26 May 2010

પ્રતીક્ષાનો અંત

Posted by sapana

6171_107310327535_503162535_2628069_6473686_n

મિત્રો,
આજે હું એક ઘણાં ઉદાસ સમાચાર સાથે આ ગઝલ લઈને આવી છું.શિકાગોમાં એક જુવાન ઝેન નકીનું પાર્થિવ શરિર મીશીગન લેઈકમાંથી મળી આવ્યું. ઝેન ૧ મેના દિવસથી મીસિંગ હતો.અને ૨૪મી મેના એની લાશ મળી.મારાં દીકરા શબીરનો ક્લાસમેટ હતો.અને અમારી કોમ્યુનીટીનો એક હોશિયાર અને અભિલાષી જુવાન હતો.એની માની હાલત મને ખબર છે.મન એટલું ઉદાસ હતુ તો ક્યાં જાઉં? મારાં દોસ્તો પાસે આવી ગઈ આ ગઝલ લઈને ! આ ગઝલનું શિર્ષક મેં માની તડપ અને પ્રતીક્ષા જોઈને રાખ્યું છે અલ્લાહ ઝેનનાં આત્માને શાંતિ આપે.


સપના

પ્રતીક્ષાનો અંત આવ્યો,
જો જો તારો લાલ આવ્યો.

નીરખતી’તી બારણુ એ,
આંગણ કેવો ચાંદ આવ્યો.

દોડી પગરવ સાંભળી એ
મારો જાનીસાર આવ્યો.

આંખોનાં પાણી  ન ખૂટ્યા,
ખૂબ જ જ્યારે યાદ આવ્યો.

અરમાનો તો  હોય માના,
કે જો દુલ્હો ગૃહ આવ્યો.

તાત તણા દિલની તું ઠંડક
માતાનો આરામ આવ્યો.

રાત્રિ વીતી વાટમાં તુજ
કેવો આ અંધાર આવ્યો?

સાંભળી  દર પર ટકોરો,
ભાગી તું કે ઝેન આવ્યો.

ટપ ટપ આંખો છે ટપકતી,
મેહૂલો ચોધાર આવ્યો.

પ્રતીક્ષાનો અંત આવ્યો
આજ  જનાજો દ્વાર આવ્યો.

‘સપના’ તું સંભાળ સપનાં,
કેવો કપરો કાળ આવ્યો.

-સપના વિજાપુરા

Subscribe to Comments

17 Responses to “પ્રતીક્ષાનો અંત”

  1. સપનાબહેનઃ અલ્લાહ ઝેનના આત્માને શાંતિ આપે તથા એનાં માતા પિતા, કુટુંબી જનો, સગાં સંબધીઓ અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી નમ્ર પ્રાર્થના કરું છું.
    તમારા કાવ્યના એકે એક શબ્દમાથી આંસુ ટપકે છે.
    પુત્ર ગુમાવતાં માને અસહ્ય દુઃખ થાય પણ એ દુઃખ સહન કરવાની અલ્લાહ શક્તિ આપો.
    – – ગિરીશ પરીખ

     

    Girish Parikh

  2. very sad incident you put it down in poetry ,can see your pain through and through.May Allah bless Zains soul and give him eternal peace and his parents patience to bear this.

     

    Shenny Mawji

  3. પ્રથમ શેરનું રહસ્ય દસમા શેરમાં સરસ રીતે રજૂ થયું છે.

    ઘનીભૂત ભાવને સરસ અને તાકાતવર શબ્દોમાં પ્રગટ કર્યા છે. મજાની રચના.

     

    jjugalkishor

  4. દિલની અનુકમ્પાનો ભાવસભર ગુલદસ્તો. કરુણા ઝરે છે.
    અસ્તુ.
    સરયૂ

     

    saryu parikh

  5. ટપ ટપ આંખો છે ટપકતી,
    મેહૂલો ચોધાર આવ્યો.

    પ્રતીક્ષાનો અંત આવ્યો
    આજ જનાજો દ્વાર આવ્યો

    આહ્ નીકળી ગઈ

    ઝેન ના આત્માને શાંતિ અને તેની મમ્મેીને તે સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના…

     

    Vijay Shah

  6. સપનાબેન ; ભૂત્કાળમા આવા જ દર્દીલા મતમ મારા બદ-નશિબે જોયા હતા, એક સાથે બે ભાઈઓના અક્સ્માત-મારા મિત્રોના આજે ફરી યાદ આવ્યા.

    સપના રોળાઈ ગયાં યુવાનના માતા-પિતાના,મિત્રોના, સંબંધીઓના, એના સમાજને,દેશને-દુનિયાંમાં શું ફાળો રહ્યો હોત એ ” બાબત ” એની કબરમાં એની સાથે જ છૂપાઈ ગઈ.

    તમારી ગઝલ ” પ્રતિક્ષાનો અંત “. અતિ દર્દીલી રહી, શબ્દે-શબ્દ વાચતાં દિલમાં દર્દ ઉભર્યું પાપણ ભીની થઈ.

    પરમ પૂજ્ય પરમાત્મા – અલ્લાહ ઝેનના આત્માને શાંતિ આપે તથા એનાં માતા પિતા, કુટુંબી જનો, સગાં સંબધીઓ અને મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમાર સૌની પ્રાર્થના.

    સૌ ચાહકોની આશાઓ-અરમાનોની પ્રતિક્ષાનો કરૂણ અંત !!!!!!!

     
  7. “લય ” લઈ
    ” અમાર ” બદલે અમારા વાંચવા વિનંતિ.

     
  8. Salam alykum Banuma,

    Aaj na to main ghazal ki baat karoonga na hi usmain kisi grammer ya words ki, sun kar bahot dukh huva…..ek maan ki kya halat hoti hai is ka andaza bas ek maan hi bata sakti hai….Shabbir ka dost tha so zaahir hai aap sab hi ke qareeb hoga…..main duva karoon ga zain ke liye aur aap sab ke sabr ke liye….shabbir ko kehna take care of yourself aur aap bhi….Allah Hafiz

     

    Muntazir

  9. ઝેનના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના.

     

    Heena Parekh

  10. ઝેન ના આત્માને શાંતિ અને પુત્ર ગુમાવતાં માને અસહ્ય દુઃખ થાય પણ એ દુઃખ સહન કરવાની અલ્લાહ શક્તિ આપો.

     

    bashira

  11. દુઃખભરી, દર્દભરી..આ ગઝલ..આંખને ભીંજવી દે..

     

    vishwadeep

  12. વાંચીને આંખો ભીની થઇ ગઈ … ઈશ્વર – અલ્લાહ .. ઝેન ના પુણ્યાત્માને જન્નત બક્ષે એવી પ્રાર્થના ..!!

     

    Chetu

  13. May Allah bestow SABRE-JAMIL to Zain’ parents & family members.We as parents could feel what Zains parents would be going through in such situatioin.We pray to Allah for Zain to have a place in Jannatul Firdaus – Ameen.

    Siraj Patel “Paguthanvi”
    & Officials of the Gujarati Writers’Guild-UK

     

    Siraj Patel "Paguthanvi"

  14. ઝેનના આત્માને અલ્લાહ્,પ્રભુ શાન્તિ અર્પ ખુબ જ કારુન્યસભર ગઝલાનજલિ.

     

    dilip

  15. ખૂબ જ દુઃખદ બનાવ!
    ઈશ્વર-અલ્લાહ ઝેનના આત્માને ચિરશાંતિ બક્ષે એવી હૃદયથી પ્રાર્થના.
    સુધીર પટેલ.

     

    sudhir patel

  16. આ આઘાત માનું હૃદય કેવી રીતે ઝીરવે ?આપની ગઝલ વેદનાના
    સ્પંદન ફેલાવી ગઈ.પ્રભુ ઝેનના આત્માને શાંતિ બક્ષે.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

    Ramesh Patel

  17. ચોવીસ મેનો એ ગોઝારો દિન,
    પ્રતીક્ષાનો આવ્યો અંત તે દિન.
    ખુદાને પ્યારો થયો તું ઝેન,
    જાણીને સજળ થયાં આ નૈન,
    તું માવડીની આંખોનું રતન,
    જેને જીવનભર કર્યુ જતન.
    ત્યાં થયું ખુદાનુ ફરમાન,
    ભરખી ગયું લેઇક મીશીગન,
    અમ સૌનું જીવન થયું બેચેન,
    સદા અમર તું રહેજે ઝેન.

    -ચંદ્રા માપારા

     

    sapana

Leave a Reply

Message: