31 May 2010

શું કરું?

Posted by sapana



રાત હાયે જાય ભારી શું કરું?
યાદની છે ધાર કારી શું કરું?

ઝેરથી મારે,તો શબ્દોથી કદી,
પ્રેમથી મીઠાં તે મારી શું કરું?


ચાંદ છો વધતો ને ઘટતો રહે,
યાદ તારી એક ધારી શું કરું?

હો ભલે ધનનાં ભર્યા ભંડાર પણ,
એમનાં મન છે ભિખારી શું કરું?

ઈશ તારો હો  કે મારો એક છે,
વાત સર્વ એ નકારી શું કરું?

નંદવાતા રોજ રોજ દિલ અહીં,
આવશે મારી ય વારી શું કરું?

હોય એ મા,દીકરી ,પત્ની,બહેન,
રોજ પીસાતી જ નારી શું કરું?

ચંદ્ર તારા રૂપમાં આવે કદી,
રાખું ખૂલી એક બારી શું કરું?

હું કરું ટીકો તને કાજળ તણો,
હું બલા લૌ ,જાઉં વારી શું કરું?

છે જનાઝો કોઈ દિલ વાળી તણો,
નીકળી સપનાં સવારી શું કરું?

-સપના વિજાપુરા

Subscribe to Comments

13 Responses to “શું કરું?”

  1. મુંઝવણમાં અટવાયેલા શ્બ્દની ગઝલ…..
    હું કરું ટીકો તને કાજળ તણો,
    હું બલા લૌ ,જાઉં વારી શું કરું?

    વાત સર્વો એ નકારી શું કરું ( વાત સર્વ એ નકારી શું કરું–એવું જોઇએ.)

     

    himanshu patel

  2. સરસ ગઝલ.

     

    Pancham Shukla

  3. હો ભલે ધનનાં ભર્યા ભંડાર પણ,
    એમનાં મન છે ભિખારી શું કરું?…

    ચંદ્ર તારા રૂપમાં આવે કદી,
    રાખું ખૂલી એક બારી શું કરું?
    >>>>>>>>>
    ગઝલમાંથી ચુંટી છે આ બે કળી….
    આ “ચંદ્ર” તોઆઆ બ્લોગ પર આવી, થાય ખુશ !
    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com

     

    DR. CHANDRAVADAN MISTRY

  4. હો ભલે ધનનાં ભર્યા ભંડાર પણ,
    એમનાં મન છે ભિખારી શું કરું?…

    ચંદ્ર તારા રૂપમાં આવે કદી,
    રાખું ખૂલી એક બારી શું કરું?
    >>>>>>>>>
    ગઝલમાંથી ચુંટી છે આ બે કળી….
    આ “ચંદ્ર” તોઆઆ બ્લોગ પર આવી, થાય ખુશ !
    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks,Sapana, for visiting Chandrapukar !

     

    DR. CHANDRAVADAN MISTRY

  5. વાહ સપના દીદી,

    આવું જ લખતાં રહો…

     

    manav

  6. સપનાબેન, સુન્દર રચના છે. પણ, પીસાતી નારીની વાત કેમ? આખી ગઝલનો ભાવ હકારાત્મક થતો જણાય છે, પણ એ પન્ક્તીઓમાં નકારાત્મક્તા શા માટે?

     

    Chirag

  7. સુંદર રચના!
    ‘ચાંદ’ અને ‘સપના’ નો સંબંધ અનન્ય છે!!
    સુધીર પટેલ.

     

    sudhir patel

  8. Tragic end and very very sad.I cant imagine that mothers pain.You did very nice justice for the peace of Zains soul.May God grant him happiness in heaven.

     

    Shenny Mawji

  9. ઈશ તારો હો કે મારો એક છે,
    વાત સર્વ એ નકારી શું કરું?

    નંદવાતા રોજ રોજ દિલ અહીં,
    આવશે મારી ય વારી શું કરું?
    ગઝલમાં તો આવું સહજ રમી જાય એ બહુ મોટી વાત છે.
    મારી તમારીથી આગળ વધી પરમ સ્નેહને પોકારતી આ ગઝલ
    મજા આપી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    –Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

     

    Ramesh Patel

  10. khub j artsabhar gazal uttam sheriyat chhe…
    ઝેરથી મારે,તો શબ્દોથી કદી,
    પ્રેમથી મીઠાં તે મારી શું કરું?
    premthi koi martu nahi jivi j jaay chhe…prem vina sansaarna kankaasthi gana zer pi ke ya latki mari jaay chhe..jo ke aa to kavi nu kaavy jagat chhe..
    lakhta raho
    Matr jivi jaay dilvala juo

     

    dilip

  11. “ચાંદ છો વધતો ને ઘટતો રહે,
    યાદ તારી એક ધારી શું કરું?”

    સરસ રચના- વિરોધાભાષ !!!!! કેમ ?

    ” હોય એ મા,દીકરી ,પત્ની,બહેન,
    રોજ પીસાતી જ નારી શું કરું? “

     
  12. thats really good creation,,please visit my bolg if u want,,,,
    http://jayshah0007.blogspot.com/

     

    jay

  13. વાહ! આખી ગઝલ સરસ છે પણ બે-ત્રણ શેર ભાવી ગયા.
    ચાંદ છો વધતો ને ઘટતો રહે,
    યાદ તારી એક ધારી શું કરું?

    ઈશ તારો હો કે મારો એક છે,
    વાત સર્વ એ નકારી શું કરું?

    અને મક્તા તો લાજવાબ છે.
    છે જનાઝો કોઈ દિલ વાળી તણો,
    નીકળી સપનાં સવારી શું કરું?

     

    Jagadish Christian

Leave a Reply

Message: