23 May 2010
જડીબુટ્ટી
દોસ્તો આજે મારાં બ્લોગમાં એક પ્રેમકહાની મૂકું છું.પ્રેમ માણસને કેવી રીતે હીલ કરે છે.એની સત્ય કથા છે.આપણે મંદિરનાં અને મસ્જીદનાં અને ચર્ચનાં પગથિયાં ઘસી નાંખીએ છીએ ઈશ્વરની શોધમાં જ્યારે ઈશ્વર તમારામાં જ બેઠો છે.બીજાંને નુકસાન કરવા કરતા પ્રેમથી આપણે બાજી મારી શકીએ.
ફ્લોરીડામા રહેતી ચેલીને ઘરે એની મમ્મી ફિલીપીનથી આવી.મા દીકરીને ઘરે આવી ખુશી ખુશી. પણ આ ખુશી લાંબી ના ચાલી.મા મેરીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ.ચેલી એમને હોસ્પીટલ લઈ ગઈ.ડોકટરે થોડાં ટેસ્ટ કર્યાને ચેલીને કહ્યુ કે માને હ્રદયની બીમારી છે અને હ્ર્દય એટલું બધું નબળુ છે કે એ વધારે જીવી નહીં શકે અને આ ઉંમરે સર્જરી શક્ય નથી.. મા પાસે બે થી ત્રણ મહિના છે જીવનનાં.મા દીકરી ચોધાર આંસુએ રડી પડ્યા.
મેરી ૮૦ વરસની સ્ત્રી છે.૨૦ વરસ પહેલા વિધવા થયેલી મેરી એકલી ફિલીપીનમા રહેતી હતી.એ ના પહેલા પતિથી ક્યારેય એને પ્રેમ મળ્યો ન હતો.હડ્ધૂત જિંદગી જીવી પતિ સાથે.૨૨ વરસે લગ્ન થયાં.આ લગ્નથી એને એક દીકરી થઈ ચેલી.જે અમેરિકા આવી ગઈ. મેરીએ પોતનાં પતિ સાથે ૩૮ વરસ પ્રેમ વગર કાઢયા.પ્રેમનું પુષ્પ હમેશ માટે પાણીનાં સિંચન વગર કરમાયેલુ રહ્યુ.સાચો પ્રેમ કોને કહે એ મેરીને ખબર જ ન હતી.અને હવે આ હ્ર્દયની બિમારી!!દુખ એની કિસ્મતમા લખેલું હતું.
મેરીનું રુટીન હતું દર રવિવારે ચર્ચમાં જવાનું. એ દિવસે પણ એ ચર્ચમાં ગઈ.જિંદગી માટે ઈશ્વરનો આભાર માન્યો.અને પાછી વળતી હતીને એને જેમ્સને મળ્યો. લગભગ ૮૫ વરસનો જેમ્સ તંદુરસ્ત દેખાતો હતો.સાથે સાથે ચાલતા જેમ્સએ જાણી લીધું કે મેરીને હ્ર્દયની બીમારી છે અને ૨ થી ૩ મહિનાની મહેમાન છે.બન્નેએ મોડે સુધી વાત કરી..મેરી ઘરે આવી. જેમ્સમાં એક નકારી ન શકાય એવૂ આકર્ષણ હતુ.મેરી રાતે પણ એના વિચાર કરતી સુઈ ગઈ.પણ પછી જાણે કેમ આવતા રવિવારની રાહ જોવા લાગી.રવિવાર આવ્યો. મેરી ચર્ચમા દાખલ થઈ. આંખો જેમ્સને શોધવા લાગી. જેમ્સને જોતા એનાં ચહેરા ઉપર રોનક આવી ગઈ. ફરી બન્ને સાથે બેઠાં વાતો કરી.અને ખબર નહી કેમ જેમ્સએ પૂછ્યુ”મેરી મારે મુવી જોવા જવાનુ છે તારે આવવું છે?”મેરીમાં ના પાડવાની તાકાત જ ન હતી.આમ બન્ને કોઇ ને કોઈ બહાને મળવા લાગ્યાં.ક્યારેક મેરીને હોસ્પીટલ લઈ જાય ક્યારેક ફાર્મસીમાં.બન્ને એકબીજાંને ચાહવા લાગ્યાં.
એક દિવસ બન્ને પાર્કમાં બેઠાં હતા.સામે સુંદર ફૂલો કુરાનની આયાતોની જેમ ગોઠવાયેલા હતાં.પાણીનો ફુવારો ચર્ચના ઘંટ જેવો અવાજ કરી રહ્યો હતો.વાતાવરણમાં પ્રેમ હતો.જેમ્સે મેરીનો કરચલીઓવાળો હાથ મુલાયમ રીતે પકડીને પૂછ્યું,”મેરી મારી સાથે લગ્ન કરીશ?”મેરી સ્તબ્ધ થઈ આ વાક્ય સાંભળી રહી.મેરી કહે,”જેમ્સ, તને ખબર છે કે હું બે ત્રણ મહિનાની મહેમાન છું.તારી સાથે લગ્ન કરીને તને દુખી કરુ?”જેમ્સએ એનાં સુંવાળા મીઠાં અવાજમાં કહ્યુ,”મેરી આ બે ત્રણ મહિના મારી જિંદગીનાં સૌથી વધારે પ્રેમમય અને સુખમય હશે.તું મને આ સુખ નહીં આપે?”મેરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો.મેરી જિંદગભરથી આ પ્રેમની રાહ જોતી હતી.આજે ઈશ્વરે એના દામનમાં મૂકી દીધો જ્યારે એ જિંદગીનાં આખરી પડાવ પર હતી.ના કેવી રીતે પાડે?
ચેલી ખૂશ હતી કે માને કોઈ સાચા હ્રદયથી ચાહવાવાળુ મળ્યું.સાદાઈથી ચર્ચમાં લગ્ન થઈ ગયાં.બન્ને દસ દિવસ ફરી આવ્યા.મેરી ખુશ છે.બન્ને ખૂબ ખુશ હતાં. મેરીને તો જાણે દુનિયાની ખુશી મળી ગઈ હતી. આટલો બધો પ્રેમ?!!! શું એ આ દુનિયામાં જ છે કે મરીને જન્નતમાં પહોંચી ગઈ છે?મેરી ખૂબ ખુશ રહેવા લાગી..સવારે ઉઠીને જેમ્સનોઅ ચહેરો જોઈ લે એટલે એ અડધી સાજી થઈ જાય બન્ને બગીચામાં ફરે ફૂલો સાથે વાતો કરે જાણે ફરી સોળ વરસના પ્રેમી બની ગયાં.
એ દિવસે જેમ્સ મેરીને હોસ્પીટલ ચેક અપ માટે લઈ ગયો. જેમ્સ રુમની બહાર સજળ આંખે બેઠો હતો.થોડીવારમાં ડોકટર બહાર આવ્યાં.જેમ્સની સામે જોઇને બોલ્યા,”મિસ્ટર જેમ્સ તમે મેરીના? .”જેમ્સ એકદમ ડોકટરને અટકાવીને બોલ્યો,”હું મેરીનો પતિ છુ.”ડોકટર કહે,”મારે તમને એક સારાં સમાચાર આપવાના છે.મેરી પહેલીવાર હોસ્પીટલમાં આવી અને મે એને કહ્યુ હતુ કે હ્ર્દય ખૂબ નબળુ છે અને બે ત્રણ મહિનાથી વધારે જીવશે નહીં પણ હવે જ્યારે હું એને ચેક કરુ છું તો એ સારી રીતે ક્યોર થઈ રહી છે.ઇલાજ ચાલુ રાખો..મે ગોડ બ્લેસ હર.”
જેમ્સ ખુશીથી પાગલ થઈ ગયો અને રુમમાં ધસી ગયો. મેરીને પોતાની મજબુત બાહોમાં લઈ લીધી.આ વાતને અઢી વરસ થયાં.
મેરી અને જેમ્સ બન્ને ફ્લોરીડા હજી છે અને પોતાનુ જીવન પ્રેમથી અને ખુશીઓથી વધારી રહ્યા છે.Love heals.જો આપણે ઈચ્છીએ તો આપણા જીવન સાથીની ઉમર વધારી પણ શકીયે અને ઘટાડી પણ શકીયે.. પ્રેમ દરેક રોગની દવા છે અને બિલકુલ મફત છે.
-સપના વિજાપુરા
ખરેી વાત છે .. પ્રેમ એક અદ્ભુત તત્વ .. !! પ્રેમ ને ઉમર નેી બાધા નથેી નડ્તેી કેમકે એ તો બે આત્મા વચ્ચે નો અલૌકિક પ્રેમ હોય છે .. લૌકિક સંબ્ંધો કે ઉમર એને નથેી નડતા..!!
રહેી વાત ચેલેીનેી તો એ ફ્લોરિડામા રહેતેી વિદેશેી નારેી+દિકરેી.. પરન્તુ આ જ બનાવ જો આપણા ભરતેીય સમાજ મા બન્યો હોય તો ચેલેી જેવેી દિકરેી કે દિકરો આ વાતને સ્વેીકારવા તૈયાર થશે ?
”લોકો શુ કહેશે ? આ ઉમરે આ બધુ ન શોભે ..ઘરડા.. ને લાલ લગામ… સાઠે બુદ્ધિ નાઠેી .. ” એવા કૈક ” સુવાક્યો ” નો વરસાદ પડ્શે …!!!
મનનેી સંકુચિતતાના વાડામાથેી આપણે હજુ બહાર નથેી આવેી શક્યા..
Chetu
May 24th, 2010 at 12:29 ampermalink
ખરેી વાત છે .. પ્રેમ એક અદ્ભુત તત્વ .. !! પ્રેમ ને ઉમર નેી બાધા નથેી નડ્તેી કેમકે એ તો બે આત્મા વચ્ચે નો અલૌકિક પ્રેમ હોય છે .. લૌકિક સંબ્ંધો કે ઉમર એને નથેી નડતા..!!
રહેી વાત ચેલેીનેી.. તો એ ફ્લોરિડામા રહેતેી વિદેશેી નારેી+દિકરેી.. પરન્તુ આ જ બનાવ જો આપણા ભરતેીય સમાજ મા બન્યો હોય તો ચેલેી જેવેી દિકરેી કે દિકરો આ વાતને સ્વેીકારવા તૈયાર થશે ?
”લોકો શુ કહેશે ? આ ઉમરે આ બધુ ન શોભે ..ઘરડા.. ને લાલ લગામ… સાઠે બુદ્ધિ નાઠેી .. ”
એવા કૈક ” સુવાક્યો ” નો વરસાદ પડ્શે …!!!
મનનેી સંકુચિતતાના વાડામાથેી આપણે હજુ બહાર નથેી આવેી શક્યા..
Chetu
May 24th, 2010 at 12:31 ampermalink
Good.
Heena Parekh
May 24th, 2010 at 6:39 ampermalink
ખૂબ સરસ સત્ય વાર્તા…
પ્રભુ બધાને આવા પ્રેમનાં અનુભવ કરાવે..એવુ નથી કે ભારતમાં આવુ નથી બનતુ કારણ ભારતમાં પણ આવા અનુભવ મે જોયા છે…દુનિયા તો બોલવાની છે જ આપણે આપણી જિંદગી કેવી રીતે અને કોની સાથે જિવવાની છે એ આપણે નક્કી કરવાનુ છે..આમા પણ જેમ્સને પણ એના ઘરવાળાઓ સાથે કંઇક તો ચર્ચા થઇ હશે..પણ એ બંને નસીબદાર આપણે એ જ પ્રાર્થના કરીયે તે લોકો સાથે હજી ઘણુ જીવે..
neeta kotecha
May 24th, 2010 at 7:08 ampermalink
Prem bas prem tu kari to jo
Prem khatar jivi mari to jo
Zer pan thai jashe mahek amrut
Prem thi hothe tu dhari to jo
Mahek Tankarvi
Mahek Tankarvi
May 24th, 2010 at 9:42 ampermalink
સત્ય હકીકત અધારિત રચના વાંચી આનંદ થયો.
” પ્રેમ ” ને માત્ર ચામડી – ચહેરા પુરતું મર્યાદિત ના રાખી દર્દની દવા-ઔષધ રૂપ આપી ” જડીબુટ્ટી ” શિર્ષક સાર્થક કર્યું તમે.
લગણીના ઝરણાના વહેણમાં જે ( કેન્સર – રૂપી ) અડચણ હતી, એ ” પ્રેમ “રૂપી ઔષધ ( ચૈતિક આનંદ )થી મટી. માટે જ તો પ્રેમ એ ” ચૈતિક આનંદ” છે એનું કોઈ રૂપ નથી માત્ર ને માત્ર અનુભૂતિ છે.
એવી અનુભૂતિ કરવા સુરદાસ બનવું પડે, ” સબસે ઉંચી પ્રેમ સગાઈ ” ” જીવતા રહેવું – રાખવું એ મુખ્ય મનુષ્યધર્મ છે. ” જે એ બે જણાએ પળ્યો. આ મારી પોતાની દ્રુષ્ટી છે.
( મા.શ્રી ગુણવંત શાહ ના શબ્દોમાં લખું તો ) એમનામાં એકમેકતા અને સાચું યુગલત્વ જીવે છે.
પટેલ પોપટભાઈ
May 26th, 2010 at 8:35 ampermalink
ભાઈ શ્રી ચૈતુ સાથે સહમત હોવા ઉપરાંત, ભાઈ શ્રી મહેકની ગઝલ દિલને બે શક ધડકાવી ગઈ.
મીરા-રાધા ક્રિષ્ણા, લૈલા-મજનુ, હીર-રાંઝા કે ………. વાંચીએ જ છીએ, આપણા જ યુગમાં જીવતાં એવાં યુગલો માટે જાણવા મળ્યુ, લેખ તમારો લેખે લાગ્યો.
પટેલ પોપટભાઈ
May 26th, 2010 at 8:52 ampermalink
પ્રેમ એ ગણતરીની દુનિયાની સામેના પાર નો દેશ છે
જો ત્યાં પહોંચી શકાય !!
વાર્તા હોય તો સરસ છે
અને જો ઘટના હોય તો તેથી પણ પણ સરસ.
Prabuddh Pancholi
May 29th, 2010 at 9:20 pmpermalink
પ્રભુનાથભાઈ આભાર પધારવા માટે.અને તમારાં પ્રતિભાવ માટે.હા વાર્તા નથી આ એક સત્ય ઘટના છે ..અને તમારી વાત સાચી ગણતરીની સામેના બીજા દેશની વાત છે..ઘણા નસીબવાળા હોય છે જેમ્સ અને મેરી જેવાં પહોચી જ્તા હોયછે.તમારૂ ઈમેઇલ નથી એટલે અહીં જ આભાર માન્યો
સપના
sapana
May 30th, 2010 at 2:39 ampermalink
આ કથા પણ ગમી. સત્યકથા હોવાનું જાણી વિશેષ આનંદ થયો.
યશવંત ઠક્કર
June 26th, 2010 at 4:03 ampermalink
હા ખરેખર સચિ વત ….
nisha s patel
March 3rd, 2014 at 5:50 ampermalink