th, 2010 at 7:24 ampermalink
આપાના બ્લોગ ની અનાયાસઍ મુલાકાત થઈ,
તદ્દન નવા પ્રકાર ની પરંતુ સરળ રચના જોઇ
સીધાં હદય માંથી ટપક્યા હોય તેવા શબ્દો છે તમારા કાવ્યના
dr bharat
May 17th, 2010 at 2:27 pmpermalink
સપના દીદી,
હવે નવું ક્યારે લખો છો..?
"માનવ"
May 17th, 2010 at 4:48 pmpermalink
‘બા’ અને ‘મા’ રચનાઓ ખૂબ જ ગમી. એકે એક શબ્દ સીધો જ હ્રદયમાંથી આવ્યો છે એટલે ભાવકોના હ્રદયને પણ સ્પર્શે છે.
Girish Parikh
May 17th, 2010 at 6:30 pmpermalink
‘મા’ અને ‘બા’ તરફના નીજી અહેસાસના અવ્યક્તનું વ્યકત અ-ક્ષર સ્વરૂપ.
Pancham Shukla
May 17th, 2010 at 8:21 pmpermalink
બા સતત તારી યાદ ખૂબ આવે છે, બા જો તું પાસે હોત તો !!!!
છે જ ને !!!!!!
“જશોદા”ની જોડ જગે નહી જડે…………..
આપણી વચ્ચે ઘણુ કહેવાનુ રહી ગયું.
જૂનાં સાડલામાં વિંટળાયેલુએ દુબળુ શરીર
લાચાર આંખો !!!!!!
હાથ પર પડેલા છાલાં
બા તું હયાત નથી તો પણ અમારી સાથે છે જ
તારી લાગણીની ભીનાશથી મારો સંસાર બાગ ફાલે – ફૂલે છે મહેકે છે.
હાથ જોડીને કહું…..તારાં ઋણ નહી ઉતારી શકું..બા!!!
પટેલ પોપટભાઈ
May 23rd, 2010 at 3:21 ampermalink
‘બા’ રચના ખૂબ જ ગમી. શબ્દે શબ્દ તમારા હ્રદયમાંથી ટપક્યો, મારા હ્રદયને અસર કરી ગયો.
પટેલ પોપટભાઈ
May 23rd, 2010 at 3:27 ampermalink
મારી બા….. આ કાકાસાહેબ કાલેલકરજીની રચના છે કે નહીં … આજે તે એટલે યાદ આવે છે કે કંઇક આવી જ વાત તેમા સમાયેલે હતી…. (મારી બા ) ના લેખક કોણ છે તે હું વિશ્વાસથી લખતો નથી હું તો માનુ છુ કે કાકાસાહેબ છે જો મારી ક્ષતિ હોય તો બધા વાચકમિત્રો ક્ષમા કરશો….
—-લાચાર આંખોમાં થીજેલા બે આંસું,
કેટલું બોલવા ઈચ્છે પણ
ન બોલી શકતા તે સુકા હોઠ,
અઢળક મમતા ભરી આંખો..
—– આ દરેક દિકરીએ લખેલા પોતાની બા વિશેના.. અભિવ્યકત શબ્દો છે… બા….. કેટલી મીઠાશ છે આ ઉચ્ચારમાં ..આજે મમ્મી કહેનારાને ..આ ..બા… વાળી મિઠાશ.. મળતી નથી… બા.. એકવચનમાં બહુ મહામુલુ બહુવચન છે…..મારી બા…
બા.. અંતરદશાનું વર્ણન કરવામાં આવ્યુ છે.. અને બરાબર થયુ છે આભાર……
રાજ પ્રજાપતિ
August 14th, 2011 at 5:36 pmpermalink